SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક ! “સા' દ્વાર | ગાથા ૯ અન્વયાર્થ : 7 = વળી = શબ્દનયના અભિપ્રાયથી, પબ્રજ્ઞા = પ્રવ્રજયા, નિવમvi = નિષ્ક્રમણ, ક્ષમા = સમતા, વો = ત્યાગ, તદેવ વેરા = તે રીતે જ વૈરાગ્ય, થમ્પરર = ધર્મનું ચરણ, હિંસા = અહિંસા વિષ્ણ= દીક્ષા = ભાવસત્ર; પ્રક્રિયાપું = (આ શબ્દો) એકાWવાળા છે. સા = “તે ત્તિ = એ પ્રકારનું તારું = દ્વાર પાડ્યું = ગયું = પૂરું થયું. ગાથાર્થ : શબ્દનયના અભિપ્રાયથી પ્રવજ્યા, નિષ્ક્રમણ, સમતા, બાહ્ય-અત્યંતર પરિગ્રહનો ત્યાગ, તે રીતે જ વિષયોમાં વૈરાગ્ય, ક્ષાત્યાદિ દશવિધ ધર્મોનું આસેવન, જીવહિંસાનું વર્જન, દીક્ષા; આ પ્રવજ્યાના એકાર્યવાચી શબ્દો છે. ટીકા : प्रव्रज्या निरू पितशब्दार्था, निष्क्रमणं द्रव्यभावसङ्गात्, समता सर्वेष्विष्टानिष्टेषु, त्यागः बाह्याभ्यन्तरपरिग्रहस्य, तथैव वैराग्यं विषयेषु, धर्मचरणं = क्षान्त्याद्यासेवनम्, अहिंसा = प्राणिघातवर्जनम्, दीक्षा= सर्वसत्त्वाभयप्रदानेन भावसत्रं, एकाथिकानि तु = एतानि प्रव्रज्याया एकार्थिकानि तुर्विशेषणार्थः शब्दनयाभिप्रायेण, समभिरू ढनयाभिप्रायेण तु नानार्थान्येव, भिन्नप्रवृत्तिनिमित्तत्वात् सर्वशब्दानामिति गाथार्थः।।९।। ટીકાર્થ : (૧) પાપમાંથી શુદ્ધ ચરમયોગોમાં જવું એ પ્રવ્રયા છે, એ પ્રકારની ગાથા-૫ માં નિરૂપાયેલ શબ્દાર્થવાળી પ્રવ્રજ્યા છે. (૨) દ્રવ્યસંગ અને ભાવસંગમાંથી નીકળવું, તે નિષ્ક્રમણ છે અર્થાત્ બાહ્ય પદાર્થોનો સંચય એ દ્રવ્યસંગ છે અને બાહ્ય પદાર્થો પ્રત્યેનો ચિત્તનો પ્રતિબંધ એ ભાવસંગ છે. તેથી તે બાહ્ય પદાર્થોનો અને બાહ્ય પદાર્થો પ્રત્યે ચિત્તના પ્રતિબંધનો ત્યાગ કરવો એ નિષ્ક્રમણ છે. (૩) સર્વ ઈષ્ટ-અનિષ્ટ પદાર્થોમાં સમાન પરિણામ રાખવો તે સમતા છે. (૪) ગાથા-૭ માં બતાવેલ બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરવો એ ત્યાગ છે. (૫) તે રીતે જ પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં વિરક્તભાવ કેળવવો તે વૈરાગ્ય છે. (૬) ક્ષમા આદિ દશ પ્રકારના યતિધર્મોનું આસેવન કરવું તે ધર્મચરણ છે. (૭) જીવોની હિંસાનું વર્જન કરવું તે અહિંસા છે. (૮) સર્વ જીવોને અભયદાન આપવા દ્વારા ભાવદાનશાળાનું આસેવન કરવું તે દીક્ષા છે. ગાથાના અંતે રહેલ “તુ' શબ્દ વિશેષ અર્થવાળો છે અર્થાત્ કંઈક વિશેષતા બતાડવા માટે છે, અને તે વિશેષતા એ છે કે, શબ્દનયના અભિપ્રાયથી ઉપરમાં દર્શાવેલ સાત શબ્દો પ્રવ્રજ્યાના એકાર્યવાચી છે, પરંતુ સમભિરૂઢનયના અભિપ્રાયથી આ સાત શબ્દો જુદા જુદા અર્થવાળા જ છે; કેમ કે ભિન્ન ભિન્ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy