________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૧૯૮
આશ્રયીને આ=ાયતે ઇત્યાદિ, કહેવાયું છે. વળી તેના અભાવમાં=ઇચ્છાના અભાવમાં, મુક્તિ થાય છે. કયા કારણથી ? એથી કરીને કહે છે- જે કારણથી કેવલીઓ અનિચ્છાવાળા કહેવાયા છે; કેમ કે “અમનસ્ક=મન વગરના, કેવલીઓ છે” એ પ્રકારનું શાસ્ત્રમાં વચન છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ભૌતિક પદાર્થો મેળવવા માટેની પ્રવૃત્તિની નિમિત્તભૂત એવી ઇચ્છાથી સંસારી જીવો ભૌતિક પદાર્થો મેળવવા માટે પ્રવૃત્તિ કરે છે, જે પ્રવૃત્તિથી તેઓને ભૌતિક અર્થો મળે છે અને ભૌતિક પદાર્થો મળવાને કારણે તેઓને સુખ થાય છે; અને યોગીઓને ભૌતિક પદાર્થોવિષયક ઇચ્છાના વિલયાદિકરૂપ અર્થને આશ્રયીને ગાથા-૧૯૬ માં કહ્યું કે ઇચ્છાનિવૃત્તિથી યોગીઓને સાંસારિક સુખ કરતાં અતિશયત સુખ થાય છે.
૨૦૫
વળી, મુક્તિ ઇચ્છાના અભાવથી થાય છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જેમ સંસારી જીવોને સાંસારિક ભોગની ઇચ્છા થઇ અને ભોગ મેળવવાના પ્રયત્નથી ભોગનું સુખ મળે છે, તેમ યોગીઓને મુક્તિની ઇચ્છા થઇ અને મુક્તિ મેળવવાના પ્રયત્નથી મુક્તિનું સુખ મળ્યું, તેમ ન કહી શકાય; કેમ કે જેમ સંસારી જીવોને ભોગની ઇચ્છાથી ભોગનું સુખ મળે છે, તેમ યોગીઓને મોક્ષની ઇચ્છાથી મોક્ષનું સુખ નથી મળતું, પરંતુ મોક્ષની ઇચ્છા થવાથી ભૌતિક પદાર્થોની ઇચ્છાનો ઉચ્છેદ થાય છે અને ક્રમે કરીને મોક્ષની ઇચ્છાનો પણ નાશ થાય છે, ત્યારે સર્વ પ્રકારની ઇચ્છાની નિવૃત્તિથી મોક્ષનું સુખ મળે છે. તેથી ઇચ્છાની નિવૃત્તિથી શ્રેષ્ઠ સુખ થાય છે, એ વાત સિદ્ધ થઇ; કેમ કે અનિચ્છાથી મોક્ષરૂપ પ્રકૃષ્ટ સુખ પ્રગટ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષ સર્વ પ્રકારની અનિચ્છાથી થાય છે એમાં પ્રમાણ શું છે ? તેથી કહે છે - કેવલીઓ અનિચ્છાવાળા હોય છે; કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે કેવલી ‘મને મોક્ષ પ્રાપ્ત થાઓ’ તેવા મનવાળા નથી, અને મોક્ષ કેવલીને થાય છે, કેવલી સિવાય અન્ય કોઇને નહીં.
વળી, પ્રારંભિક ભૂમિકામાં યોગીઓને મોક્ષ મેળવવાની ઇચ્છા થાય છે, તોપણ કેવલજ્ઞાનથી મોક્ષ થશે અને કેવલજ્ઞાન વીતરાગ થયા પછી થાય છે અને વીતરાગ થવા માટે સર્વ ઇચ્છાઓનું શમન કરવું પડે છે. તેથી સર્વ ઇચ્છાઓ શમાવવા માટે યોગીઓ અનિચ્છાની ઇચ્છા કરે છે અને તે અનિચ્છાની ઇચ્છા જીવને ઇચ્છાના ઉચ્છેદના ઉપાયભૂત એવા તપ-સ્વાધ્યાયાદિમાં સુદૃઢ યત્ન કરાવે છે, જેના બળથી ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરીને જીવ વીતરાગ બને છે. તેથી એ ફલિત થયું કે મોક્ષનું મહાન સુખ તો ઇચ્છાની નિવૃત્તિના પ્રકર્ષથી થાય છે. ૧૯૮
અવતરણિકા :
एवं तर्हि प्रथममपि प्रव्रज्यादौ तदिच्छाऽशोभना प्राप्नोतीत्येतदाशङ्क्याह
અવતરણિકાર્થ :
આ રીતે તો = ઇચ્છાનિવૃત્તિનું જ પ્રકર્ષપ્રાપ્ત ફળ મુક્તિ છે અને ઇચ્છાના અભાવમાં મુક્તિ થાય છે એ રીતે તો, પ્રથમ પણ પ્રવ્રજ્યાદિમાં તેની = મોક્ષની, ઇચ્છા અશોભન પ્રાપ્ત થાય. તેથી મોક્ષાર્થીએ પ્રવ્રજ્યા આદિ પણ મોક્ષની ઇચ્છાથી ગ્રહણ કરવા જોઇએ નહીં; કેમ કે મોક્ષની ઇચ્છા એ મોક્ષનું કારણ નથી, પરંતુ ઇચ્છાની નિવૃત્તિ જ મોક્ષનું કારણ છે. એની આશંકા કરીને ગ્રંથકાર કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org