SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૧૦ થી ૧૩ (૫) મનુષ્યપણું દુર્લભ છે, જન્મ મરણના નિમિત્તવાળું છે, સંપત્તિઓ ચપળ છે, વિષયો દુ:ખના હેતુ છે, સંયોગમાં વિયોગ છે, પ્રતિક્ષણ મરણ છે અર્થાત પ્રતિક્ષણ આયુષ્ય ક્ષીણ થવાથી તેટલા આયુષ્યના અભાવની પ્રાપ્તિરૂપ જીવનું દરેક ક્ષણે મરણ થાય છે, કર્મનો વિપાક દારુણ છે, એ પ્રકારે જણાયેલું છે સંસારનું નૈક્ષ્ય જેમના વડે એવા, (૬) તેથી જ=સંસારનું નૈણ્ય જાણેલ હોવાથી જ, તેનાથી વિરક્ત=સંસારથી વિરાગ પામેલા, (૭) પ્રતનુ કષાયવાળા=અતિઅલ્પ ક્રોધાદિ કષાયવાળા, (૮) અલ્પ હાસ્યાદિવાળા=મંદ નોકષાયવાળા, (૯) કૃતજ્ઞ=કોઈ દ્વારા કરાયેલ ઉપકારને જાણનારા, (૧) વિનીત=વિનયવાળા, (૧૧) દીક્ષા લેતાં પહેલાં પણ રાજ, અમાત્ય, નગરસંબંધી જનોથી બહુમાન પામેલા, (૧૨) અદ્રોહકારી-દ્રોહ નહીં કરનારા, (૧૩) લ્યાણ અંગવાળા=અંગની વિક્લતા વગરના, (૧૪) શ્રદ્ધાવાળા, (૧૫) સ્થિર= સ્થિર ચિત્તવાળા, (૧૬) અને સમુપસંપન્ન દીક્ષા ગ્રહણ કરવા માટે સામેથી ઉપસ્થિત થયેલા પ્રવ્રયાઈ છે–દીક્ષા ગ્રહણ કરવા માટે યોગ્ય છે. આમના વડે સંગત આ ૧૬ ગુણોથી યુક્ત છતા, શું? એથી કહે છે વિધિથી પ્રપન્ન પ્રવ્રયાવાળા=કહેવાનાર લક્ષણવાળી વિધિપૂર્વક અંગીકરાઈ છે પ્રવજ્યા જેમના વડે તે તેવા પ્રકારના વિધિથી અંગીકૃત પ્રવ્રજયાવાળા, અને સેવાયેલ ગુરુકુલવાસવાળા સારી રીતે સેવાયું છે ગુરુનું કુળ જેમના વડે એવા, અને સતત=પ્રવ્રજ્યાના સ્વીકારથી આરંભીને સર્વકાળ, અસ્મલિત શીલવાળા=અખંડિત શીલવાળા, અને “ઘ' શબ્દથી પરદ્રોહની વિરતિના ભાવવાળા ગુરુ દીક્ષા આપવા માટે યોગ્ય છે. આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : (૧) આર્યદેશના ઉત્તમ સંસ્કારો સંયમની સાધના માટે ઉપકારક બને છે અને અનાર્યદેશમાં ઉત્પન્ન થયેલા જીવો પ્રાયઃ કરીને ઉત્તમ સંસ્કારવાળા હોતા નથી, તેથી આર્યદેશમાં ઉત્પન્ન થયેલા જીવો પ્રવ્રજ્યા ગ્રહણ કરવાને યોગ્ય છે. (૨) માતૃપક્ષની જાતિ કહેવાય છે અને પિતૃપક્ષનું કુલ કહેવાય છે અને ઉત્તમ જાતિ અને ઉત્તમ કુલમાં જન્મેલો જીવ વિશિષ્ટ જાતિ-કુલાન્વિત કહેવાય. આવો જીવ ગ્રહણ કરેલ પ્રતિજ્ઞાનો સભ્ય નિર્વાહ કરવા માટે સમર્થ બને છે, તેથી વિશિષ્ટ જાતિ અને કુલથી યુક્ત જીવો દીક્ષાને યોગ્ય છે. (૩-૪-૫) જેનો કર્મમલ ઘણો ક્ષીણ થઇ ગયો છે અને કર્મમલ ક્ષીણપ્રાયઃ થવાને કારણે જે જીવ વિમલબુદ્ધિવાળો હોય, તેને વિમલબુદ્ધિ હોવાથી સંસારનું નૈગુણ્ય દેખાતું હોય છે કે ચાર ગતિઓમાં મનુષ્યગતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy