SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૯૨-૧૯૩ ૨૬૦ છે. આથી તેઓ ગૃહવાસમાં રહીને વિશિષ્ટ અપ્રમાદથી સાધ્ય એવા ધર્મમાં યત્ન કરી શકતા નથી. તેથી પાપાનુબંધીપુણ્ય અને પાપાનુબંધીપાપ એ બંને પાપરૂપ છે. II૧૯૨ અવતરણિકા : यद्येवं किं विशिष्टं तर्हि पुण्यं ? इत्यत्राह અવતરણિકા : ગાથા-૧૮૯ માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે ભૂતકાળના અકુશલાનુબંધી પુણ્યના ઉદયથી વિદ્યમાન પણ ગૃહાદિમાં દૃઢ અભિષ્યંગ થાય છે, તેથી અકુશલાબંધી પુણ્ય પણ પરમાર્થથી પાપ છે અને ગાથા-૧૯૧ ના અંતે કહ્યું કે અકુશલાનુબંધી પાપના ઉદયથી અવિદ્યમાન ગૃહાદિમાં પણ પ્રાપ્તિ આદિની ચિંતા થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે જો આ પ્રમાણે છે તો કેવું વિશિષ્ટ એવું પુણ્ય છે ? એ પ્રકારની શંકામાં ગ્રંથકાર કહે છે ગાથા : - संतेसु वि भोगेसुं नाभिस्संगो दढं अणुट्ठाणं । अत्थि अ परलोगंमि वि पुन्नं कुसलाणुबंधिमिणं ॥ १९३॥ અન્વયાર્થ : અંતેષુ વિ = (જેના ઉદયથી) સત્ પણ મોળેલું = ભોગોમાં ઢ = દૃઢ અમિરૂંનો ન = અભિષ્યંગ થતો નથી, પરત્નોમિ વિ ઞ = અને પરલોકવિષયક પણ અનુઢ્ઢાળું = અનુષ્ઠાન અસ્થિ = છે, ફળ સભાનુવંધિમ્ પુત્રં = એ કુશલાનુબંધવાળું પુણ્ય છે. ગાથાર્થ : જેના ઉદયથી વિધમાન પણ ભોગોમાં દૃઢ અભિષ્યંગ થતો નથી, અને પરલોકના વિષયમાં પણ દાન, ધ્યાનાદિ અનુષ્ઠાન છે, એ કુશલાનુબંધી પુણ્ય છે. ટીકા : इह यदुदयात् सत्स्वपि भोगेषु शब्दादिषु नाभिष्वङ्गो दृढम् = अत्यर्थम्, अनुष्ठानं अस्ति च परलोकेऽपि दानध्यानादि, पुण्यं कुशलानुबन्धीदं, जन्मान्तरेऽपि कुशलकारणत्वादिति गाथार्थः ॥ १९३ ॥ * ‘‘ખમ્માન્તરેવિ’’ માં ‘પિ' થી એ જણાવવું છે કે કુશલાનુબંધી પુણ્ય આ ભવમાં તો કુશલનું કારણ છે, પરંતુ જન્માંતરમાં પણ = પરભવમાં પણ, કુશલનું કારણ છે. * “નધ્યાનાવિ'' માં આર્િ શબ્દથી તત્ત્વશ્રવણનો સંગ્રહ છે. Jain Education International * “સત્ત્વપિ’” માં ‘અપિ’ થી એ સમુચ્ચય કરવો છે કે જે પુણ્યના ઉદયથી અવિધમાન શબ્દાદિ ભોગોમાં તો અભિષ્યંગ થતો નથી, પરંતુ વિધમાન પણ શબ્દાદિ ભોગોમાં દૃઢ અભિષ્યંગ થતો નથી. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy