SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | “સા' દ્વાર | ગાથા ૬-૦ તેનું કારણ એ છે કે પ્રવ્રજયાના અર્થનો જ્ઞાતા અને પ્રવ્રજયાના અર્થમાં અનુપયુક્ત જીવ આગમથી દ્રવ્યપ્રવ્રજ્યા છે અને પ્રવ્રજયાના અર્થનો જ્ઞાતા અને પ્રવ્રજ્યાના અર્થમાં ઉપયુક્ત જીવ આગમથી ભાવપ્રવ્રજ્યા છે, તેથી આગમને આશ્રયીને આચરણાત્મક પ્રવ્રજ્યા પ્રાપ્ત થાય નહી; અને અહીં ગ્રંથકારને માત્ર જ્ઞાનના ઉપયોગરૂપ ભાવપ્રધ્વજયા અને જ્ઞાનના અનુપયોગરૂપ દ્રવ્યપ્રવ્રયા દર્શાવવી નથી, પરંતુ આચરણાત્મક દ્રવ્યપ્રવ્રજ્યા અને ભાવપ્રવ્રજયા દર્શાવવી છે. આથી અહીં દ્રવ્યપ્રવ્રયા અને ભાવપ્રવ્રજયાની આગમથી વિવેક્ષા ન કરતાં નોઆગમથી જ વિવક્ષા કરેલ છે. દા. અવતરણિકા : आरम्भपरिग्रहस्वरूपप्रतिपादनायाहઅવતરણિકાર્ય : ગાંથા-૬ માં કહ્યું કે આરંભ અને પરિગ્રહના ત્યાગરૂપ ભાવથી પ્રવજ્યા જિનમતમાં જ છે. તેથી જિજ્ઞાસા થાય કે આરંભ અને પરિગ્રહનું સ્વરૂપ શું છે કે જેના ત્યાગથી ભાવપ્રવ્રયા પ્રાપ્ત થાય? આથી આરંભ અને પરિગ્રહના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહે છેગાથા : पुढवाइसुआरंभो परिग्गहो धम्मसाहणंग। मुच्छा य तत्थ बज्झो इयरो मिच्छत्तमाईओ ॥७॥ અન્વયાર્થ : પુઠવાયુ=પૃથ્વી આદિમાં મારંભો=આરંભ છે. ઘમસાહ મુજું =ધર્મના સાધનને મૂકીને (અન્ય વસ્તુનું ગ્રહણ) તત્ત્વ =અને ત્યાં=ધર્મોપકરણમાં, મુલ્કી=મૂચ્છ વસ્ફો પરિયાદો=(એ) બાહ્ય પરિગ્રહ છે, મિચ્છત્તમ =મિથ્યાત્વાદિ રૂથરો ઇતર છે=અત્યંતર પરિગ્રહ છે. ગાથાર્થ : પૃથ્વીકાયાદિમાં આરંભ છે. ધર્મના સાધનને મૂકીને અન્ય વસ્તુનું ગ્રહણ અને ધર્મોપકરણમાં મૂચ્છ એ બાહ્ય પરિગ્રહ છે, મિથ્યાત્વાદિ અત્યંતર પરિગ્રહ છે. ટીકા : पृथिव्यादिषु कायेषु विषयभूतेषु आरंभ इत्यारम्भणमारम्भः सट्टनादिरूपः, परिग्रहणं परिग्रहः, असौ द्विविधः बाह्योऽभ्यन्तरश्च, तत्र धर्मसाधनं मुखवस्त्रिकादि मुक्त्वा बाह्य इति सम्बन्धः अन्यपरिग्रहणमिति गम्यते, मूर्छा च तत्र धर्मोपकरणे बाह्य एव परिग्रह इति, इतरस्त्वान्तरपरिग्रहो मिथ्यात्वादिरेव, आदिशब्दादविरतिदुष्टयोगा गृह्यन्ते, परिगृह्यते तेन कारणभूतेन कर्मणा जीव इति गाथार्थः ॥७॥ ટીકાર્ય પૃથિવ્યાતિ સાવિષ:, સારંગ' શબ્દની વ્યુત્પત્તિ કરે છે- આરંભવું એ આરંભ. જીવની પ્રવૃત્તિના વિષયભૂત એવા પૃથ્વી આદિ કાયોમાં સંઘટ્ટનાદિરૂપ આરંભ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy