SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પ્રવજ્યાવિધાનવસ્તુક | “સા' દ્વાર | ગાથા છે પરિગ્રહ — વિ પરિપ્રદ: તિ, પરિપ્રદ' શબ્દની વ્યુત્પત્તિ કરે છે. પરિગ્રહણ કરવું એ પરિગ્રહ. આ પરિગ્રહ, બે પ્રકારે છે, બાહ્ય અને અત્યંતર. ત્યાં બે પ્રકારના પરિગ્રહમાં, ધર્મના સાધનરૂપ મુહપત્તિ આદિને મૂકીને અન્યનું=અન્ય વસ્તુનું, ગ્રહણ કરવું એ બાહ્ય પરિગ્રહ છે. એ પ્રકારે ગાથાના પૂર્વાર્ધના અંતે રહેલ મુજું નો ગાથાના ઉત્તરાર્ધમાં રહેલ વો સાથે સંબંધ છે; અને મુત્તે પછી અન્ય પરિપ્રદજી એ પ્રકારનું પદ મૂળગાથામાં અધ્યાહાર છે અને ત્યાં=ધર્મોપકરણમાં, મૂચ્છ બાહ્ય જ પરિગ્રહ છે. તિ બાહ્ય પરિગ્રહના સ્વરૂપના કથનની સમાપ્તિ અર્થે છે. રૂતર ... પૃદને વળી ઇતર=આંતર પરિગ્રહ, મિથ્યાત્વાદિ જ છે. “મિથ્યાત્વિાર” માં મારિ શબ્દથી અવિરતિ અને દુષ્ટયોગો ગ્રહણ કરાય છે. પરિગ્રહની કરણાર્થ વ્યુત્પત્તિ કરીને જીવનો અંતરંગ પરિગ્રહ મિથ્યાત્વાદિ જ કેમ છે ? તે બતાવે છે – પરિપૃદ્ય - માથાર્થકારણભૂત એવા તેના દ્વારા = મિથ્યાત્વાદિ દ્વારા, જીવ કર્મ વડે પરિગ્રહણ કરાય છે અર્થાત જીવ કર્મોનો પરિગ્રહ કરે છે. માટે મિથ્યાત્વાદિ જીવના અંતરંગ પરિગ્રહરૂપ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ધર્મોપકરણમાં થતી મૂચ્છને બાહ્ય પરિગ્રહ કહ્યો. ત્યાં મૂચ્છ એ જીવના અંતરંગ પરિણામરૂપ હોવાથી અવિરતિ કે દુષ્ટ યોગો સ્વરૂપ છે, માટે સામાન્ય રીતે મૂચ્છ અંતરંગ પરિગ્રહરૂપ લાગે; પરંતુ પરમાર્થથી મૂર્છાપૂર્વક ગ્રહણ કરાએલાં ધર્મોપકરણ પણ બાહ્ય પરિગ્રહ છે અને ધર્મોપકરણ સિવાય અન્ય વસ્તુનું ગ્રહણ પણ બાહ્ય પરિગ્રહ છે; કેમ કે મૂર્છા વગર ધર્મોપકરણ સિવાયની વસ્તુનું ગ્રહણ થાય નહિ. તેથી ધર્મના સાધનને છોડીને અન્યનું ગ્રહણ અને મૂર્છાપૂર્વક ધર્મોપકરણનું પણ ગ્રહણ, એ બાહ્ય પરિગ્રહરૂપ છે પરંતુ અંતરંગ પરિગ્રહરૂપ નથી. મિથ્યાત્વાઃિ ” માં મારિ પદથી અવિરતિ-કષાય-દુષ્ટ યોગો, એમ ગ્રહણ ન કરતાં અવિરતિ અને દુષ્ટ યોગો એ બેનું જ ગ્રહણ કર્યું. તેથી એ પ્રાપ્ત થાય કે મિથ્યાત્વ, અવિરતિ અને દુષ્ટ યોગો એ ત્રણ જ અંતરંગ પરિગ્રહ છે અને કષાયનો અંતર્ભાવ અવિરત અને દુષ્ટ યોગોમાં જ થઇ જાય છે. તે આ રીતે જીવ અવિરતિ આપાદક કષાયના પરિણામવાળો હોય છે, ત્યારે એ જીવનો કષાયનો પરિણામ અવિરતિથી પૃથર્ નથી; અને પ્રમાદને કારણે જીવ મોક્ષને પ્રતિકૂળ એવા મન-વચન-કાયાના દુષ્ટ યોગોમાં પ્રવર્તતો હોય, ત્યારે જીવનો તે કષાયનો પરિણામ દુષ્ટ એવા મન-વચન-કાયાના યોગોમાં જ અંતર્ભાવ પામી જાય છે; કેમ કે યોગોની દુષ્ટતા કષાય વિના થતી નથી. તે ૭. અવતરણિકા : त्यागशब्दार्थं व्याचिख्यासुराह - અવતરણિફાર્થ : ગાથા-૬ માં અંતે કહેલ કે આરંભ અને પરિગ્રહના ત્યાગરૂપ ભાવથી પ્રવજ્યા જિનમતમાં જ છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy