SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ પ્રવજ્યાવિધાનવસ્તક / “કર્થ દ્વાર | ગાથા ૧૬૮-૧૬૯ ભાવાર્થ : વિરતિનો પરિણામ જ પરમાર્થથી દીક્ષા છે એ પ્રકારનું જિનવચન છે, એ પૂર્વપક્ષીનું કથન સત્ય જ છે; તોપણ દીક્ષા ગ્રહણની ચૈત્યવંદનાદિ વિધિ સફળ છે; કારણ કે ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણનો પ્રસંગ જીવમાં વિરતિનો પરિણામ પ્રગટ કરવાનો ઉપાય છે, માટે આચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવ્રજયાનું વિધાન કરાય છે. આશય એ છે કે પૂર્વપક્ષી નિશ્ચયનયને સામે રાખીને પરિણામમાં યત્ન કરવાનો કહે છે અને પ્રવ્રયાવિધાનને અનુપયોગી કહે છે; પરંતુ મોટાભાગના જીવોને વિરતિનો પરિણામ પ્રવ્રજયા ગ્રહણની ક્રિયાથી પ્રાપ્ત થાય છે; કેમ કે સંસારથી વિરક્ત થયેલા અને સંયમને અભિમુખ થયેલા જીવની યોગ્યતાનો નિર્ણય કરીને ગુરુ તેને પ્રજયા આપે છે, તેથી યોગ્ય જીવને પ્રવ્રયાગ્રહણકાળમાં ચૈત્યવંદનાદિની ક્રિયાથી ભગવાન પ્રત્યે બહુમાનભાવ વધે છે, અને તેથી જો સામાયિક ઉચ્ચરાવતી વખતે તે દીક્ષા લેનાર પ્રતિજ્ઞાના અર્થમાં અત્યંત ઉપયુક્ત હોય તો તે ઉપયોગના બળથી તેનામાં પ્રાયઃ પ્રવ્રજ્યાનો પરિણામ પ્રગટે છે; અને કદાચ તેવો વીર્યનો પ્રકર્ષ ન થાય તોપણ, “મેં સામાયિક ઉચ્ચરાવ્યું છે તેથી મારે સામાયિકને અનુરૂપ ઉચિત ક્રિયાઓ કરવી જોઇએ”, તેવું યોગ્ય જીવને પ્રણિધાન પેદા થાય છે, જેથી સંયમજીવનની ક્રિયાઓ ઉપયોગપૂર્વક થવાને કારણે કદાચ દીક્ષા ગ્રહણ કરતી વખતે ભાવથી વિરતિનો પરિણામ ન થયો હોય તોપણ પાછળથી થાય છે. આથી વ્યવહારનય ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક યોગ્ય જીવને સામાયિકના આરોપણરૂપ પ્રવ્રજ્યાનું વિધાન સ્વીકારે છે. ll૧૬૮ અવતરણિકા : उपायतामाह અવતરણિકાર્ય : પ્રવાની વિધિમાં રહેલ વિરતિપરિણામની ઉપાયતાને કહે છે. અર્થાત્ દીક્ષા ગ્રહણની ક્રિયાવિરતિનો પરિણામ પ્રગટ કરવાનું કારણ કઈ રીતે બને?તે બતાવે છે ગાથા : जिणपण्णत्तं लिंगं एसो उविही इमस्स गहणंमि। पत्तो मए त्ति सम्मं चिंतेतस्सा तओ होइ ॥१६९॥ અન્વયાર્થ : fપUUત્ત લિંક =જિન વડે પ્રજ્ઞપ્ત લિંગ છે=રજોહરણ છે, રૂમ ૩=અને આનાકરજોહરણના, દરિ=પ્રહણમાં પ્રોવિહી=આ વિધિ મUપો=મારા વડે પ્રાપ્ત કરાઈ છે, ઉત્ત=એ પ્રમાણે સમ્મર્નિંતી =સમ્ય ચિંતવતા એવાને તો=આકવિરતિનો પરિણામ, રોટ્ટ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy