________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” દ્વાર | ગાથા ૧૦૮
૨૪૦ જીવને પ્રાયઃ કરીને દ્રવ્યદીક્ષા ગ્રહણ કરવાને કારણે ભાવથી દીક્ષાની પ્રાપ્તિ થાય છે અને પ્રાયઃ કરીને ભાવદીક્ષા સ્વીકારવાથી અવધિજ્ઞાન થઈ શકે; અને મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન તો ભાવથી પ્રવ્રજ્યા પ્રાપ્ત કર્યા પછી જ થઈ શકે છે. તેથી દ્રવ્યદીક્ષાનો નિષેધ કરવામાં આવે તો અતિશયજ્ઞાનની પ્રાપ્તિ પણ અશક્ય થાય, જેનાથી ચારિત્રધર્મનો ઉચ્છેદ થાય. માટે છદ્મસ્થ પણ ગુરુએ યોગ્ય શિષ્યને દીક્ષા આપવી જોઇએ. વિશેષાર્થ :
પ્રસ્તુત ગાથાની અવતરણિકામાં કહ્યું કે યોગ્ય શિષ્યને દીક્ષા નહીં આપવાથી તીર્થોચ્છેદાદિ દોષો થશે, એનું અહીં ભાવન કરે છે; અને પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે છદ્મસ્થ ગુરુ શિષ્યના પરિણામને સમ્ય જાણતા નથી, તેથી છબસ્થ ગુરુ શિષ્યને દીક્ષા ન આપે, પરંતુ અતિશયજ્ઞાની આપશે, માટે સ્થૂલથી અવતરણિકા સાથે ગાથાનું યોજન અસંગત જણાય. પરંતુ તેમ નથી, સંગત છે; કેમ કે ગ્રંથકારને યોગ્ય જીવને દીક્ષા ન આપવાથી થતા તીર્થોચ્છેદાદિ દોષોનું ભાવન કરવું છે, છતાં યોગ્ય જીવનું પ્રવ્રજયાવિધાન નહીં કરવામાં તીર્થોચ્છેદાદિ દોષો ન થાય તેના વિષયમાં પૂર્વપક્ષીનું શું સમાધાન છે? અને પૂર્વપક્ષી દ્વારા કરાયેલ સમાધાન સ્વીકારીએ તોપણ યોગ્યને દીક્ષા ન આપવાથી તીર્થોચ્છેદાદિ દોષો કઈ રીતે થાય ? એ ગ્રંથકારને બતાવવું છે. આથી પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં ગ્રંથકારે પ્રથમ પૂર્વપક્ષી દ્વારા કરાતું તીર્થોચ્છેદાદિ દોષોનું સમાધાન બતાવ્યું અને માથાના ઉત્તરાર્ધમાં પૂર્વપક્ષી દ્વારા કરાયેલ સમાધાનથી પણ થતો ચારિત્રધર્મના આચરણનો અભાવ બતાવ્યો, તેથી તીર્થનો ઉચ્છેદ થાય છે, એમ સિદ્ધ થાય. તે આ રીતે
છદ્મસ્થ ગુરુ શિષ્યના પરિણામને સમ્યગુ જાણી શકતા નહીં હોવાથી દીક્ષા ન આપે, પરંતુ અતિશયજ્ઞાની પ્રવ્રયા આપશે, એ પ્રકારના પૂર્વપક્ષીના કથનથી એ પ્રાપ્ત થાય કે અતિશયજ્ઞાની પ્રવ્રજયા આપી શકે અને અતિશયજ્ઞાની પાસે પ્રવ્રજિત થયેલ સાધુ ભાવપ્રવ્રજયા પ્રાપ્ત કરી શકે, અને તે અતિશયજ્ઞાની પાસે પ્રવ્રજિત થયેલ સાધુ પણ પોતાને અતિશયજ્ઞાન થાય ત્યારે અન્ય યોગ્ય જીવોને પ્રવ્રયા આપે, પરંતુ અતિશયજ્ઞાન પ્રગટ્યા વગર ન આપે; આમ અતિશયજ્ઞાની પાસે પ્રધ્વજયા સ્વીકારીને યોગ્ય જીવો અતિશયજ્ઞાની બને, એ રીતે ચારિત્રધર્મનો પ્રવાહ ચાલશે, જેથી તીર્થનો ઉચ્છેદાદિ નહીં થાય. આ પ્રકારના પૂર્વપક્ષી દ્વારા કરાયેલા સમાધાનનું નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે કે, અતિશયજ્ઞાની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરીને ભાવવ્રયા પ્રાપ્ત કરનારા પણ સર્વ સાધુઓ અતિશયજ્ઞાની થતા નથી, છતાં ક્યારેક કોઇક સાધુ અતિશયજ્ઞાની થાય તો તેને માટે શિષ્યને દીક્ષા આપવી ઉચિત છે; પરંતુ તે અતિશયજ્ઞાની સાધુ જયારે કાળ કરી જાય અને અન્ય કોઈ સાધુ અતિશયજ્ઞાનવાળા ન હોય તો, અનતિશયજ્ઞાની એવા છદ્મસ્થ સાધુ કોઇને પણ દીક્ષા આપી શકશે નહીં, તેથી પ્રવ્રજયાદાનનો માર્ગ સર્વથા બંધ થઈ જશે, જેથી ચારિત્રધર્મનો નાશ થવાને કારણે તીર્થનો ઉચ્છેદ થશે.
આથી અતિશયજ્ઞાની વિદ્યમાન હોય તો તે યોગ્ય જીવોને પ્રવજયા આપે અને અતિશયજ્ઞાની વિદ્યમાન ન હોય તો ગીતાર્થ સાધુ શાસ્ત્રમાં બતાવેલ લિંગો દ્વારા ગુણો જાણીને યોગ્ય જીવોને પ્રવ્રજ્યા આપે, તો પાંચમા આરાના અંત સુધી ચારિત્રધર્મ પ્રવર્તવાને કારણે તીર્થ ચાલી શકે, અન્યથા તીર્થનો ઉચ્છેદ વગેરે દોષો થાય, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. [૧૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org