________________
૨૦૦
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૫. ગાથાર્થ :
વિષયોથી વિરાગ પામેલા જીવોને અને સધ્યાનથી ભાવિતા મતિવાળા જીવોને જે સુખ છે, તે સુખને અનુભવથી મુનિવર જ જાણે છે, પરંતુ અન્ય પણ જાણે છે એમ નહિ. ટીકા : ___ यद्विषयविरक्तानाम् असदिच्छारहितानां सौख्यं सद्ध्यानभावितमतीनां च धर्मध्यानादिभावितचित्तानां, तत् मनुते-जानाति मुनिवर एव साधुरेवानुभवतः अनुभवनेन, न पुनरन्योऽपि असाधुः, तथाऽनुभवाभावादिति ગથાર્થ: હા * “ધર્મધ્યાન'' માં શબ્દથી શુક્લધ્યાન, શાસ્ત્રાધ્યયન અને શાસ્ત્રશ્રવણનો સંગ્રહ છે. * “મન્નોવ” માં “મા” થી એ સમુચ્ય કરવાનો છે કે મુનિવર પણ જાણે છે, અને અન્ય પણ જાણે છે એમ નહિ, પરંતુ કેવલ મુનિવર જ જાણે છે. ટીકાર્ય :
વિષયોથી વિરક્તોને અસદ્રની ઈચ્છાથી રહિત જીવોને, અને સધ્યાનથી ભાવિતા મતિવાળાઓને ધર્મધ્યાનાદિથી ભાવિત ચિત્તવાળાઓને, જે સૌ=સુખ છે, તે અનુભવથી=અનુભવવા દ્વારા, મુનિવર જ= સાધુ જ, જાણે છે, પરંતુ અસાધુ એવા અન્ય પણ જાણે છે એમ નહિ; કેમ કે તે પ્રકારે=સુખનો જે પ્રકારે મુનિને અનુભવ છે તે પ્રકારે, અનુભવનો અભાવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પુણ્યાનુબંધી પુણ્યવાળા જીવોનું પુણ્ય જ્યારે પરિશુદ્ધ બને છે, ત્યારે શબ્દાદિ વિષયો પ્રત્યે રહેલો થોડો પણ રાગ તેઓમાંથી ચાલ્યો જાય છે, જેના કારણે તેઓમાં પૂર્વે રહેતી થોડી પણ વ્યાકુળતા ચાલી જાય છે. આથી તેઓ સત્શાસ્ત્રો ભણીને ધ્યાનથી ભાવિત મતિવાળા બને છે, તેથી તેઓનું ચિત્ત સદા ધર્મધ્યાનાદિમાં પ્રવૃત્ત હોય છે; અને વિષયોની વ્યાકુળતા વગરના ચિત્તવાળા તે જીવો શ્રેષ્ઠ કોટિનું જે સુખ અનુભવે છે તે મુનિવરો જ જાણે છે, તે સિવાય કોઈ પણ સંસારી જીવો તે સુખ જાણી શકતા નથી અર્થાત્ દેવેન્દ્રો, ચક્રવર્તી, મહારાજાઓને પણ તે સુખનો અનુભવ થઈ શકતો નથી, ફક્ત મહાત્માઓ જ તે સુખને અનુભવે છે. ૧૯પા અવતણિકા :
एतदेव समर्थयतिઅવતરણિતાર્થ :
પૂર્વગાથામાં વિષયોના વિરાગાદિવાળા જીવોને થતું મહાન સુખ બતાવ્યું. એનું જ પ્રસ્તુત ગાથામાં સમર્થન કરે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org