________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૧ સમ્યની સાથે વ્યભિચારી છે, તો પણ મન-વચન-કાયાના યોગોને વિશેષણ તરીકે ગ્રહણ કરીને તે ત્રણેય યોગોથી વિશિષ્ટ એવા સમ્યમ્ નમસ્કારનું અહીં ગ્રહણ છે.
વળી, જયાં વિશેષણ-વિશેષ્યભાવ હોય ત્યાં કોઈ વખત બંને પદનો વ્યભિચાર હોય તો ક્યારેક એક પદનો વ્યભિચાર હોય. જેમ કે, “નીલ ઉત્પલ' અહીં બંને પદનો વ્યભિચાર છે; કેમ કે સર્વ નીલ વસ્તુ ઉત્પલ જ હોય એવો નિયમ નથી, બીજી વસ્તુ પણ નીલ હોય. તેવી રીતે સર્વ ઉત્પલ નીલ જ હોય એવો પણ નિયમ નથી; કેમ કે ઉત્પલ રક્ત વગેરે પણ હોય. અને “અદ્રવ્ય એ સ્થળે એક પદનો વ્યભિચાર છે; કેમ કે પાણી દ્રવ્ય જ છે, તેથી અપદ દ્રવ્યપદનો વ્યભિચારી નથી, પરંતુ સર્વ દ્રવ્ય પાણીરૂપ જ નથી, પૃથ્વી વગેરે રૂપ પણ છે, આથી દ્રવ્યપદ અપપદનાં વ્યભિચારી છે. એ રીતે “પૃથ્વીદ્રવ્ય' એ સ્થળે પણ એક પદનો વ્યભિચાર છે; કેમ કે પૃથ્વી દ્રવ્ય હોવાથી પૃથ્વીપદ દ્રવ્યપદનો વ્યભિચારી નથી, પરંતુ સર્વ દ્રવ્ય પૃથ્વીરૂપ જ નથી, પાણી વગેરે રૂપ પણ છે, આથી દ્રવ્યપદ પૃથ્વીપદનો વ્યભિચારી છે.
આ રીતે સમ્યગુ નમસ્કાર કરવાની ક્રિયા સાથે ત્રણે યોગોનો અવ્યભિચાર છે, તોપણ ત્રણે યોગો સાથે સમ્યમ્ નમનનો વ્યભિચાર છે. આથી એક પદ વ્યભિચારી હોવા છતાં ત્રણેય યોગોને વિશેષણરૂપે અને સભ્યપદને વિશેષરૂપે ગ્રહણ કરવામાં કોઈ દોષ નથી. ટીકા : __न केवलं वर्द्धमानं नत्वा, किन्तु सङ्गं च = सम्यग्दर्शनादिसमन्वितप्राणिगणं च नत्वा, किम्? इत्याहपञ्चवस्तुकं यथाक्रमं कीर्तयिष्यामि, प्रव्रज्याविधानादीनि पञ्चवस्तूनि यस्मिन् प्रकरणे तत्पञ्चवस्तु, पञ्चवस्त्वेव पञ्चवस्तुकं ग्रन्थं, यथाक्रममिति यो यः क्रमो यथाक्रमः = यथापरिपाटि, कीर्तयिष्यामि = संशब्दयिष्यामीति નાથાર્થ: I ? ટીકાર્ય :
કેવલ વર્ધમાનસ્વામીને નમીને નહીં, પરંતુ સંઘને = સમ્યગદર્શનાદિથી સમન્વિત એવા પ્રાણિગણને, નમીને, શું? એથી કહે છે- પંચવસ્તુકને યથાક્રમે હું કીર્તીશ. આ કથનને સ્પષ્ટ કરે છે- પ્રવ્રજ્યાવિધાનાદિ પાંચ વસ્તુઓ જે પ્રકરણમાં છે તે પંચવસ્તુ; પંચવસ્તુ જ પંચવસ્તુક ગ્રંથ છે. યથાક્રમ એટલે કે જે ક્રમ છે તે તે ક્રમ પ્રમાણે, યથાક્રમે = યથાપરિપાટીએ, હું કીર્તન કરીશ = હું સંશબ્દ કરીશ. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સંઘ' એટલે સમ્યગદર્શનાદિ ગુણોથી યુક્ત જીવોનો સમુદાય. તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્મચારિત્ર આદિ ગુણોવાળા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સંઘને પણ અહીં નમસ્કાર કરેલ છે. જોકે ગ્રંથકાર ચારિત્રમાં છે, તેથી શ્રાવક-શ્રાવિકાને નમસ્કાર કરે નહીં, તોપણ ગુણોના સમુદાયરૂપ સંઘ જેમ કેવલજ્ઞાન પામ્યા પછી તીર્થકરોને પણ નમસ્કાર કરવા યોગ્ય છે, તેમ ચારિત્રમાં સ્થિત આચાર્યને પણ નમસ્કાર કરવા યોગ્ય છે. - પંચવટુ શું છે? તેથી કહે છે કે પ્રવ્રયાવિધાન આદિ પાંચ વસ્તુઓ જે પ્રકરણમાં છે તે પંચવસ્તુ નામનો ગ્રંથ છે; અને પ્રવ્રયાવિધાન આદિ પાંચ વસ્તુઓનું જે ક્રમથી સેવન કરવાનું છે, તે ક્રમથી જ . ગ્રંથકાર પ્રસ્તુત ગ્રંથમાં નિરૂપણ કરવાના છે, પરંતુ ઉત્ક્રમથી કે અક્રમથી કરવાના નથી. તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org