SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” દ્વાર | ગાથા ૧૯૨ ગાથા : दीणो जणपरिभूओ असमत्थो उअरभरणमित्तेऽवि। चित्तेण पावकारी तह वि हु पावष्फलं एअं॥१९२ ॥ અન્વયાર્થ : વીળો = દીન, ગUપરિમૂજ = જનથી પરિભૂત, મમરામિત્તેવિ = ઉદરભરણમાત્રમાં પણ મસમો = અસમર્થ છે, તદ વિ = તોપણ વિત્તે પાવાથી = ચિત્તથી પાપને કરનારો છે; ૩ પવિત્ન = આ પાપનું ફળ છે. * 'ટુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : દીન, લોકોથી ગહિંત, પેટ પૂરવામાત્રમાં પણ અસમર્થ છે, તોપણ ચિત્તથી પાપને કરનારો છે; આ પાપાનુબંધીપાપનું ફળ છે. ટીકા : दीन: कृपणः जनपरिभूतो लोकगर्हितः असमर्थः उदरभरणमात्रेऽपि आत्मम्भरिरपिन भवति,चित्तेन पापकारी तथापि तु, एवंभूतोऽपि सन् असदिच्छया पापचित्त इत्यर्थः, पापफलमेतदिति जन्मान्तरकृतस्य कार्यं भाविनश्च कारणमिति गाथार्थः ॥१९२॥ ટીકાર્ય : દીન-કૃપણ, જનથી પરિભાવ પામેલોડ્યુલોકથી ગહ પામેલો, ઉદર ભરવામાત્રમાં પણ અસમર્થ છે =પોતાના પેટને ભરનાર પણ થતો નથી; તોપણ ચિત્તથી પાપને કરનાર છે=આવા પ્રકારનો પણ છતો અસહ્ની ઇચ્છાથી પાપી ચિત્તવાળો છે. આનંદીન, જનથી પરિભૂત અને ઉદર ભરવામાત્રમાં પણ અસમર્થ છે તોપણ ચિત્તથી પાપકારી છે એ, પાપનું ફળ છે. “પાપ' શબ્દનું જ તાત્પર્ય ખોલે છે- જન્માંતરમાં કરાયેલા પાપનું કાર્ય છે અને ભાવિનું ભવિષ્યમાં થનાર પાપનું, કારણ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : કેટલાક જીવોને ભૂતકાળના પાપાનુબંધીપાપના ઉદયથી ભોગો પ્રાપ્ત થયેલા હોતા નથી, છતાં ભોગોમાં ગાઢ રાગ હોય છે; અર્થાત્ આ ભવમાં ધનાદિ વગરના હોય છે, લોકોમાં નિંદાપાત્ર થાય છે અને પોતાનું પેટ ભરવા માટે પણ અસમર્થ હોય છે, છતાં અસત્ એવા વિષયોની ઇચ્છા કરી કરીને તેઓ આર્તધ્યાન કરનારા હોય છે, જેથી પરલોકમાં પણ તેઓ આવા દીનાદિ ભાવવાળા થાય છે. આ રીતે ગાથા-૧૮૯ થી ૧૯૨ ના કથનનું તાત્પર્ય એ છે કે પાપના અનુબંધવાળા જીવોને વિષયો પ્રત્યે ગાઢ રાગ હોય છે, તેથી તેઓને ભૂતકાળના પુણ્યના ઉદયથી વૈભવાદિ મળ્યા હોય તો વધારવા વગેરેની અને ભૂતકાળના પાપના ઉદયથી વૈભવાદિ ન મળ્યા હોય તો મેળવવા વગેરેની સતત ચિંતા વર્તતી હોય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy