________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૯૯-૨૦૦
૨૦૦ યત્ન કરવો જોઇએ. આ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે કે પ્રવ્રયાગ્રહણાદિના કાળમાં પણ મોક્ષવિષયક ઇચ્છા પ્રશસ્ત છે, આથી ભગવાને મોક્ષની ઇચ્છા કરવાનો નિષેધ કર્યો નથી.
અહીં પ્રશ્ન થાય કે જે જેનું કારણ ન હોય તેમાં પ્રવૃત્તિ કરવાથી જેમ તે ફળ મળે નહીં, તેમ મોક્ષની ઇચ્છા પણ મોક્ષનું કારણ ન હોય તો મોક્ષની ઇચ્છા કરવાથી મોક્ષરૂપ ફળ મળી શકે નહિ; આમ છતાં મોક્ષના વિષયવાળી ઇચ્છાને પ્રશસ્ત કેમ કહી? તેથી કહે છે કે મોક્ષની ઇચ્છા મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરાવે છે અને પ્રથમ ભૂમિકામાં સામાયિકસંયતાદિ અનુષ્ઠાન કરવારૂપે અભ્યાસ કરાતી એવી મોક્ષની ઇચ્છા કેવલજ્ઞાનનું કારણ બને છે.
આશય એ છે કે પ્રારંભિક ભૂમિકામાં જીવ મોક્ષની અને મોક્ષના ઉપાયોની ઇચ્છા કરે છે, જે ઇચ્છાથી જીવની સંસારની ભોગવિષયક ઇચ્છાઓ શમી જાય છે અને જીવ અપ્રમાદભાવપૂર્વક સંયમમાં યત્ન કરી શકે છે. આ રીતે સંયમમાં યત્ન કરતા જીવનો સંયમનો અભ્યાસ પ્રકર્ષવાળો થાય છે, ત્યારે જીવ અસંગ અવસ્થાને પામે છે અને તે વખતે જીવની મોક્ષની ઇચ્છા પણ નિવર્તન પામે છે; અને તે અસંગભાવ પ્રકર્ષને પામે છે, ત્યારે જીવ કેવલજ્ઞાન પામે છે. આથી પ્રથમ ભૂમિકામાં મોક્ષની ઇચ્છા પ્રશસ્ત છે, માટે ભગવાને મોક્ષવિષયક ઇચ્છા કરવાનો નિષેધ કર્યો નથી. ૧૯ અવતરણિકા :
इतश्च प्रव्रजितस्यैव सुखमित्यावेदयन्नाहઅવતરણિકાર્ય :
અને આથી = જે કારણથી મોક્ષના વિષયવાળી જ ઈચ્છા અનિચ્છાભાવનો હેતુ છે એથી, પ્રવ્રુજિતને જ = મુનિને જ, સુખ છે; એ પ્રમાણે જણાવતાં ગ્રંથકાર કહે છેગાથા :
भणिअंच परममुणीहिमासाइवालसप्परीआए।
वणमायणुत्तराणं विईवयइ तेअलेसं ति ॥२००॥ અન્વયાર્થ :
મીફિકુવાનસપરિમાણ == અને માસની આદિથી બાર માસના પર્યાયમાં વધુમાપુરા (સાધુ) બંતરની આદિથી અનુત્તરવાળાઓની તેમ = તેજોવેશ્યાને વિવારૂ = વ્યતિક્રમે છે = ઓળંગે છે, ત્તિ = એ પ્રમાણે પરમપુufé fai = પરમમુનિ વડે = ભગવાન વડે, કહેવાયેલું છે. ગાથાર્થ :
૧ મહિનાથી માંડીને ૧૨ મહિનાના સંચમપર્યાયમાં સાધુ વ્યંતરદેવોથી માંડીને અનુત્તરવાસીદેવોની તેજોલેશ્યાને ઓળંગે છે, એવું પરમમુનિ એવા ભગવાન વડે કહેવાયેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org