________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / કથં' દ્વાર
ગાથા ૨૦૪-૨૦૫
૨૦૫
હેતુ, આત્માના પરિણામરૂપ, અનપાયિની એવી નિરભિષ્યંગ વેદના અનુભવી શકાતી નથી; કેમ કે અભિષ્યંગ વગર ગૃહવાસનું પાલન થઇ શકતું નથી, અને અભિષ્યંગ હોતે છતે ઉક્ત સ્વરૂપવાળી ઉત્તમ કોટિની સંવેદના થઇ શકતી નથી; કેમ કે અભિષ્યંગ સાથે ઉત્તમ કોટિની નિરભિષ્યંગ સંવેદનાનો વિરોધ છે. આથી ગાથા-૧૮૪ માં પૂર્વપક્ષીએ કહ્યું કે ગૃહવાસમાં રત છતો જીવ ધર્મ સાધી શકે છે, તે વાત ઉચિત નથી; કેમ કે ગમે તેટલો સારો પણ ધર્મ ગૃહવાસમાં તો નીચલી કક્ષાનો થઇ શકે છે અને તેથી ગૃહવાસમાં રહેલો જીવ અલ્પ પ્રમાણમાં ચિત્તની સ્વસ્થતાનું સુખ અનુભવી શકે છે. આથી ઉત્તમ કોટિનો ધર્મ ક૨વા માટે અને ઉત્તમ કોટિની ચિત્તની સ્વસ્થતા મેળવવા માટે શક્તિસંપન્ન મુમુક્ષુએ પ્રવ્રજ્યા ગ્રહણ કરવી ઉચિત છે; અને શક્તિસંપન્ન પણ જે મુમુક્ષુનું પ્રત્રજ્યાગ્રહણને યોગ્ય તેવું સત્ત્વ પ્રગટ્યું ન હોય તે જીવ સંસારમાં રહીને ધર્મ કરે તે ઉચિત છે; પરંતુ ધર્મ ગૃહવાસમાં સારી રીતે સાધી શકાય, સંયમજીવનમાં નહીં, એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અસંગત છે. ૨૦૪
અવતરણિકા :
एतदेवाह
અવતરણિકાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે અભિષ્યંગ વગર ગૃહવાસનું પાલન થતું નથી, અને અભિષ્યંગ હોતે છતે નિરભિમ્બંગ વેદના થતી નથી, માટે ભાવથી પ્રવ્રજ્યા ગ્રહણ કરનારને આવી સુખરૂપ વેદના થઇ શકે છે. એ વાતને જ કહે છે
ગાથા :
आरंभपरिग्गहओ दोसा न य धम्मसाहणे ते उ । तुच्छत्ताऽपडिबंधा देहाहाराइतुल्लत्ता ॥ २०५ ॥
અન્વયાર્થ :
આરંભાિહનો રોમા=આરંભ-પરિગ્રહથી દોષો થાય છે, ઘમ્મસાહને ય=અને ધર્મના સાધનમાં તે ૩ ન=તે જ (દોષો) નથી; તુચ્છત્તાપડિબંધા=કેમ કે તુચ્છત્વ છે અને અપ્રતિબંધ છે. (પ્રતિબંધ નથી તો સાધુ ઉપકરણ કેમ ગ્રહણ કરે છે ? તેમાં હેતુ કહે છે-) વેજ્ઞાારાતુEત્તા=દેહ-આહારાદિનું (વસ્ત્રપાત્રાદિ સાથે) તુલ્યત્વ છે.
ગાથાર્થ :
આરંભ-પરિગ્રહથી દોષો થાય છે અને ધર્મના ઉપકરણભૂત વસ્ત્રાદિમાં તે જ દોષો થતા નથી; કેમ કે સાધુના વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણ તુચ્છ છે અને સાધુને તે વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણ પ્રત્યે પ્રતિબંધ નથી. અહીં પ્રશ્ન થાય કે સાધુને વસ્ત્ર-પાત્રાદિમાં પ્રતિબંધ નથી તો સાધુ વસ્ર-પાત્રાદિ ઉપકરણ ગ્રહણ કેમ કરે છે ? તેથી કહે છે કે દેહ-આહારાદિનું સાધુના વજ્ર-પાત્રાદિ ઉપકરણ સાથે સમાનપણું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org