________________
૧૮
પ્રવજ્યાવિધાનવસ્તુક / “સા' દ્વાર | ગાથા ૪-૫ એટલે નિરૂ = પ્રગટ અર્થપણાને આશ્રયીને અધિકપણાથી, કહેવાય છે, સમાસથી = સંક્ષેપથી, કહેવાય છે, પૂર્વાચાર્યોની જેમ વિસ્તારથી નહીં. આનુપૂર્વથી = પરિપાટીથી = ક્રમથી, કહેવાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પ્રવ્રયા, આગળમાં કહેવાનાર શબ્દાર્થવાળી છે અને આ પ્રકરણમાં પ્રવ્રજ્યા એ પ્રથમ અધિકાર છે. તે પ્રવ્રજયાનું નિરૂપણ ગ્રંથકાર પાંચ દ્વારોથી કરવાના છે, તેમાં “સા' રૂપે પ્રથમ દ્વારમાં નામાદિ ભેદથી પ્રવ્રયા બતાવાશે, વળી “ન' રૂપ દ્વિતીય દ્વારમાં કેવા પ્રકારના વિશિષ્ટ ગુરુએ પ્રવ્રયા આપવી જોઇએ? એ બતાવાશે, તથા “:' રૂપ તૃતીય દ્વારમાં કેવા પ્રકારના વિશિષ્ટ શિષ્યોને પ્રવ્રયા આપવી જોઇએ? તે બતાવાશે, અને “મિત્' રૂપ ચતુર્થ દ્વારમાં કેવા વિશિષ્ટ ક્ષેત્રાદિમાં પ્રવ્રજયા આપવી જોઇએ? તે બતાવાશે, તથા “વાર્થ' રૂપ પાંચમા દ્વારમાં કેવા પ્રકારના પ્રશ્નાદિ પૂછવાપૂર્વક પ્રવ્રજયા આપવી જોઈએ? તે બતાવાશે. આમ, પાંચેય દ્વારો વડે પ્રવજ્યાવિધાનરૂપ પહેલી વસ્તુનું કથન ગ્રંથકાર સંક્ષેપથી કરશે, પરંતુ પૂર્વાચાર્યોની જેમ વિસ્તારથી કરવાના નથી; અને આ પાંચેય દ્વારોનું વર્ણન ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં બતાવેલ ક્રમથી કરવાના છે, પરંતુ વ્યુત્ક્રમથી નહીં.
વળી, નિરુચ શબ્દનો વિશેષ અર્થ કરતાં કહે છે કે નિરુ વ્યક્તિ માં નિર ઉપસર્ગ આધિક્ય અર્થમાં છે અને તે આધિક્ય પ્રગટાર્થતાને આશ્રયીને કહેવાય છે. એનાથી એ ફલિત થયું કે પ્રવ્રજ્યાના સી આદિ પાંચ દ્વારોને ગ્રંથકાર આગળમાં એ રીતે બતાવવાનો છે કે જેથી દીક્ષા કોના વડે અપાવી જોઈએ, કોને અપાવી જોઈએ વગેરે દ્વારોનો અર્થ પ્રગટ રીતે જણાય. જોકે આ દ્વારોનું કથન ગ્રંથકાર સંક્ષેપથી કરવાના છે, તોપણ ભણનારને પ્રવ્રજયા આપવાનો અધિકારી, લેવાનો અધિકારી આદિ પદાર્થો સ્પષ્ટ રીતે જણાય, તે રીતે કહેવાના છે. માટે તે શબ્દનો પ્રયોગ ન કરતાં નિરાતે શબ્દનો પ્રયોગ કરેલ છે. અવતરણિકા :
तत्र 'तत्त्वभेदपर्यायैर्व्याख्या' इति न्यायमङ्गीकृत्य तत्त्वतः प्रव्रज्यां प्रतिपादयन्नाहઅવતરણિકાંર્થ :
કોઈપણ પદાર્થની “તત્ત્વ-ભેદ-પર્યાય વડે વ્યાખ્યા કરવી જોઈએ” એ પ્રકારના ન્યાયને આશ્રયીને, ત્યાં=પ્રવજ્યાવિધાનરૂપ પ્રથમ વસ્તુના “સા' નામના પ્રથમ દ્વારમાં, તત્ત્વથી પ્રવ્રયાને પ્રતિપાદન કરતાં કહે છે
અહીં “તત્ત્વ' શબ્દથી પ્રવ્રયાનો પારમાર્થિક અર્થ ગ્રહણ કરવાનો છે. તેથી પ્રસ્તુત ગાથામાં પ્રવજ્યાનો પારમાર્થિક અર્થ બતાવે છે
ગાથા :
पव्वयणं पव्वज्जा पावाओ सुद्धचरणजोगेसु। इअ मुक्खं पइ वयणं कारणकज्जोवयाराओ॥५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org