SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ગાથાર્થ : ગાથા-૧૮૩ માં સ્થાપન કર્યું કે શુભધ્યાનથી ધર્મ થાય છે અને ગૃહવાસનો ત્યાગ કરનારને શુભધ્યાન થઇ શકતું નથી; તે કારણથી ગૃહાશ્રમમાં રત, સંતોષી મનવાળા, અનાકુળ, બુદ્ધિમાન, પરનું હિત કરવામાં એકરતિવાળા, મધ્યસ્થ ધર્મને સાધે છે. ટીકા ઃ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૧૮૪ यस्मादेवं तस्मात् गृहाश्रमरतः सन्, सन्तुष्टमनाः न तु लोभाभिभूतः, अनाकुलो न तु सदा गृहकर्त्तव्यतामूढः, धीमान् = बुद्धिमान् तत्त्वज्ञः, परहितकरणैकरतिः न त्वात्मम्भरिः, धर्म्यं साधयति मध्यस्थो न तु क्व चिद् रक्तो द्विष्ट वेति गाथार्थः ॥ १८४॥ ટીકાર્ય : જે કારણથી આમ છે = ગાથા-૧૮૦ થી ૧૮૩ માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું એમ છે, તે કારણથી સંતોષ પામેલ મનવાળા પરંતુ લોભથી અભિભૂત નહીં; અનાકુળ પરંતુ સદા ઘરસંબંધી કર્તવ્યતામાં મૂઢ નહીં; ધીમાન = બુદ્ધિમાન એવા તત્ત્વને જાણનાર, પરહિતકરણમાં એકરતિવાળા પરંતુ આત્માને ભરનાર નહીં = સ્વાર્થી નહીં; મધ્યસ્થ પરંતુ ક્યાંક રક્ત કે દ્વિષ્ટ નહીં = ક્યાંક રાગવાળા કે ક્યાંક દ્વેષવાળા નહીં; આવા પ્રકારના ગૃહાશ્રમમાં રત છતા ધર્મને સાધે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. – ભાવાર્થ : જેવી રીતે પુણ્ય વગરના જીવોનું ઘણા સંક્લેશથી પ્રાપ્ત થયેલું ધન પણ નાશ પામે છે, તેવી જ રીતે ભૂતકાળમાં કરેલ ધર્મ દ્વારા બંધાયેલ પુણ્યથી વર્તમાનમાં પ્રાપ્ત થયેલ વૈભવયુક્ત ગૃહવાસનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરનારાઓનો ગૃહવાસ પણ પાપના ઉદયથી જ નાશ પામે છે; કેમ કે પૂર્વભવમાં તેમણે તુચ્છ કોટિનું પુણ્ય કરેલું છે, જેના કારણે પહેલાં તેઓને વૈભવથી યુક્ત ગૃહવાસ મળ્યો અને પાછળથી તે નાશ પામ્યો. આ રીતે દૃષ્ટાંતથી ગાથા-૧૮૧ માં દીક્ષા પાપના ઉદયથી થાય છે, તેમ બતાવીને, હવે અનુભવના બળથી દીક્ષા પાપના ઉદયથી કઇ રીતે છે ? તે બતાવે છે દીક્ષા ગ્રહણ કર્યા પછી સાધુને રહેવા માટે કોઇ આશ્રય હોતો નથી, તરસ લાગે ત્યારે પાણી પણ તરત મળતું નથી પરંતુ યાચના કરીને લાવવું પડે છે અને ન મળે ત્યાં સુધી તરસ પણ વેઠવી પડે છે. વળી ભૂખ લાગે ત્યારે ભોજન પણ તૈયાર મળતું નથી પરંતુ યાચના કરીને લાવવું પડે છે અને ન મળે ત્યાં સુધી ભૂખ પણ સહન કરવી પડે છે. આ રીતે ભૂખ-તરસને સહન કરતા, રહેવાના સ્થાન વગર રખડતા એવા સાધુ, ભૂતકાળમાં કરેલા પાપના ફળને ભોગવે છે; આમ અનુભવથી ગાથા-૧૮૨ માં દીક્ષા એ પાપનું ફળ છે, એમ બતાવીને, હવે દીક્ષામાં ધર્મની સાધના કઇ રીતે થઇ શકતી નથી, તે બતાવે છે શુભધ્યાનથી ધર્મની પ્રાપ્તિ થાય છે એ વાત સર્વ દર્શનકારોને માન્ય છે, અને ઘર, ભોજનસામગ્રી આદિ સર્વથી રહિત સાધુને તે ધર્મધ્યાનાદિ શુભધ્યાન ક્યાંથી હોય ? કેમ કે ઠંડી-ગરમીથી રક્ષણ માટેનું રહેઠાણ તો દૂર રહો, પરંતુ શુભધ્યાનના કારણીભૂત એવી કાયાના ઉપખંભનો હેતુ એવું ભોજન પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy