________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૨૦૪
અવતરણિકા :
પૂર્વપક્ષીએ ગાથા-૧૮૦ માં સ્થાપન કરેલ કે ગૃહવાસનો ત્યાગ પાપના ઉદયથી થાય છે અને તેનું ગાથા-૧૮૧ થી ૧૮૩ માં સમર્થન કરીને ગાથા-૧૮૪ માં કહેલ કે ગૃહાશ્રમમાં રત, સંતુષ્ટ મનવાળો, અનાકુળ, ધીમાન, પરનું હિત કરવામાં એકરતિવાળો, મધ્યસ્થ પુરુષ ધર્મને સાધે છે. તેનું સામાન્યથી નિરાકરણ કરવા માટે ગ્રંથકારે અત્યાર સુધી ઇચ્છાની વિનિવૃત્તિથી પ્રવ્રુજિતને થતું મહાન સુખ બતાવ્યું. હવે આવા પ્રકારની સુખરૂપ વેદના ગૃહવાસમાં કેમ થઇ શકતી નથી, તે જણાવતાં કહે છે
ગાથા :
૨૦૪
न य एसा संजायइ अगारवासंमि अपरिचत्तंमि । नाभिस्संगेण विणा जम्हा परिपालणं तस्स ॥२०४॥
અન્વયાર્થ :
અગારવાÉમિ ય અચિત્તમિ=અને અગારવાસ નહીં ત્યજાયે છતે HT=આ=વેદના, ન સંજ્ઞાયફ =ઉત્પન્ન થતી નથી; નમ્હા=જે કારણથી અભિભંભેળ વિા=અભિષ્યંગ વિના તÆ=તેનું=અગારવાસનું, પરિપાતળ ન=પરિપાલન થતું નથી.
ગાથાર્થ :
ગૃહવાસનો ત્યાગ નહીં કરાયે છતે પૂર્વગાથામાં કહેવાયેલ ચાર વિશેષણોવાળી વેદના થતી નથી; જે કારણથી અભિષ્યંગ વિના ગૃહવાસનું પાલન થતું નથી.
ટીકા :
"
न चैषा = वेदना उक्तलक्षणा सञ्जायते अगारवासे = गृहवासेऽपरित्यक्ते भावतः किमिति ? नाभिष्वङ्गेण विना यस्मात् प्रतिपालनं तस्य = अगारवासस्य, न च तस्मिन् सतीयं भवतीति, विरोधादिति गाथार्थः ॥ २०४॥ નોંધ :
ટીકામાં ‘મવતીતિ’ શબ્દ છે, તેમાં 'વૃત્તિ' વધારાનો હોય, તેમ ભાસે છે.
ટીકાર્ય :
અને આપૂર્વગાથામાં કહેવાયેલ લક્ષણવાળી વેદના, ભાવથી અગારવાસ = હોતે છતે ઉત્પન્ન થતી નથી. ક્યા કારણથી ? એથી કહે છે
Jain Education International
જે કારણથી અભિષ્યંગ વિના તેનું=અગારવાસનું, પ્રતિપાલન થતું નથી, અને તે હોતે છતે=અભિષ્યંગ હોતે છતે, આ=ઉક્ત સ્વરૂપવાળી વેદના, થતી નથી; કેમ કે વિરોધ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ભાવથી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યા વગર ગાથા-૨૦૩ માં બતાવ્યા મુજબ તેવા પ્રકારના કર્મક્ષયનો
ગૃહવાસ, અપરિત્યક્ત
For Personal & Private Use Only
www.jainelibrary.org