________________
૨૮૦
પ્રવજ્યાવિધાનવસ્તક / “કર્થ' દ્વાર | ગાથા ૨૦૧
અવતારણિકા :
एतदेवाह - અવતરણિતાર્થ :
પૂર્વગાથાની ટીકામાં બતાવ્યું કે મહાશ્રમણ-મહાતપસ્વી એવા મુનિ ૧૨ મહિનાના પર્યાયમાં અનુત્તરવાસીદેવોની તેજલેશ્યાને વ્યતિક્રમે છે. ત્યારપછી શુક્લ-શુક્લાભિજાતિ થઈને સિદ્ધ થાય છે, યાવતું સંસારના અંતને કરે છે. એ વાતને જ કહે છે
तेण परं से सुक्के सुक्कभिजाई तहा य होऊणं। पच्छा सिज्झइ भयवं पावइ सव्वुत्तमं ठाणं ॥२०१॥
અન્વયાર્થ :
તેvr પરં= તેનાથી આગળ = બાર માસથી પછી, તે = આ = મુનિ, સુ= શુક્લ (અને) સુafમના = શુક્લાભિજાત્ય થાય છે, તહાં ય = અને તે પ્રકારે ઢut = થઈને પ = પાછળથી મયવં= ભગવાન fસા = સિદ્ધ થાય છે સબુત્તમ તાપ પાવરું = સર્વોત્તમ સ્થાનને પામે છે. ગાથાર્થ :
બાર મહિનાના સંચમપચય પછી મહાશ્રમણ-મહાતપરવી એવા મુનિ શુક્લ અને શુક્લાભિજાત્ય થાય છે, અને તેવા થઇને પાછળથી ભગવાન એવા તે મુનિ સિદ્ધ થાય છે અને સર્વોત્તમ સ્થાનને પામે છે.
ટીકા :
तेन इति द्वादशभ्यो मासेभ्यः ऊर्ध्वमप्रतिपतितचरणपरिणामः सन्नसौ शुक्लः कर्मणा शुक्लाभिजात्यः आशयेन, तथा च भूत्वा समग्रप्रशमसुखसमन्वितः पश्चात् सिद्धयति भगवान् एकान्तनिष्ठितार्थो भवति, प्राप्नोति सर्वोत्तमं स्थानं-परमपदलक्षणमिति गाथार्थः॥२०१॥
ટીકાર્થ :
તેનાથી = બાર મહિનાથી, ઉપર = પછી, અપ્રતિપતિત ચરણના પરિણામવાળા છતા આ = મહાશ્રમણ મહાતપસ્વી મુનિ, કર્મથી = સંયમની ક્રિયાથી, શુક્લ, આશયથી શુક્લાભિજાત્ય થાય છે; અને તે પ્રકારે થઈને સમગ્ર પ્રશમના સુખથી સમન્વિત એવા ભગવાન = ઐશ્વર્યવાળા મુનિ, પાછળથી સિદ્ધ થાય છે= એકાન્તથી નિષ્ઠિત અર્થવાળા થાય છે, અર્થાતુ એકાંતે સમાપ્તિ પામેલા પ્રયોજનવાળા થાય છે અને પરમપદ-સ્વરૂપ સર્વોત્તમ સ્થાનને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
બાર મહિનાના સંયમપર્યાયવાળા મહાશ્રમણ-મહાતપસ્વી એવા મહાત્માઓને અનુત્તરવાસી દેવો કરતાં પણ અધિક એવી વિશુદ્ધ કોટિની તેજોલેશ્યા પ્રગટે છે, અને ત્યારપછી અતિઅભ્યસ્ત થયેલી સંયમની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org