SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૮૫-૧૮૬ વળી, આનાથી જે વિપરીત છે તે પુણ્ય છે અને પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલ વૈભવવાળો ગૃહવાસ સ્વરૂપથી સંક્લેશ વગરનો છે અને તેનો ભોગવટો પણ જીવ સંક્લેશ વગર કરે છે. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ૧૮પી અવતરણિકા : एवमनयोः स्वरूप उक्ते सत्याहઅવતરણિતાર્થ : આ રીતેeગાથા-૧૮૫ માં જણાવ્યું એ રીતે, આ બેનું=પુણ્ય-પાપનું, સ્વરૂપ પૂર્વપક્ષી દ્વારા કહેવાય છતે ગ્રંથકાર કહે છે ગાથા : जइ एवं किं गिहिणो अत्थोवायाणपालणाईसु। विअणा ण संकिलिट्टा? किंवा तीए सरूवं ति? ॥१८६॥ અન્વયાર્થ : નડું=જો વં=આ પ્રમાણે છેઃપુણ્ય-પાપનું સ્વરૂપ પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ બતાવ્યું એ પ્રમાણે છે, (તો) દ્વિ દિ=શું ગૃહવાળાઓને મલ્યોવાથી પાડું=અર્થના ઉપાદાન, પાલનાદિમાં વિનિ વિUT ?=સંક્લિષ્ટ વેદના નથી ? (પૂર્વપક્ષી કહે કે સંક્લેશવાળી વેદના નથી, તો આચાર્ય પૂછે છે.) તીણ વા = અથવા તેનું = સંક્લેશવાળી વેદનાનું, સરૂä fઉં ? = સ્વરૂપ શું છે? * “તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : જો પુણ્ય-પાપનું સ્વરૂપ પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ બતાવ્યું એ પ્રમાણે છે, તો શું ગૃહસ્થોને અર્થનું ઉપાદાન, પાલન વગેરેમાં સંક્લેશવાળી વેદના નથી થતી? આ પ્રકારના ગ્રંથકારના પ્રશ્નમાં પૂર્વપક્ષી કહે કે સંક્લેશવાળી વેદના થતી નથી, તો આચાર્ય પૂછે છે- અથવા સંક્લેશવાળી વેદનાનું સ્વરૂપ શું છે? ટીકા : ___ यद्येवं = पुण्यपापयोः स्वरूपं यथाऽभ्यधायि भवता नन्वेवं,किं गृहिण: अर्थोपादानपालनादिषु सत्सु आर्त्तध्यानाद्, आदिशब्दानाशादिपरिग्रहः, वेदना न सक्लिष्टा ? सक्लिष्टेवेत्यभिप्रायः, किं वा तस्याः = सक्लिष्टायाः वेदनायाः स्वरूपं ? यदेषाऽपि सक्लिष्टा न भवतीति गाथार्थः ॥१८६॥ ટીકાર્ય : નનુથી ગ્રંથકાર પૂર્વપક્ષીને પૂછે છે-જો આ પ્રમાણે છે = જે પ્રમાણે પુણ્ય અને પાપનું સ્વરૂપ તમારા વડે કહેવાયું એ પ્રમાણે છે, તો ગૃહીઓને અર્થનું ઉપાદાન, પાલનાદિ કરાયે છતે આર્તધ્યાન થવાને કારણે શું વેદના સંક્લિષ્ટ નથી? અર્થાત્ સંક્લિષ્ટ જ છે, એ પ્રકારનો ગ્રંથકારનો અભિપ્રાય છે. અથવા તેનું = Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy