SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ' દ્વાર | ગાથા ૧૯૩ થી ૧૫ ૨૯ પુણ્યાનુબંધીપુણ્યનું સ્વરૂપ બતાવતાં કહે છે કે જેના ઉદયથી સંસારમાં પ્રાપ્ત થયેલા પણ ભોગોમાં અત્યંત અભિધ્વંગ થતો નથી, અને પરલોકના વિષયમાં પણ ઉપયોગી એવું દાન, ધ્યાન, તત્ત્વશ્રવણરૂપ અનુષ્ઠાન થાય છે, એ કુશલાનુબંધી પુણ્ય છે; કેમ કે તે પુણ્ય જન્માંતરમાં પણ કુશલનું કારણ છે. આશય એ છે કે ભૂતકાળમાં સારો ધર્મ કરેલો હોય તો પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે, જેના કારણે વર્તમાનમાં ભોગો પ્રાપ્ત થાય છે, અને તે મળેલી ભોગસામગ્રીમાં સર્વથા રાગ ન હોય તેવા જીવો તો સંયમ ગ્રહણ કરે છે; પરંતુ જેઓને તે મળેલી ભોગસામગ્રી પ્રત્યે ગાઢ નહીં પણ કાંઈક રાગ છે, તેઓ પુણ્યથી પ્રાપ્ત થયેલા તે ભોગોને નિરાકુળતાપૂર્વક ભોગવે છે, છતાં ભોગો પ્રત્યે ગાઢ રાગ નહિ હોવાથી તેઓને ધર્મ ઉપાદેય લાગે છે. આથી તેઓ પરલોકમાં હિતનું કારણ બને એવું પોતાની શક્તિ અનુસાર દાન કરે છે, પરમાત્માનું ધ્યાન કરે છે અને સંતુશાસ્ત્રોનું શ્રવણ કરે છે; કેમ કે આવા જીવોએ ભૂતકાળમાં પુણ્ય બાંધ્યું છે તે કુશળ ફળવાળું છે, જેના કારણે તેઓને ભૂતકાળના પુણ્યથી મળેલ ભોગસામગ્રી પણ ભાવિના હિતનું કારણ બને છે. વળી, આ પુણ્યાનુબંધી પુણ્ય પણ અભ્યાસના વશથી વિશેષ પ્રકારે પરિશુદ્ધ થાય છે. તે આ રીતે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જીવ પ્રાપ્ત થયેલા ભોગોને પણ ગાઢ રાગથી ભોગવતો નથી અને દાન, ધ્યાનાદિ પ્રવૃત્તિઓ કરે છે, જે દાન, ધ્યાનાદિ અનુષ્ઠાનના અભ્યાસથી પુણ્યાનુબંધી પુણ્ય પરિશુદ્ધ બને છે અને પરિશુદ્ધ બનેલો તે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય જીવમાં વિષયો પ્રત્યે વિરાગ ઉત્પન્ન કરે છે અને ધર્મધ્યાનનું કારણ બને છે; કેમ કે સંસારમાં દેખાય છે કે મહાપુણ્યશાળી મહાપુરુષો પ્રાપ્ત થયેલા વૈભવાદિને પણ તણખલાની જેમ છોડીને પ્રવ્રયા ગ્રહણ કરે છે. ll૧૯૩/૧૯૪ અવતરણિકા : एतच्च विषयविरागादि महत्सुखमित्याह - * “વિષયવિરામરિ" માં મારિ પદથી ધર્મધ્યાનનું ગ્રહણ કરવાનું છે. અવતરણિતાર્થ : અને આ પૂર્વગાથામાં કહ્યું કે પરિશુદ્ધ પુણ્યાનુબંધી પુણ્ય વિષયોમાં વિરાગનો હેતુ બને છે અને ધર્મધ્યાનનું નિમિત્ત છે એ, વિષયવિરાગાદિ ભાવો મહાન સુખરૂપ છે; એ પ્રમાણે કહે છેગાથા : जं विसयविरत्ताणं सुक्खं सज्झाणभाविअमईणं। तं मुणइ मुणिवरो च्चिअ अणुहवओ न उण अन्नोऽवि ॥१९५॥ અન્વયાર્થ : વિજયવિરત્તા = વિષયોથી વિરક્તોને(અને) સામવિકળ= સધ્યાનથી ભાવિત મતિવાળાને ઝં સુવર્ણ = જે સુખ છે, તે = તેને મજુવો = અનુભવથી મુનિવરો ત્રિમ = મુનિવર જ મુખડું = જાણે છે, ન ૩UT #ોવિ= પરંતુ અન્ય પણ નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy