SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૦૦ પરિણામ) ઓળખાય છે. (પ્રવ્રયા ગ્રહણ કરીને સત્પરુષો અકાર્ય કેમ સેવતા નથી? તેને જ સ્પષ્ટ કરતાં કહે છે-) થવ પિ=થોડું પણ (અકાર્ય) પાણv=પ્રાયઃ કરીને (સપુરુષો સેવતા નથી એ,) રીસફેંકદેખાય છે. ગાથાર્થ : જે કારણથી ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાજિક આરોપણની વિધિને પ્રાપ્ત કરીને સપુરુષો અકાર્ય સેવતા નથી, તે કારણથી કાર્ય દ્વારા વિરતિનો પરિણામ જણાય છે. - પ્રવજ્યા ગ્રહણ કરીને પુરુષો અકાર્ય કેમ સેવતા નથી ? તેને જ સ્પષ્ટ કરતાં કહે છે કે થોડું પણ અકાર્ય પ્રાયઃ કરીને પુરુષો સેવતા નથી, એ દેખાય છે. ટીકા : __ लक्ष्यते गम्यते कार्येणासौ विरतिपरिणामः, कथमित्याह-यस्मात् तं चैत्यवन्दनपुरस्सरं सामायिकारोपणविधिं सम्प्राप्य सत्पुरुषाः महासत्त्वाः प्रव्रजिता वयमिति न सेवन्ते अकार्य-परलोकविरुद्धं किञ्चित्, दृश्यते एतत् = प्रत्यक्षेणैवोपलभ्यते एतत्, स्तोकमप्यकार्य प्रायशो बाहुल्येन न सेवन्ते, अतो विरतिपरिणामसामर्थ्यमेतदिति गाथार्थः ॥ १७०॥ ટીકાર્ય : આ વિરતિનો પરિણામ કાર્ય દ્વારા ઓળખાય છે=જણાય છે. કેવી રીતે? એથી કહે છે- જે કારણથી તેને= ચૈત્યવંદનપૂર્વકસામાયિકના આરોપણની વિધિને, પ્રાપ્ત કરીને, સપુરુષો=મહાસત્ત્વવાળા જીવો, “અમે પ્રવૃતિ છીએ', એથી પરલોકને વિરુદ્ધ એવાકાંઈપણ અકાર્યને સેવતા નથી. આવા પ્રકારના કાર્ય દ્વારા વિરતિનો પરિણામ જણાય છે એમ અન્વયછે. આ દેખાય છે=પ્રત્યક્ષથી જ આ પ્રાપ્ત થાય છે, થોડું પણ અકાર્ય પ્રાયઃ કરીને=બહુલપણાથી, મહાપુરુષો સેવતા નથી, આથી વિરતિના પરિણામનું સામર્થ્ય કાર્ય, આ છે= મહાપુરુષો થોડું પણ અકાર્ય સેવતા નથી એ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ચૈત્યવંદનપૂર્વક સામાયિક આરોપણની વિધિ કરતી વખતે સાત્વિક પુરુષોને પરિણામ થાય છે કે “અમે પ્રવ્રજિત છીએ માટે અમારે પરલોકની વિરુદ્ધ એવું કંઇ કરાય નહિ, તેથી પરલોકના હિતાર્થે તેઓ ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને સંયમના યોગોમાં સુદઢ યત્ન કરે છે, જેના કારણે તેઓની મન-વચન-કાયાની પ્રવૃત્તિ ભગવાનના વચનાનુસારે, ઉચિત રીતે થતી હોય છે. તેનાથી જણાય છે કે તેઓમાં વિરતિનો પરિણામ છે; કેમ કે વિરતિનો પરિણામ જીવના અધ્યવસાયરૂપ છે અને તે વિરતિપરિણામનું કાર્ય ભગવાનના વચનાનુસાર થતી ઉચિત પ્રવૃત્તિ છે. આથી જેઓના ત્રણેય યોગો ઉચિત ક્રિયામાં પ્રવર્તતા હોય, તેઓમાં વિરતિનો પરિણામ અવશ્ય છે, તેવું અનુમાન થાય છે. અહીં ‘પ્રાય:' શબ્દથી એ જણાવવું છે કે ક્વચિત્ અનાભોગથી મહાપુરુષોની કોઇક કાર્યમાં સ્કૂલના થાય, તોપણ તરત જ આલોચનાદિથી કાર્યમાં થયેલ દોષની તેઓ શુદ્ધિ કરી લે છે અને અત્યંત સાવધાનતાપૂર્વક દોષોના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy