________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૧
ઉત્થાન :
વળી, અવતરણિકામાં કહેલ કે પ્રયોજનાદિના પ્રતિપાદન માટે પ્રથમ ગાથાનો ઉપન્યાસ કરેલ છે. તેથી પ્રશ્ન થાય કે પ્રયોજનાદિનું પ્રતિપાદન કરવાનું પ્રયોજન શું છે? તે બતાવવા અર્થે કહે છેટીકા : प्रेक्षापूर्वकारिणश्च प्रयोजनादिशून्ये न प्रवर्त्तन्त इति, उक्तं च
"सर्वस्यैव हि शास्त्रस्य कर्मणो वाऽपि कस्यचित् ।
यावत्प्रयोजनं नोक्तं तावत् तत्केन गृह्यते ॥१॥" इत्यादि, अतः प्रयोजनादिप्रतिपादनार्थं च पंचवत्थुगमहक्कम कित्तइस्सामि' इत्येतदाह, ટીકાઈ-ભાવાર્થ :
અને પ્રેક્ષાપૂર્વકારીઓ = પ્રેક્ષાપૂર્વક પ્રવૃત્તિ કરનારા વિચારક પુરુષો, પ્રયોજનાદિથી શૂન્ય કાર્યમાં પ્રવર્તતા નથી. ‘તિ' કથનની સમાપ્તિમાં છે. વિચારક પુરુષો પ્રયોજનાદિશૂન્યમાં પ્રવૃત્તિ કરતા નથી એ કથનમાં ૩d ૨ થી સાક્ષી આપે છે
જે કારણથી સર્વ જ શાસનું અથવા કોઈ પણ કર્મનું જ્યાં સુધી પ્રયોજન કહેવાયું ન હોય, ત્યાં સુધી તે= શાસ્ત્ર કે કર્મ, કોના વડે ગ્રહણ કરાય? અર્થાત્ વિચારક પુરુષ વડે ગ્રહણ ન કરાય.
આશય એ છે કે વિચારક જીવ પ્રવૃત્તિ કરવાનું પ્રયોજન દેખાય ત્યારે તેમાં પ્રવૃત્તિ કરે છે. તેથી કોઈ પણ શાસ્ત્ર ભણવાથી પોતાને શું પ્રાપ્ત થશે તેનું જ્ઞાન ન હોય અથવા કોઈ પણ ક્રિયા કરવાથી પોતાને શું ફળ પ્રાપ્ત થશે તેનું જ્ઞાન ન હોય, ત્યાં સુધી વિચારક જીવ તે શાસ્ત્ર ભણવામાં કે તે ક્રિયા કરવામાં પ્રયત્ન કરતો નથી.
આથી “પંચવસ્તુક નામના ગ્રંથને યથાક્રમે હું કહીશ” એ પ્રકારના કથનને પ્રયોજનાદિનું પ્રતિપાદન કરવા માટે ગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકાર કહે છે. * “પ્રયોગનારિ'માં રિપદથી સંબંધ અને વિષયનું ગ્રહણ કરવાનું છે અને ૩ર થી જેમ પ્રયોજનને કહેનાર સાક્ષીંગાથા આપી, તેમ રૂત્ય' શબ્દથી સંબંધને અને વિષયને કહેનાર સાક્ષીંગાથાનું ગ્રહણ કરવાનું છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે પ્રયોજનાદિથી શૂન્યમાં વિચારકની પ્રવૃત્તિ થતી નથી, તેથી પ્રયોજનાદિના પ્રતિપાદન માટે ગાથાના ઉત્તરાર્ધમાં “યથાક્રમે પંચવસ્તુકને કહીશ” એ પ્રમાણે કહેલ છે. હવે ઉત્તરાર્થના કથનને બીજી રીતે યોજતાં વા કારથી કહે છે
ટીકા :
प्रकरणार्थकथनकालोपस्थितपरसम्भाव्यमानानुपन्यासहेतुनिराकरणार्थं वा;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org