________________
૨૩૦
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૬૦ ભાવાર્થ :
પૂર્વપક્ષી કહે છે કે દીક્ષા ગ્રહણ કરવા માટે તત્પર થયેલા જીવમાં વિરતિનો પરિણામ વિદ્યમાન હોય તો ચૈત્યવંદનાદિ ક્રિયાથી તેનામાં સામાયિકનું આરોપણ કરવું એ ફલ વગરનું છે; કેમ કે પ્રવ્રુજિત થયેલ સાધુમાં જેમ ભાવથી ચારિત્રનો પરિણામ વિદ્યમાન હોય છે તેમ દીક્ષા લેનારમાં પણ ભાવથી ચારિત્રનો પરિણામ વિદ્યમાન છે. વળી તે દીક્ષા લેનારમાં વિરતિનો પરિણામ ન હોય છતાં ગુરુ તેનામાં સામાયિકનું આરોપણ કરે, તો તે આરોપણ અવાસ્તવિક હોવાથી ગુરુને પણ મૃષાવાદ દોષ જ લાગે છે અને શિષ્યને પણ મૃષાવાદની જ પ્રાપ્તિ થાય; કેમ કે દીક્ષા લેનારમાં વિરતિનો પરિણામ નથી છતાં “મેં વિરતિ ગ્રહણ કરી છે, તેમ તે બોલે છે, માટે શિષ્યને પણ મૃષાવાદ દોષ થાય છે.
આ રીતે વિરતિનો પરિણામ હોય તોપણ દીક્ષા ગ્રહણ કરવા માટે ચૈત્યવંદનાદિ વિધિ કરવામાં દોષ થાય છે અને વિરતિનો પરિણામ ન હોય તોપણ દીક્ષા ગ્રહણ કરવા માટે ચૈત્યવંદનાદિ વિધિ કરવામાં દોષ થાય છે. તેથી ચૈત્યવંદનાદિ ક્રિયાઓ કરવી ઉચિત નથી, પરંતુ વિરતિનો પરિણામ પ્રગટાવવામાં જ યત્ન કરવો જોઈએ. એ પ્રકારનો પૂર્વપક્ષનો આશય છે. I૧૬ના અવતરણિકા :
एष पूर्वपक्षः, अत्रोत्तरमाह - અવતરણિતાર્થ :
આ=ગાથા-૧૬૪થી ૧૬૭માં બતાવ્યોએ, પૂર્વપલછે; અહીં=પૂર્વપક્ષનાકથનમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છેઅવતરણિકાનો ભાવાર્થ :
નિશ્ચયનય પરિણામથી જ નિર્જરા અને પરિણામથી જ બંધ માને છે, અને તે દષ્ટિને સામે રાખીને ગાથા-૧૬૪ માં પૂર્વપક્ષી કહે છે કે વિરતિનો પરિણામ એ જીવના અધ્યવસાયસ્વરૂપ છે, તેથી વિરતિના પરિણામમાં જીવે યત્ન કરવો જોઈએ; પરંતુ વ્યવહારનયને માન્ય એવી દીક્ષાગ્રહણ કરવા માટેની ચૈત્યવંદન આદિ ક્રિયાઓમાં યત્ન કરવો નિરર્થક છે.
વળી, નિશ્ચયનય છે કારણ કાર્ય કરે તે કારણને કારણ તરીકે સ્વીકારે છે; પરંતુ જે કારણ કાર્ય ન કરતું હોય તે કારણને નિશ્ચયનય કારણરૂપે સ્વીકારતો નથી. તે દૃષ્ટિને સામે રાખીને ગાથા-૧૬૫-૧૬૬ માં પૂર્વપક્ષીએ અન્વયથી અને વ્યતિરેકથી દષ્ટાંત બતાવ્યું કે ભરતાદિએ દીક્ષા ગ્રહણની ક્રિયા કરી ન હતી, છતાં પણ તેઓને વિરતિનો પરિણામ પ્રગટ થયો; અને અંગારમÉકાદિએ દીક્ષાગ્રહણની ક્રિયા કરી હતી, છતાં પણ તેઓને વિરતિનો પરિણામ પ્રગટ થયો નહિ; તેથી બાહ્ય ક્રિયાઓમાં યત્ન કરવાથી વિરતિનો પરિણામ થતો નથી, પરંતુ અંતરંગ યત્ન કરવાથી વિરતિનો પરિણામ પ્રગટ થાય છે, જેનાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારની નિશ્ચયનયની દૃષ્ટિથી પૂર્વપક્ષીએ પોતાના પક્ષનું સ્થાપન કર્યું. વળી, પૂર્વપક્ષીએ ગાથા -૧૬૭ માં વ્યવહારનયને માન્ય એવું ચૈત્યવંદનાદિની વિધિપૂર્વક સામાયિકનું આરોપણ કરવામાં બંનેય પ્રકારે પ્રાપ્ત થતો દોષ બતાવ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org