SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫. પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૮૧ થી ૧૮૫ તેમને યોગ્ય સમયે સદા મળતું નથી. તેથી સાધુ હંમેશાં રહેવાના સ્થાનની અને આહારની ચિંતામાં સમય પસાર કરે છે, તેથી તેને શુભધ્યાન સંભવી શકે નહિ. આ પ્રમાણે ગાથા-૧૮૩ માં દીક્ષા પાપના ઉદયથી થાય છે અને દીક્ષામાં ધર્મ સંભવતો નથી, એમ બતાવીને, હવે ધર્મ કઈ રીતે સાધી શકાય ? તે બતાવવા પૂર્વપક્ષી કહે છે જે કારણથી સંયમજીવનમાં ધર્મની પ્રવૃત્તિ સંભવતી નથી, તે કારણથી ધર્મની સાધના જેણે કરવી હોય; તેણે સંતોષી મનવાળા થઈને ગૃહકાર્યની ઉચિત પ્રવૃત્તિઓ કરવી જોઇએ; પરંતુ લોભને પરવશ થઇને કેવલ ધનસંચયમાં શક્તિનો વ્યય કરવો જોઈએ નહિ. વળી ગૃહનાં કાર્યો કરવામાં મૂઢ થઈને જીવવું જોઇએ નહિ, પરંતુ પોતાની પ્રાથમિક જરૂરીયાતો મેળવ્યા પછી મનને અનાકુળ કરીને સપ્રવૃત્તિઓમાં યત્ન કરવો જોઇએ અને તત્ત્વને જાણવામાં સદા યત્ન કરીને બુદ્ધિમાન થવું જોઇએ, જેથી જગતમાં તત્ત્વ શું છે? અતત્ત્વ શું છે? તે જાણીને આત્માને તત્ત્વથી વાસિત ચિત્તવાળો રાખી શકાય. તથા ગૃહસ્થાશ્રમમાં પણ પારકાનું હિત કરવામાં એકતિને ધારણ કરવી જોઇએ, પરંતુ કેવલ પોતાની ઉદરપૂર્તિની વિચારણા કરીને સ્વાર્થી બનવું જોઇએ નહિ અને ભોગસામગ્રીમાં રાગ-દ્વેષ કર્યા વગર મધ્યસ્થતા ધારણ કરવી જોઇએ, જેના કારણે શુભધ્યાન રહેવાથી ધર્મની સાધના થઈ શકે. આ પ્રકારનો પૂર્વપક્ષીના કથનનો આશય છે. I૧૮૧/૧૮૨/૧૮૩/૧૮૪ો અવતરણિકા : एष पूर्वपक्षः, अत्रोत्तरमाह- . અવતરણિકાર્ય : આ=ગાથા-૧૮૦ થી ૧૮૪માં બતાવ્યો એ, પૂર્વપક્ષ છે. અહીં=પાપના ઉદયથી ગૃહવાસનો ત્યાગ થાય છે અને ગૃહવાસના ત્યાગથી ધર્મ થઈ શક્તો નથી, એ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે ગાથા : किं पावस्स सरूवं किंवा पुन्नस्स? संकिलिटुंजं । वेइज्जइ तेणेव य तं पावं पुण्णमिअरं ति ॥१८५॥ અન્વયાર્થ : હિં પાવ સરૂ વે કિં વા પુત્ર?= (આચાર્ય પૂર્વપક્ષીને પૂછે છે-) પાપનું સ્વરૂપ શું? અને પુણ્યનું શું? (તેનો પૂર્વપક્ષી જવાબ આપે છે-) = સંક્ષિત્રિદં=જે સંક્લિષ્ટ છે તેવી ચ=અને તેના વડે જ=સંક્લેશ વડે જ, વેફmટ્ટ=વેદાય છે તે પાવંતે પાપ છે, રૂગર પુuv=ઈતર પુણ્ય છેપાપથી વિપરીત હોય તે પુણ્ય છે. * ‘વા' વકાર અર્થમાં છે. * *તિ' કથનની સમાપ્તિ માટે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy