________________
૨૦૯
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ દ્વાર | ગાથા ૨૦૦ અને મોક્ષની ઇચ્છા પરમાર્થથી અનિચ્છાની ઇચ્છારૂપ છે, તેથી દીક્ષા ગ્રહણ કર્યા પછી મહામુનિઓ સર્વ ઇચ્છાઓને શમાવવા માટે પ્રવૃત્તિ કરતા હોય છે. આથી એક મહિનાના દીક્ષાપર્યાયમાં તેઓની તેજોવેશ્યા વ્યંતરદેવોની તેજોવેશ્યાથી પણ અધિક હોય છે અને ક્રમે કરીને વધતાં-વધતાં બાર મહિનાના સંયમપર્યાયમાં તેઓની તેજોલેશ્યા અનુત્તરવાસી દેવોની તેજોલેશ્યા કરતાં પણ અતિવિશુદ્ધ બની જાય છે.
અહીં “તેજોવેશ્યા' શબ્દથી સુખ અને પ્રભાવસ્વરૂપ તેજોવેશ્યાનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનુત્તરવાસી દેવોને જે પ્રકારનું ઉત્કટ સુખ છે અને જે પ્રકારનો તેઓનો પ્રભાવ હોય છે તેના કરતાં પણ નિઃસ્પૃહી મહામુનિઓનું સુખ બાર મહિનાના સંયમપર્યાયમાં અધિક હોય છે અને તેઓનો પ્રભાવ પણ અનુત્તરવાસી દેવો કરતાં અધિક થાય છે.
આ રીતે અનુત્તરોપપાતિક દેવોની તેજોવેશ્યા વ્યતિક્રમ્યા પછી આત્માની અતિશુદ્ધિ થવાને કારણે તે મહામુનિઓમાં શુક્લભાવ પ્રગટે છે, જે પ્રાયઃ કરીને શુક્લધ્યાનના પરિણામરૂપ છે. ત્યારપછી તેઓ શુક્લાભિજાતિ બને છે, જે શુક્લધ્યાનનો પ્રકર્ષરૂપ પરિણામ હોવો જોઇએ. ત્યારપછી તેઓનો નિર્મળ બનેલો આત્મા સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, યાવત્ સંસારના અંતને કરે છે.
- ભગવતીસૂત્રમાં જણાવેલ શ્રમણ નિગ્રંથોની સુખવૃદ્ધિ કેટલા માસના
કયા દેવોથી અધિકતર સુખ થાય? દીક્ષાપર્યાયમાં ૧ માસ
વાણવ્યંતરના દેવો ૨ માસ
અસુરેંદ્રોને છોડીને ભવનપતિના દેવો ૩ માસ
અસુરકુમારેંદ્રો ૪ માસ
ગ્રહગણ-નક્ષત્ર-તારારૂપ જ્યોતિષના દેવો ૫ માસ
સૂર્ય – ચંદ્રરૂપ જયોતિષેદ્રો ૬ થી ૧૦ માસ ક્રમશઃ ૧-૨, ૩-૪, ૫-૬, ૭-૮,
૯ થી ૧૨ વૈમાનિક દેવો ૧૧-૧૨માસ
ક્રમશઃ ૯ રૈવેયકના દેવો, ૫ અનુત્તરવાસી દેવો. અહીં “મહાશ્રમણ-મહાતપસ્વી' એ પ્રકારનાં શબ્દપ્રયોગથી એ જણાવવું છે કે સંયમ ગ્રહણ કર્યા પછી અત્યંત અપ્રમાદવાળા અને જ્ઞાન-ધ્યાનમાં અત્યંત યત્નવાળા સાધુઓ મહાશ્રમણ અને મહાતપસ્વી છે અને તેવા મહાત્માઓને આવા પ્રકારની ઉત્તમ તેજોલેશ્યા ક્રમસર વધે છે.
અહીં ‘લેશ્યા' શબ્દથી છ લેગ્યામાંથી ત્રીજી તેજોલેશ્યાને ગ્રહણ કરવી નથી; કેમ કે અનુત્તરવાસી દેવોને તો શુક્લલેશ્યા હોય છે, પરંતુ પુણ્યના ઉદયથી દેવોને જે સ્વસ્થતાનું સુખ છે, તેના કરતાં પણ નિઃસ્પૃહી મુનિઓને ઈચ્છાના શમનથી વિશેષકોટિનું સુખ થાય છે, એ રૂપ તેજોલેશ્યાનું ગ્રહણ કરવું છે. આથી ગાથા૧૯૬માં બતાવેલ છે કે સંસારી જીવોને ઇચ્છિત ભોગસામગ્રીની પ્રાપ્તિથી જે સુખ નથી થતું તે સુખ મુનિઓને ઇચ્છાની નિવૃત્તિથી થાય છે. ૨૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org