SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૬૮ ૨૩૧ આમ, ગ્રંથકારે નિશ્ચયનયના અભિમાનને ધારણ કરનાર પૂર્વપક્ષ ગાથા-૧૬૪ થી ૧૬૭ માં સ્થાપન કર્યો, હવે વ્યવહારનયને પ્રધાન કરીને તે પૂર્વપક્ષનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : सच्चं खु जिणासो विरईपरिणामो उपव्वज्जा । एसो उ तस्सुवाओ पायं ता कीरइ इमं तु ॥ १६८॥ અન્વયાર્થ : મખ્ખું ઘુ=સત્ય જ છે, વિસ્ફેરિળામો ૩ પુત્ત્વજ્ઞા=વિરતિનો પરિણામ જ પ્રવ્રજ્યા છે, (એ પ્રકારનો) નિગણ્યો=જિનાદેશ છે. સો ૩=વળી આ=ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણનો વ્યતિકર, પાયં=પ્રાયઃ તસ્તુવાઓ=તેનો=વિરતિના પરિણામનો, ઉપાય છે, તત્વ=તે કારણથી મં=આ=ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવ્રજ્યાનું વિધાન, જીરૂ તુ=કરાય જ છે. ગાથાર્થ : સત્ય જ છે કે વિરતિનો પરિણામ જ પ્રવ્રજ્યા છે, એ પ્રકારનો જિનાદેશ છે. વળી ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણનો વ્યતિકર પ્રાયઃ કરીને વિરતિના પરિણામનો ઉપાય છે, તે કારણથી ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવ્રજ્યાનું વિધાન કરાય જ છે. ટીકા : सत्यमेव, जिनादेशो= जिनवचनमित्थंभूतमेव, यदुत - विरतिपरिणाम एव प्रव्रज्या, नात्रान्यथाभाव:, तथाऽप्यधिकृतविधानमवन्ध्यमेव, इति एतदेवाह - एष पुनः चैत्यवन्दनादिविधिना सामायिकारोपणव्यतिकरः तस्य=विरतिपरिणामस्योपायो = हेतुः प्रायो = बाहुल्येन, तत् = तस्मात् क्रियत एवेदं = चैत्यवन्दनादि प्रव्रज्याविधानमिति गाथार्थः ॥ १६८ ॥ ટીકાર્ય : સત્ય જ છે=ગાથા-૧૬૪ માં પૂર્વપક્ષીએ જે કહ્યું તે સત્ય જ છે. સત્ય કેમ છે? તેથી કહે છે- જિનનો આદેશ છે=આવા પ્રકારનું જ અર્થાત્ પૂર્વપક્ષીએ કહ્યું એવા પ્રકારનું જ, જિનનું વચન છે. જે યદ્યુત થી બતાવે છે– વિરતિનો પરિણામ જ પ્રવ્રજ્યા છે. અહીં અન્યથાભાવ નથી અર્થાત્ પ્રવ્રજ્યામાં વિરતિના પરિણામ વગર માત્ર સામાયિક ઉચ્ચરાવવાથી પ્રવ્રજ્યા થતી નથી. તોપણ અધિકૃતનું વિધાન=ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકનું આરોપણ, અવંધ્ય જ છે વિરતિના પરિણામ પ્રત્યે અવંધ્ય જ કારણ છે, એથી કરીને આને જ કહે છે વળી આ=ચૈત્યવંદનાદિની વિધિપૂર્વક સામાયિકના આરોપણનો વ્યતિકર, પ્રાયઃ–બહુલપણાથી, તેનો= વિરતિના પરિણામનો, ઉપાય છે–હેતુ છે, તે કારણથી આ=ચૈત્યવંદનાદિવાળું પ્રવજ્યાનું વિધાન, કરાય જ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy