SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦. પ્રવાજ્યાવિધાનવસ્તુક | કર્થ” દ્વાર | ગાથા ૨૧૯ નયા = માયાથી દુરઉvi = દુઃખગહનમાં નિવાગા = પડાયા છે, તેહિં = તેઓને મર્સિ = આવા પ્રકારનું (પાપ) હોડું થાય છે. ગાથાર્થ : થોડું સુખ આપી જેઓ વડે કેટલાક પ્રાણીઓને મારાથી દુખગહનમાં નંખાયેલા હોય, તેઓને આવા પ્રકારનું પાપ થાય છે. ટીકા : __ईषत्कृत्वा सुखं गलप्रव्रजिताविधिपरिपालनादिना निपातिता यैर्दुःखगहने दुःखसङ्कटे मायया केचित् प्राणिन ऋजवस्तेषां सत्त्वानामीदृशं भवति ईदृक्फलदायि पापं भवतीति गाथार्थः ॥२१९॥ * “મવિધિપરિપાનનાવિના" માં મદ્દ શબ્દથી અનુકૂળ આહારાદિના દાનનું વગેરે ગ્રહણ છે. ટીકાર્ય : ગલથી પ્રવ્રજિત અને અવિધિથી પરિપાલનાદિ દ્વારા ઈષદ્ સુખને કરીને જેઓ વડે કેટલાક જુ= સરળ, પ્રાણીઓ=લોકો, માયાથી દુ:ખગહનમાં=દુઃખસંકટમાં, નંખાયા, તે જીવોને આવા પ્રકારનું થાય છે=આવા પ્રકારના અર્થાત્ જન્માંતરમાં દ્રવ્યચારિત્ર ગ્રહણ કરીને ગાથા-૨૧૮ માં બતાવેલ સંસારના ફળવાળું ભિક્ષાટન કરવું પડે એવા પ્રકારના, ફળને દેનારું પાપ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : કોઇ સાધુ કોઈ જીવને સુખના પ્રલોભનથી દીક્ષા આપે અને તેની પાસે અવિધિથી દીક્ષાનું પરિપાલન વગેરે કરાવવા દ્વારા તે દીક્ષા લેનાર શિષ્યને થોડું સુખ આપીને અવિધિના પરિપાલન વગેરેથી થયેલા પાપને કારણે તેને માયાથી ઘણા દુઃખના સંકટમાં પાડે છે. આવી રીતે માયા કરીને કેટલાક સરળ જીવોને દીક્ષા આપનાર ગુરુને આવા પ્રકારનું પાપ થાય છે, જેના કારણે ગૃહવાસને છોડીને પોતે પ્રવ્રયા ગ્રહણ કરે છે અને તે ગૃહવાસના પરિત્યાગથી આ લોકમાં પણ ભિક્ષાવૃત્તિ કરીને કષ્ટ પામે છે અને પરલોકમાં પણ દુર્ગતિઓની પરંપરા દ્વારા દુઃખો પામે છે. વળી શાસ્ત્રમાં “ગલમસ્ય” નો પ્રયોગ આવે છે અને તેનો અર્થ એ છે કે કાંટા ઉપર માંસનો ટુકડો મૂકીને માંસની લાલચ આપવા દ્વારા માછીમારો માછલાંને પકડે છે, તેમાં પ્રલોભન માટે અપાતા માંસના ટુકડાને નિ' કહેવાય છે અને તે માંસના પ્રલોભનથી પકડવામાં આવતાં માછલાંને “નમસ્ય' કહેવાય છે. તેવી રીતે ભૌતિક સુખના પ્રલોભનથી પ્રવ્રજયા આપવામાં આવતા સાધુને “પાગત' કહેવાય છે. ર૧ લા. અવતરણિકા : તથા ત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy