________________
૨૦૬
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૯૯
ગાથા :
पढमं पिजा इहेच्छा साऽवि पसत्थ त्ति नो पडिक्कुट्ठा। सा चेव तहा हेऊ जायइ जमणिच्छभावस्स ॥१९९॥
અન્વયાર્થ :
ફુદ = અહીં = સંસારમાં, પઢ૬ પિ = પ્રથમ પણ (પ્રવ્રજ્યાઆદિના કાળમાં) ના = જે છ = ઈચ્છા છે, સાવિ = તે પણ પત્થા = પ્રશસ્ત છે, ત્તિ = એથી ડ = પ્રતિકૃષ્ટ નથી; = = જે કારણથી તહીં = તે પ્રકારે (અભ્યાસ કરાતી એવી) સી ગ્રેવં તે જ =મોક્ષવિષયક ઇચ્છા જ, મચ્છમાવસ દેશ= અનિચ્છાભાવનો=કેવલીપણાનો, હેતુ નાયડુ = થાય છે. ગાથાર્થ :
પ્રવજ્યાગ્રહણ વગેરેના કાળમાં પણ મોક્ષના વિષયવાળી જે ઇચ્છા છે, તે પણ સંસારમાં પ્રશસ્ત છે, એથી પ્રષેિધ કરાઈ નથી; જે કારણથી સામાયિકસંચતાદિના અનુષ્ઠાનરૂપે અભ્યાસ કરાતી એવી મોક્ષની ઇચ્છા જ કેવલીપણાનું કારણ છે.
ટીકા :
__प्रथममपि प्रव्रज्यादिकाले या इहेच्छा मुक्तिविषया, सापि तस्यामवस्थायां प्रशस्तेतिकृत्वा नो प्रतिक्रुष्टा= न प्रतिषिद्धा, किमित्यत आह-सैवेच्छा तथा = तेन प्रकारेण = सामायिकसंयताद्यनुष्ठानरू पेणाभ्यस्यमाना हेतुर्जायते यद् = यस्मादनिच्छभावस्य = केवलित्वस्येति गाथार्थः ॥१९९ ॥ * “પ્રવ્રુક્યા વાત્સં" માં મારિ પદથી અસંગ અનુષ્ઠાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધીનો અભ્યાસ જેનાથી કરી શકાય એવા સર્વ અનુષ્ઠાનના કાળનું ગ્રહણ કરવાનું છે. * “સાડવ" માં ‘પિ' થી એ કહેવું છે કે પ્રવજ્યાદિન કાળમાં પ્રવ્રજ્યાદિના વિષયવાળી ઇચ્છા તો પ્રશસ્ત છે જ, પરંતુ મુક્તિના વિષયવાળી તે પણ = ઇચ્છા પણ, પ્રશસ્ત છે. ટીકાર્ય :
અહીં = સંસારમાં, પ્રથમ પણ પ્રવ્રયાદિકાળમાં મુક્તિના વિષયવાળી જે ઇચ્છા છે, તે પણ તે અવસ્થામાં = પ્રવજ્યાગ્રહણાદિના કાળમાં, પ્રશસ્ત છે, એથી કરીને પ્રતિષેધાઈ નથી. મોક્ષના વિષયવાળી ઇચ્છા કયા કારણથી પ્રશસ્ત છે? એથી કરીને કહે છે-જે કારણથી તે પ્રકારે = સામાયિકસંયતાદિના અનુષ્ઠાનરૂપે, અભ્યાસ કરાતી એવીતે જ ઇચ્છા = મોક્ષના વિષયવાળી જઇચ્છા, અનિચ્છાભાવનો = કેવલીપણાનો, હેતુ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે ઇચ્છાની નિવૃત્તિથી મોક્ષ થાય છે, તેથી પ્રવ્રયાગ્રહણાદિ અનુષ્ઠાન કરતી વખતે પણ મોક્ષની ઇચ્છા કરવી ન જોઇએ; પરંતુ અનિચ્છા મોક્ષનું કારણ હોવાથી પ્રથમ પણ અનિચ્છામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org