SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ગાથા ૩ अविरतसम्यग्दृष्ट्यादिविधानादीनाम् कार्याणि प्रव्रज्याविधानादीनि,अतो वस्तुकारणत्वात् तेषामपि वस्तुत्वमेव, विशिष्टस्वर्गगमनादीनि तु प्रव्रज्याविधानादिकार्याणि, अतो वस्तुकार्यत्वादमीषामपि वस्तुता, परिस्थूरव्यवहारनयदर्शनतः, तत्त्वतस्त्वधिकृतानामेव वस्तुत्वमिति गाथार्थः ॥ ३ ॥ * “મવરતીષ્ટચાર" માં મર પદથી દેશવિરતસમ્યગ્દષ્ટિનું ગ્રહણ કરવું છે અને વિધાન"માં માવ પદથી અવિરતસમ્યગ્દષ્ટિવિધાનની અને દેશવિરતસમ્યગ્દષ્ટિવિધાનની પ્રતિદિનક્રિયાનું ગ્રહણ કરવું છે. ટીકા : આ રીતે પણ “આ જ વસ્તુઓ છે,’ એ પ્રકારનું અવધારણ અયુક્ત છે; કેમકે અવિરતસમ્યગ્દષ્ટિ આદિના વિધાનાદિનું અને વિશિષ્ટસ્વર્ગગમન અને સુકુલની પ્રત્યાયાતિ દ્વારા =સુકુળની ફરી પ્રાપ્તિ દ્વારા, ફરી બોધિલાભ આદિનું પણ વસ્તુપણું છે, એ પ્રકારના કથનની આશંકા કરીને તેનું નિરાકરણ કરતાં કહે છે શેષ = અવિરતસમ્યગ્દષ્ટિ આદિના વિધાનાદિ, હેતુ અને ફળના ભાવથી વસ્તુઓ થાય છે. આજવાત સ્પષ્ટ કરે છે- અવિરતસમ્યગ્દષ્ટિ આદિ હેતુભાવથી = કારણના ભાવથી, વળી વિશિષ્ટસ્વર્ગગમન આદિ ફળભાવથી = કાર્યના ભાવથી, વસ્તુઓ થાય છે. શેષ વસ્તુઓ હેતુપણાથી અને ફળપણાથી કઈ રીતે છે? તે તથાદિ થી સ્પષ્ટ કરતાં કહે છે અવિરતસમ્યગ્દષ્ટિ આદિના વિધાનાદિનાં પ્રવ્રયાવિધાનાદિ કાર્યો છે. આથી વસ્તુઓનું = પ્રવ્રજ્યાવિધાનાદિરૂપ વસ્તુઓનું, કારણપણું હોવાથી તેઓનું પણ = અવિરતસમ્યગ્દષ્ટિ આદિનાવિધાનાદિનું પણ, વસ્તુપણું જ છે. વળી વિશિષ્ટ સ્વર્ગગમનાદિ પ્રવ્રયાવિધાનાદિનાં કાર્યો છે. આથી વસ્તુઓનું = પ્રવ્રયાવિધાનાદિરૂપ વસ્તુઓનું, કાર્યપણું હોવાથી આમની પણ = વિશિષ્ટસ્વર્ગગમનાદિની પણ, વસ્તુતાછે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય છે કે આ રીતે તો પાંચ કરતાં અધિક વસ્તુઓની પ્રાપ્તિ થઈ. તેથી પ્રવ્રયાવિધાનાદિ પાંચ જ વસ્તુઓ છે એ પ્રકારના વિકારની સંગતિ થશે નહિ. તેના સમાધાનરૂપે કહે છેટીકાર્ય : પરિસ્થૂલ વ્યવહારનયની દૃષ્ટિથી પ્રવજ્યાવિધાનાદિ પાંચ વસ્તુઓથી અન્ય પણ વસ્તુઓ છે. તત્ત્વથી = નિશ્ચયનયની દૃષ્ટિથી, તો અધિકૃતોનું જ = અધિકૃત એવી વ્રજ્યાવિધાનાદિ પાંચ વસ્તુઓનું જ, વસ્તુપણું છે. તેથી પાંચ જ વસ્તુઓ છે, એ પ્રકારે પવકારની સંગતિ થશે, એમ અન્વય છે. આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જ્ઞાનાદિ શ્રેષ્ઠ ગુણોનો આશ્રય હોય તેને જ વસ્તુ કહેવાય, એવો “વસ્તુ' શબ્દનો અર્થ કરવાથી ઘટપટાદિ વસ્તુઓનો વસ્તુરૂપે સ્વીકાર થતો નથી, પરંતુ આત્માને ઉપયોગી એવી જ્ઞાનાદિ ગુણોના આશ્રયવાળી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy