SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ' દ્વાર | ગાથા ૧૬૪-૧૫ અવતરણિકાર્ય : પૂર્વગાથામાં પરપક્ષે શંકા કરીકે ચૈત્યવંદન આદિ ક્રિયાઓ કરવાનું શું પ્રયોજન? ફક્તવિરતિના પરિણામમાં યત્ન કરવો જોઈએ, એ રૂપસ્વપક્ષને સમર્થન કરતાં પરજ=પૂર્વપક્ષી જ, કહે છેગાથા : सुव्वइ आएअवइअरविरहेणऽवि स इहभरहमाईणं। . तयभावंमि अभावो जं भणिओ केवलस्स सुए ॥१६५॥ અન્વયાર્થ : =અને જે કારણથી સુઈ=શ્રુતમાં=શાસ્ત્રમાં, તમાāમિ તેના અભાવમાંeભાવથી વિરતિના પરિણામના અભાવમાં, રેવેનસ માવો-કેવલજ્ઞાનનો અભાવ મળી =કહેવાયેલો છે; (તે કારણથી) ડ્રદ =અહીં=જિનશાસનમાં, મવડ્ડમરવિરાવ=આ વ્યતિકરના વિરહથી પણ =ચૈત્યવંદન આદિની ક્રિયા વગર પણ, મરામ =ભરતાદિને સ=એ=વિરતિનો પરિણામ, સુવ્ય સંભળાય છે. ગાથાર્થ : અને જે કારણથી શાસ્ત્રમાં વિરતિના પરિણામના અભાવમાં કેવલજ્ઞાનનો અભાવ કહ્યો છે, તે કારણથી જિનશાસનમાં ચૈત્યવંદન વગેરે ક્રિયાઓ વગર પણ ભરતચક્રવર્તી વગેરેને વિરતિનો પરિણામ સંભળાય છે. ટીકા : श्रूयते च एतद्व्यतिकरविरहेणापि चैत्यवन्दनादिसम्बन्धमन्तरेणापि सः विरतिपरिणामः इह-जिनशासने भरतादीनां महापुरुषाणामिति, कथमिति चेत् उच्यते, तदभावे विरतिपरिणामाभावे भावतः, अभाव:= असम्भवः यत् यस्माद्भणितः=उक्तः केवलस्य श्रुते प्रवचन इति गाथार्थः ॥१६५॥ ટીકાર્ય : અને અહીં-જિનશાસનમાં, આ વ્યતિકરના વિરહથી પણ=ચૈત્યવંદનાદિના સંબંધ વગર પણ, ભરતાદિ મહાપુરુષોને તે=વિરતિનો પરિણામ, સંભળાય છે. રૂતિ’ કથનની સમાપ્તિમાં છે. કેવી રીતે? અર્થાત ભરતાદિ મહાપુરુષોને ચૈત્યવંદનાદિ વગર પણ ભાવથી વિરતિનો પરિણામ હતો, એમ કેવી રીતે સ્વીકારી શકાય? એ પ્રમાણે જો પૂર્વપક્ષી પૂછે તો તેને કહેવાય છે જે કારણથી શ્રુતમાં = પ્રવચનમાં, તેનો અભાવ હોતે છતે = ભાવથી વિરતિના પરિણામનો અભાવ હોતે છતે, કેવલજ્ઞાનનો અભાવ = અસંભવ, કહેવાયો છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy