________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૧
વિશેષાર્થ :
પંચવસ્તુકને યથાક્રમે હું કહીશ' એ કથન દ્વારા પ્રયોજનાદિ કેવી રીતે પ્રતિપાદન થયાં? એ પ્રકારની વિચારકને જીજ્ઞાસા થાય. તેના સમાધાન માટે પ્રસ્તુત ગ્રંથમાં પ્રયોજનાદિ જણાવવાં આવશ્યક છે, અને તે આ પ્રમાણે
પ્રસ્તુત ગ્રંથમાં વક્તાનું પ્રયોજન અને શ્રોતાનું પ્રયોજન, એમ બે પ્રકારે પ્રયોજન છે અને તે બંને પ્રયોજનના પણ સાક્ષાત્ અને પરંપર એમ બે ભેદો છે.
ગ્રંથ ભણાવવામાં વક્તાનું સાક્ષાત્ પ્રયોજન એ છે કે શ્રોતાને પાંચ વસ્તુઓનો સમ્યમ્ બોધ કરાવવો અને મોક્ષમાર્ગમાં જોડવો, અને વક્તાનું પરંપર પ્રયોજન એ છે કે શ્રોતાને પંચવસ્તુઓનો બોધ કરાવવા દ્વારા અને મોક્ષમાર્ગમાં જોડવા દ્વારા પોતે મોક્ષની પ્રાપ્તિ કરવી.
ગ્રંથ ભણવામાં શ્રોતાનું સાક્ષાત્ પ્રયોજન પાંચ વસ્તુઓનો બોધ કરવો એ છે, અને પરંપર પ્રયોજન સમ્યમ્ બોધ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કરવો એ છે.
વળી, આ ગ્રંથનો વિષય પાંચ વસ્તુ છે, જે પાંચ વસ્તુઓ આગળની ગાથામાં ગ્રંથકાર સ્વયં બતાવવાના છે. તેથી આ ગ્રંથરચના નિર્વિષયક નથી.
પ્રસ્તુત ગ્રંથનો સંબંધ બે પ્રકારનો છેઃ (૧) ગુરુપર્વક્રમલક્ષણ સંબંધ અને (૨) વાચ્યવાચકભાવરૂપ સંબંધ. ગુરુપર્વક્રમ સંબંધથી આ ગ્રંથ સર્વજ્ઞકથિત છે, કેમ કે સર્વજ્ઞથી કહેવાયેલા જે પદાર્થો ગુરુના સંબંધથી ગ્રંથકારને પ્રાપ્ત થયા છે તે પદાર્થો ગ્રંથકાર દ્વારા આ ગ્રંથમાં બતાવાયા છે, તેથી ગુરુપર્વક્રમ સંબંધથી આ ગ્રંથ જિનવચન અનુસાર રચાયો છે અને તેથી આ સંબંધનું જ્ઞાન થવાથી આ ગ્રંથ મુમુક્ષુ માટે ઉપાદેય છે, એમ સિદ્ધ થાય છે. વળી, પ્રસ્તુત ગ્રંથ પાંચ વસ્તુઓનો વાચક છે અને એનાથી વાચ્ય એવી પાંચ વસ્તુઓ છે. આમ, આખા ગ્રંથની શબ્દરાશિ પાંચ વસ્તુઓ સાથે વાચ્યવાચકભાવરૂપે સુસંબદ્ધ છે, પણ અસંબદ્ધ નથી. તેથી પાંચ વસ્તુઓના જ્ઞાનના અર્થીએ આ ગ્રંથમાં યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો અર્થ ફલિત થાય છે.
પંચવસ્તુકને યથાક્રમે કીર્તન કરીશ” એટલા કથનથી સંક્ષેપમાં પ્રયોજનાદિ આ રીતે પ્રાપ્ત થાય છે
અહીં કહેવાનાર પાંચ વસ્તુઓ આત્મકલ્યાણના કારણભૂત પ્રવ્રયાવિધાન આદિ છે. તેથી આ ગ્રંથ ભણવાથી શ્રોતાને પાંચ વસ્તુઓનો બોધ થાય છે અને પરંપરાએ મોક્ષફળની પ્રાપ્તિ થાય છે, એ અર્થ જણાતો હોવાથી આ ગ્રંથ પ્રયોજનથી યુક્ત છે; અને આ ગ્રંથનો વિષય પાંચ વસ્તુ છે, તેથી આ ગ્રંથનું કથન નિરભિધેય નથી; અને આ ગ્રંથના શબ્દો પ્રવ્રયાવિધાનાદિ પાંચ વસ્તુઓના વાચક છે, તેથી વાચ્યવાચકભાવ સંબંધ પણ છે; અને પાંચ વસ્તુ ગ્રંથકારે પોતાની મતિથી કહી નથી, પણ સર્વશના વચનાનુસારે કહેલ છે, તેથી ગુરુપર્વક્રમલક્ષણ સંબંધ પણ આ ગ્રંથમાં અર્થથી જણાય છે. માટે આ ગ્રંથ સંબંધથી યુક્ત છે. ટીકા :
एष तावद्गाथाप्रस्ताव: समुदायार्थश्च, अधुनाऽवयवार्थोऽभिधीयते
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org