________________
પ્રવજ્યાવિધાનવસ્તક | ગાથા ૧
ટીકાર્ય :
અથવા પ્રકરણાર્થના કથનકાલમાં ઉપસ્થિત એવા પર વડે સંભાવ્યમાન એવા અનુપન્યાસના હેતુના નિરાકરણ માટે “યથાક્રમ પંચવસ્તકને કહીશ” એમ ગાથાના ઉત્તરાર્ધમાં કહેલ છે. ભાવાર્થ :
ગ્રંથકાર મકરસના અર્થને કહે. માટે તત્પર થયું તે સ્મૃયે ઉપસ્થિત એવો કોઈ જીવ અનુપન્યાસના હેતુની સંભાવના કરે કે આ ગ્રંથ પ્રયોજન, અભિધેય અને સંબંધ વગરનો છે, માટે આ ગ્રંથની રચના કરવી જોઈએ નહીં. તેના નિરાકરણ માટે “યથાક્રમ પંચવસ્તુને કહીશ', તેમ ગ્રંથકારે કહેલ છે. ઉત્થાન :
પર વડે રજૂ કરાતા અનુપન્યાસના કારણને સ્પષ્ટ કરવા માટે તથાદિથી કહે છેટીકા :
तथाहि-पञ्चवस्तुकाख्यं प्रकरणमारभ्यत इत्युक्ते सम्भावयत्येवं वादी परः, नारब्धव्यमेवेदं प्रकरणं, प्रयोजनरहितत्वात् उन्मत्तकविरुतवत्, तथा निरभिधेयत्वात् काकदन्तपरीक्षावत्, तथाऽसम्बन्धत्वात् दशदाडिमानीत्यादिवाक्यवत्; अतोऽमीषां हेतूनामसिद्धतोद्विभावयिषयेत्येतदाह पंचवत्थुगमहक्कम कित्तइस्सामि'। ટીકાર્થ :
પંચવસ્તક નામના પ્રકરણનો આરંભ કરાય છે, એ પ્રમાણે કહેવાય છd, પર વાદી આ પ્રમાણે સંભાવના કરે છે- આ પ્રકરણ આરંભ કરવા યોગ્ય જ નથી; કેમ કે ઉન્મત્ત કવિના સતની વચનની, જેમ પ્રયોજનથી રહિતપણું છે, અને કાગડાના દાંતની પરીક્ષાની જેમ નિરભિધેયપણું છે, તથા “દશ દાડમો’ ઈત્યાદિ વાક્યની જેમ અસંબંધપણું છે. આથી આ હેતુઓની અસિદ્ધતાનું ઉદ્વિભાવન કરવાની ઇચ્છા વડે “પંચવસ્તુકને યથાક્રમે હું કીર્તન કરીશ” એ પ્રકારના કથનને મૂળગાથાના ઉત્તરાર્ધમાં કહે છે. ભાવાર્થ :
પરવાદીના કહેવાનો આશય એ છે કે પંચવસ્તુ નામના ગ્રંથની રચના કરવી ઉચિત નથી; કેમ કે ઉન્મત્ત કવિ જેવી રીતે યથાતથા બોલે છે, વસ્તુતઃ તેના બોલવાનું કોઈ પ્રયોજન નથી, તેવી રીતે આ પ્રકરણની રચના પ્રયોજન રહિત છે.
વળી, કાગડાને દાંત હોતા નથી, છતાં કોઇને ઇચ્છા થાય કે મારે કાગડાના દાંતની પરીક્ષા કરવી છે, તો પરીક્ષાના વિષયભૂત વસ્તુ નહીં હોવાથી તે પરીક્ષા જેમ વિષય વગરની છે, તેમ ગ્રંથ રચવાનો કોઇ વિષય નહીં હોવાથી ગ્રંથનો આરંભ કરવો નિર્વિષયક છે.
વળી, કોઈ સહસા “દશ દાડમ બોલે, તો તે વાક્ય જેમ સંબંધ વગરનું જણાય છે, તેમ પ્રસ્તુત ગ્રંથમાં પણ કોઈ સંબંધ નથી, માટે આ ગ્રંથ અસંબંધ છે.
આ પ્રકારના પરવાદીના કથનને સામે રાખીને ગ્રંથકારે પરવાદીના આ હેતુઓની અસિદ્ધતા પ્રગટ કરવાની ઇચ્છાથી “પંચવસ્તુક નામના ગ્રંથનું યથાક્રમે કીર્તન કરીશ”, એમ ગાથાના ઉત્તરાર્ધમાં કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org