________________
પ્રવજ્યાવિધાનવસ્તક / “સા' દ્વાર | ગાથા ૮
૨૫
ટીકાર્ય :
આ જ યથોક્ત સ્વરૂપવાળી પ્રવ્રજ્યા = ગાથા-૬ માં કહેવાયેલી જ આરંભ અને પરિગ્રહના ત્યાગરૂપ પ્રવજ્યા, નિયમથી મોક્ષફળવાળી થાય છે અર્થાત મોક્ષ છે ફળ જેનું એવીતે = પ્રવ્રજ્યા, અવશ્યપણાથી મોક્ષરૂપ ફળવાળી થાય છે. * અહીં “વૃનુ' શબ્દ વંકાર અર્થમાં ગ્રહણ કરવા દ્વારા એ જણાવવું છે કે નામ, સ્થાપના અને દ્રવ્યપ્રવ્રજ્યા મોક્ષળવાળી નથી, પરંતુ જિનમતમાં બતાવેલ ભાવપ્રવ્રજ્યા જ અવશ્ય મોક્ષફળવાળી છે. ભાવાર્થ :
નામ અને સ્થાપનાપ્રવ્રજયા તો મોક્ષનું કારણ નથી, પરંતુ અન્યદર્શનમાં રહેલા ભિક્ષુ વગેરેની અપ્રધાનદ્રવ્યપ્રવ્રજયા પણ મોક્ષનું કારણ નથી; માત્ર જિનમતમાં કહેલી ભાવપ્રવ્રજયા જ મોક્ષનું કારણ છે. ક્વચિત્ જિનમતમાં કહેલી પ્રવ્રજયા ગ્રહણ કર્યા પછી પણ કોઈ જીવ ભાવથી પ્રવ્રજયાને પામ્યો ન હોય, પરંતુ તે જીવ અસગ્રહ વગરનો હોય તો તેની તે પ્રવ્રયા પ્રધાનદ્રવ્યપ્રવ્રજયા છે, જે ભાવપ્રવ્રયાનું કારણ છે અને તે પ્રધાનદ્રવ્યપ્રવ્રજયાનો અંતર્ભાવ ભાવથી થનારી પ્રવ્રયામાં કરવાનો છે. આથી સાક્ષાત્ મોક્ષનું કારણ ભાવથી થયેલી પ્રવ્રજયા છે અને ભાવપ્રવ્રજયાના કારણભૂત એવી પ્રધાનદ્રવ્યપ્રવ્રયા પરંપરાએ મોક્ષનું કારણ છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે મોક્ષ વિરતિના પરિણામથી થાય છે અને વિરતિનો પરિણામ અવિરતિના આપાદક એવા કષાયમોહનીયના ક્ષયોપશમથી થાય છે. તેથી કષાયમોહનીયના ક્ષયોપશમમાં યત્ન કરવો જોઇએ, જેથી મોક્ષની પ્રાપ્તિ થાય. તેના બદલે બાહ્ય આચરણારૂપ, આરંભ-પરિગ્રહના ત્યાગસ્વરૂપ પ્રવ્રજયામાં યત્ન કરવાથી મોક્ષ કઈ રીતે થઈ શકે ? તેમાં હેતુ આપે છેટીકા :
भावमन्तरेणारम्भादौ मनोप्रवृत्त्यसम्भवादिति गाथार्थः ॥८॥ ટીકાર્ય :
ભાવ વગરઆરંભાદિમાં મનોપ્રવૃત્તિનો અસંભવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
અવિરતિનો ભાવ ન હોય તો આરંભાદિમાં મનોપ્રવૃત્તિ થતી નથી; અને મોક્ષપ્રાપ્તિનો હેતુ વિરતિનો પરિણામ છે, તેથી વિરતિના પરિણામને પ્રાપ્ત કરવા અવિરતિના ભાવનો ત્યાગ કરવો જોઇએ. આથી જે સાધુ અવિરતિના ભાવને છોડી દે તે સાધુની મનોયોગની પ્રવૃત્તિ આરંભ-પરિગ્રહમાં વર્તતી નથી અને આવા સાધુ વચન-કાયાથી પણ આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિ કરતા નથી.
આમ, મોક્ષના અભિલાષવાળા સાધુ પ્રથમ અવિરતિના ભાવનો ત્યાગ કરે છે અને અવિરતિના પરિણામના ત્યાગથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આરંભ-પરિગ્રહમાં પ્રવૃત્તિ ન થાય તે રીતે યત્ન કરે છે, જેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org