________________
૨૩૬
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૦૧-૧૦૨ ભાવાર્થ :
પ્રસ્તુત વિચારણામાં ક્યારેક બનતા ભરતાદિના દષ્ટાંતોનું કથન કરવું એ પ્રાયયોગ્ય નથી; કારણ કે ભગવાને સૂત્રમાં નિશ્ચય-વ્યવહાર એ બંને નયોને સમાન કહ્યા છે. આથી વ્યવહારનયની વાત ચાલતી હોય ત્યારે વચ્ચે નિશ્ચયનયની વાત લાવીને વ્યવહારનયને નિરર્થક બનાવવાનો પ્રયત્ન કરવો અનુચિત છે.
પ્રસ્તુતમાં પ્રવ્રયાવિધાનનો અધિકાર ચાલે છે અને પ્રવજ્યાની વિધિ વ્યવહારનયની દૃષ્ટિથી યોગ્ય જીવોને કરાવાય છે; કેમ કે મોટા ભાગના યોગ્ય જીવો પ્રવ્રજ્યાગ્રહણની વિધિ કરવા દ્વારા વિરતિના પરિણામને પ્રાપ્ત કરે છે. ત્યાં પ્રવ્રજ્યાવિધાનમાં ભરતચક્રવર્તીએ દીક્ષા ગ્રહણ નહોતી કરી, છતાં પણ અરીસાભુવનમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા, એ પ્રકારના ક્યારેક બનતા ભાવને ગ્રહણ કરીને બાહ્ય ક્રિયાઓ વિરતિના પરિણામનું કારણ નથી, માટે મુમુક્ષુને ચૈત્યવંદનાદિ વિધિથી દીક્ષા આપવી નિરર્થક છે, તેમ કહીને વ્યવહારનયનો અપલાપ કરવો ઉચિત નથી; કેમ કે શાસ્ત્રમાં વ્યવહારનય અને નિશ્ચયનય, એ બંનેને સમાન કહ્યા છે. તેથી નિશ્ચયનયના સ્થાને નિશ્ચયનયને અને વ્યવહારનયના સ્થાને વ્યવહારનયને જોડવો એ જ ઉચિત છે.
વળી, કોઈ સાધુ દીક્ષા ગ્રહણ કર્યા પછી પરિણામનિરપેક્ષ થઈને માત્ર ક્રિયામાં જ રત રહેતા હોય તો તેમને નિશ્ચયનયની દૃષ્ટિથી ઉપદેશ આપવામાં આવે કે પરિણામમાં યત્ન કરવામાં ન આવે અને માત્ર બાહ્યક્રિયામાં જ સંતોષ માનવામાં આવે તો આત્મહિત સાધી શકાય નહીં. તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે “પરિણામથી જ બંધ છે અને પરિણામથી જ મોક્ષ છે.”
આ રીતે જે સ્થાનમાં નિશ્ચયનયથી આત્મહિત થઈ શકતું હોય તે સ્થાનમાં નિશ્ચયનયનું અવલંબન લેવું જોઈએ, અને જે સ્થાનમાં વ્યવહારનયથી આત્મહિત થઈ શકતું હોય તે સ્થાનમાં વ્યવહારનયનું અવલંબન લેવું જોઈએ.૧૭૧ અવતરણિકા :
एतदेवाहઅવતરણિતાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે ભગવાન વડે વ્યવહારનય અને નિશ્ચયનય બંને સમાન કહેવાયા છે, તેથી આને જ= વ્યવહારનયના સ્થાનમાં વ્યવહારનયને બદલે નિશ્ચયનયને યોજવો ઉચિત નથી એને જ, કહે છે
ગાથા :
जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुअह।
ववहारणउच्छेए तित्थुच्छेओ जओऽवस्सं ॥१७२॥ અન્વયાર્થ :
=જો નિયંત્રજિનમતને પવMદ તમે સ્વીકારો છો ત તો વવહાળિછv=વ્યવહાર અને નિશ્ચયને મા મુદ=મૂકો નહિ; =જે કારણથી વવહાર છેv=વ્યવહારનયના ઉચ્છેદમાં વસં=અવશ્ય તિસ્થચ્છે તીર્થનો ઉચ્છેદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org