________________
૨૪૬
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૦૮ તો==છદ્મ ગુરુ, " =(દીક્ષા) આપે નહિ. પરંતુ અતિશયજ્ઞાની આપશે, તેમ કહેનાર પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે-) તીખવવા=અને તેના વિના=ભાવથી દીક્ષા વગર જ, અને મર=(અવધિજ્ઞાનાદિ) અતિશય પણ થતો નથી. (આથી) દંઘમરdi? કેવી રીતે ધર્મનું ચરણ થાય ચારિત્રધર્મનું આચરણ થાય? * “ગ' આ અર્થમાં છે. * “તુ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ :
છઘસ્થ ગુરુ શિષ્ય સંબંધી પરિણામને સમ્યમ્ જાણતા નથી, તે કારણથી છઠસ્થ ગુરુ દીક્ષા આપે નહિ; પરંતુ અતિશયજ્ઞાની દીક્ષા આપશે, આ પ્રકારે કહેતા પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે ભાવથી દીક્ષા વગર જ અવધિજ્ઞાનાદિ અતિશય પણ થતા નથી, આથી ચારિત્રધર્મનું આચરણ કેવી રીતે થાય ? અથતિ ન જ થાય, માટે તીર્થનો નાશ થશે. ટીકા :
छद्मस्थसत्त्वः परिणामं विनेयसम्बन्धिनं न सम्यग्मनुते न जानाति, ततो न ददात्यसौ दीक्षा परिणामादर्शनेन, ततोऽतिशयी दास्यतीति चेत् अत्राह- न चातिशयोऽपि अवध्यादिः तया = भावतो दीक्षया विनैव, अतः कथं धर्मचरणमिति सामान्येनैव धर्माचरणाभाव इति गाथार्थः ॥१७८॥ ટીકાર્થ :
વિનેય સંબંધી પરિણામનેઃશિષ્યના પરિણામને, છદ્મસ્થ સત્ત્વ છ0 ગુરુ, સમ્યગુ જાણતા નથી. તે કારણથી=પરિણામના અદર્શનથી, આ=છઘ0 ગુરુ, દીક્ષાને આપે નહિ, તેથી અતિશયવાળા આપશે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો અહીં=પૂર્વપક્ષીના કથનમાં, ગ્રંથકાર કહે છે- અને અવધિજ્ઞાનાદિ અતિશય પણ તેના=ભાવથી દીક્ષા, વિના જ, થતા નથી. આથી કેવી રીતે ધર્મનું આચરણ થાય? અર્થાતુ ન થાય. એથી સામાન્યથી જ ધર્મના આચરણનો અભાવ થાય=ચારિત્રધર્મના આચરણનો નાશ થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
છદ્મસ્થ ગુરુ દીક્ષા લેવા માટે ઉપસ્થિત એવા શિષ્યના પરિણામને સમ્ય જાણી શકતા નથી. તેથી “હું આને દીક્ષા આપીશ અને કદાચ અયોગ્ય નીકળે તો દીક્ષા લીધા પછી પણ આ શિષ્ય અનુચિત પ્રવૃત્તિ કરશે” આવા ભયને કારણે તે ગુરુ યોગ્ય પણ શિષ્યને દીક્ષા ન આપે, પરંતુ અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે કેવલજ્ઞાની દીક્ષા આપશે, માટે તીર્થના ઉચ્છેદ વગેરે ગ્રંથકારે પૂર્વે આપેલ દોષો થશે નહિ. આ પ્રમાણે કહેતા પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે
ભાવથી દીક્ષા વગર અવધિજ્ઞાનાદિ અતિશય પણ થતા નથી. તેથી પહેલાં અનતિશયજ્ઞાનીને દીક્ષા આપવી પડે અને દીક્ષા લીધા પછી તે અવધિજ્ઞાનાદિ અતિશયવાળા થઈ શકે, તે સિવાય અવધિજ્ઞાનાદિ અતિશય સંભવે નહિ; અને અનતિશયજ્ઞાનીને દીક્ષા ન આપે, તો ભાવથી દીક્ષા વગર અવધિજ્ઞાનાદિ નહિ વાને કારણે સામાન્યથી ચારિત્રધર્મનો નાશ થાય. તેથી તીર્થના ઉચ્છેદનો દોષ પ્રાપ્ત થશે. તે આ રીતે -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org