________________
૨૫૦
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ' દ્વાર | ગાથા ૧૮૦
ગાથા :
अण्णे अगारवासं पावाउ परिच्चयंति इइ बिति ।
सीओदगाइभोगं अदिन्नदाण त्ति न करिति ॥१८०॥ અન્વયાર્થ :
મરવાસં= (દીક્ષા લેનારાઓ) અગારવાસને પાવા =પાપથી રિશ્વયંતિ ત્યજે છે, મન્નિના =અદત્તદાનવાળા છે. ઉત્ત=એથી સીસોદ્રામોજાં=શીતોદક વગેરેના ભોગને જ રિતિઃકરતા નથી, રૂફ મને વિંતિકએ પ્રમાણે અન્ય વાદીઓ કહે છે.
ગાથાર્થ :
દીક્ષા લેનાર જીવો ગૃહવાસને પાપના ઉદયથી ત્યજે છે, ભૂતકાળમાં દાન આપેલું નથી, એથી દીક્ષા લેનારાઓ શીતલ ઉદક વગેરેના ભોગને ભોગવતા નથી, એ પ્રમાણે અન્ય વાદીઓ કહે છે. ટીકા : ___ अन्ये वादिन इति ब्रुवत इति सम्बन्धः, किमित्याह-अगारवासं गृहवासं पापात् परित्यजन्ति, पापोदयेन तत्परित्यागबुद्धिरुत्पद्यत इति भावः, तथा शीतोदकादिभोगम्, आदिशब्दाद्विकृत्यादिपरिग्रहः, अदत्तदाना इति न कुर्वन्ति, पापोदयेनैव तत्परिहारबुद्धिरुत्पद्यतइति गाथार्थः ॥१८०॥ ટીકાર્ય :
અન્ય વાદીઓ આ પ્રમાણે કહે છે, એ પ્રકારે મૂળગાથામાં દ્વિતિનો માdો સાથે સંબંધ છે. અન્ય વાદીઓ શું કહે છે? એથી કરીને કહે છે-દીક્ષા લેનારાઓ અગારવાસને=ગૃહવાસને, પાપથી ત્યજે છે. પાપના ઉદયથી તેના=ગૃહવાસના, પરિત્યાગની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, એ પ્રકારનો ભાવ છે; અને અદત્તદાનવાળા છે =ભૂતકાળમાં નહીં અપાયેલ દાનવાળા છે, એથી શીતોદકાદિના ભોગને કરતા નથી. અર્થાત્ પાપના ઉદયથી જ તેના પરિવારની કશીતલ પાણી વગેરેના ભોગના ત્યાગની, બુદ્ધિ ઉત્પન્ન થાય છે. “શીતો વર”માં મારિ શબ્દથી વિગઈ વગેરેનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
દીક્ષાગ્રહણના વિષયમાં કેટલાક વાદીઓ માને છે કે ભૂતકાળમાં જેમણે દાન આપેલ નથી, તેઓને પુણ્યના ઉદયથી મળેલી ભોગસામગ્રીનો ત્યાગ કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેથી ગૃહવાસનો ત્યાગ કરીને તેઓ શીતલ પાણી, વિગઈઓવાળા ભોજન વગેરેનો ત્યાગ કરે છે, કેમ કે ભૂતકાળમાં જેમણે દાન-પુણ્ય કર્યા હોય તે લોકો દાનના ફળરૂપે ગૃહવાસમાં રહીને શીતળ પાણી વગેરેનો ભોગ કરી શકે છે. જયારે દીક્ષા લેનારાઓનું દાનથી કરેલ પુણ્ય પૂરું થયેલું હોય છે, તેથી પ્રાપ્ત થયેલા ભોગોને છોડીને તેઓ ભોગથી રહિત એવું નિરસ જીવન જીવે છે. માટે આત્મકલ્યાણ માટૅ ભોગોનો ત્યાગ કરવો જરૂરી નથી, પરંતુ પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવીને સત્કાર્યો કરવાં ઉચિત છે, એ પ્રકારનો અન્ય વાદીઓનો આશય છે. તે ૧૮૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org