________________
પ્રવૃજ્યાવિધાનવસ્તુક | “કથ' દ્વાર | ગાથા ૧૯૬
૨૦૧
ગાથા :
कंखिज्जइ जो अत्थो संपत्तीए न तं सुहं तस्स ।
इच्छाविणिवित्तीए जं खलु बुद्धप्पवादोऽयं ॥१९६॥ અન્વયાર્થ :
નો અર્થી = જે અર્થ વgિ = ઇચ્છાય છે, તે સંપત્તી = તેની સંપત્તિથી સુદં ર= તે સુખ નથી, નં હતુ= જે ખરેખર ફવિવિત્તી = ઇચ્છાની વિનિવૃત્તિથી છે. અર્થ = આ વૃદ્ધાવાવ = બુદ્ધનો પ્રવાદ છે = આપ્તપુરુષોનો પ્રવાદ છે. ગાથાર્થ :
જે અર્થ ઇચ્છાય છે તે અર્થની સંપ્રાપ્તિથી તે સુખ નથી થતું જે સુખ ખરેખર ઇચ્છાની વિનિવૃત્તિથી થાય છે. આ આપ્તપુરુષોનું કથન છે. ટીકા :
काक्ष्यते = अभिलष्यते योऽर्थः स्त्र्यादिः सम्पत्त्या = सम्प्राप्त्या न तत्सुखं तस्य अर्थस्य इच्छाविनिवृत्याऽत्र यत्खलु सुखं, बुद्धप्रवादोऽयम् = आप्तप्रवादोऽयमिति गाथार्थः ॥ १९६॥
* “સ્થાઃિ" માં
શબ્દથી રસનાદિ ચારેય ઇંદ્રિયોના વિષયભૂત ખાધાદિ પદાર્થોનું ગ્રહણ કરવાનું છે.
ટીકાર્થ :
સ્ત્રી આદિ રૂપ જે અર્થ = પદાર્થ, ઇચ્છાય છે, તે અર્થની સંપત્તિથી=સંપ્રાપ્તિથી, તે સુખ નથી, જે સુખ ખરેખર અહીં = સંસારમાં, ઇચ્છાની વિનિવૃત્તિથી છે. આ બુદ્ધનો પ્રવાદ છે = આ આપ્તનો પ્રવાદ છે = આપ્તપુરુષનું કથન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સંસારી જીવોને ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિથી સુખનો અનુભવ થાય છે, એ સુખ સિવાય અન્ય સુખનો સંસારી જીવોને અનુભવ હોતો નથી; જ્યારે મુનિઓને જે સુખનો અનુભવ થાય છે, તે અનુપમ કોટિનો હોય છે. અને આપ્તપુરુષોના વચનના બળથી પ્રસ્તુત ગાથામાં મુનિઓનું તે શ્રેષ્ઠ સુખ બતાવે છે
સંસારી જીવોને પોતાની ઇચ્છા પ્રમાણે પ્રાપ્ત થયેલા સ્ત્રી, ભોજન વગેરે ભૌતિક પદાર્થોના ભોગકાળમાં થતા સુખના અનુભવ કરતાં, વિષયોના વૈરાગ્યને કારણે જયારે વિષયોની ઇચ્છાની નિવૃત્તિ થાય છે, ત્યારે જીવને મહાન સુખ થાય છે; કેમ કે વિષયોની ઈચ્છા આકુળતારૂપ છે, અને તે ઇચ્છાથી આકુળ થયેલો જીવ જે શ્રમરૂપ ક્રિયા કરે છે તે ખરેખર ભોગપદાર્થ છે, જેમાં સુખ નથી, પરંતુ તે શ્રમરૂપ ક્રિયાથી જીવની ઇચ્છાનું ક્ષણિક શમન થાય છે, તે ઇચ્છાના શમનથી જીવને ક્ષણિક સુખનો અનુભવ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org