SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૮૨-૧૮૩ ગાથા : चत्तंमि घरावासे ओआसविवज्जिओ पिवासत्तो। खुहिओ अपरिअडंतो कहंन पावस्स विसउत्ति? ॥१८२॥ અન્વયાર્થ : ઘરાવાસે વત્તમિત્રગૃહાવાસ ત્યજાયે છતે મોરાવિવMો =અવકાશથી વિવર્જિત, ઉપવાસ પિપાસાર્ત =તૃષાથી પીડિત, વૃHિ =અને યુધિત પરિવંતો રખડતો કેવી રીતે પાવસ વિસો =પાપનો વિષય ન થાય ? * ‘ત્તિ' કથનની સમાપ્તિ અર્થે છે. ગાથાર્થ : ગૃહાવાસનો ત્યાગ કરાયે છતે આશ્રયથી રહિત, તૃષાથી પીડિત અને ભૂખથી પીડિત, પરિભ્રમણ કરતા એવા સાધુ કેવી રીતે પાપનો વિષય ન થાય? અથત થાય જ. ટીકા : त्यक्ते गृहावासे प्रव्रजितः सन्नित्यर्थः अवकाशविवर्जितः आश्रयरहितः पिपासार्त्तः तृट्परीतः क्षुधितश्च पर्यटन् कथं न पापस्य विषय इति, पापोदयेन सर्वमेतद्भवतीति गाथार्थः ॥१८२॥ ટીકાર્ય : ગૃહાવાસ ત્યજાયે છતે અર્થાત્ પ્રવ્રજિત છતા, અવકાશથી વર્જિત=આશ્રયથી રહિત, પિપાસાથી આર્ત તૃષાથી ઘેરાયેલા, અને સુધિત=ભૂખ્યા, ચારેય બાજુ ભટકતા એવા સાધુ કેવી રીતે પાપનો વિષય ન થાય? અર્થાત્ થાય જ. આ સર્વ=ઉપરમાં કહેલ આશ્રયથી રહિતાદિ સર્વ, પાપના ઉદયથી થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા : तथा चाह અવતરણિકાર્ય : અને તે રીતે કહે છે અર્થાત્ જે રીતે પ્રવ્રજિત એવા સાધુ ઘર વગરના, ક્ષુધા-તૃષાથી પીડિત, ભટકતા એવા પાપનો વિષય બને છે, તે રીતે દીક્ષા લેવાથી ધર્મ પણ થતો નથી; તે બતાવતાં કહે છેગાથા : सुहझाणाओ धम्मो सव्वविहीणस्स तं कओ तस्स? । अण्णं पि जस्स निच्चं नत्थि उवटुंभहेउ त्ति ॥१८३॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy