________________
૨૨૪
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ' દ્વાર | ગાથા ૧૨-૧૩
ટીકાર્ય :
આ શીલને પામીને, કેવું વિશિષ્ટ શીલ છે? એથી કહે છે-નિર્વાણનું હેતુપણું હોવાને કારણે ચિંતામણિ અને કલ્પવૃક્ષથી અભ્યધિક, આને જ કહે છે=શીલને સ્પષ્ટ કરે છે- આ લોકમાં અને પરલોકમાં તે પ્રકારે સુખાવહ, પરમ મુનિઓ વડે ચરિત=આસેવન કરાયેલ, એવું શીલ છે. એ પ્રમાણે ગાથાર્થ છે.
જિનેન્દ્ર વડે પ્રજ્ઞd=તીર્થંકર વડે પ્રણીત એવા, આમાં=શીલમાં, સદા=સર્વકાળ, અપ્રમાદકયત્નનો અતિશય, કરવો જોઈએ. અપ્રમાદના ઉપાયને જ કહેછે- અને તે પ્રકારે=શુભ અંતઃકરણ વડે, વૈરાગ્યનું સાધન એવું સંસારનું નૈગુણ્ય વિરસ–વિશેષ પ્રકારના રસપૂર્વક, ભાવવું જોઈએ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
શિષ્યને હિતશિક્ષા આપતાં ગુરુ કહે કે તે જે સંયમ પ્રાપ્ત કર્યું છે, તે ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક છે; કેમ કે ચારિત્ર દ્વારા ક્ષાયિકસમ્યક્ત અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેથી શીલરૂપ ચારિત્રનિર્વાણનો હેતુ છે; જ્યારે ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ મોક્ષનો હેતુ નથી, માટે આવા ઉત્તમ શીલને પામીને અપ્રમાદભાવથી યત્ન કરવો જોઇએ.
વળી, આ શીલ આ લોક અને પરલોકમાં તે પ્રકારના સુખને આપનારું છે, કેમ કે જેનું મન શાસ્ત્રથી ભાવિત હોય અને ચારિત્રમાં એકરતિવાળું હોય, તેને ભૌતિક કે શારીરિક સંયોગોના ઉપદ્રવો વ્યાકુળ કરી શકતા નથી. તેથી તેવા જીવોને આ લોકમાં પ્રશમરસનું ઉત્તમ કોટિનું સુખ પ્રાપ્ત થાય છે અને જન્માંતરમાં પણ સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષનું પ્રકૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. આથી પણ શીલમાં અપ્રમાદભાવથી યત્ન કરવો જોઈએ.
વળી, આ શીલ શ્રેષ્ઠ મુનિઓએ સેવેલું છે, માટે કાયરપુરુષો તેને સેવી શકતા નથી. તેથી શીલમાં અત્યંત આદરપૂર્વક અપ્રમાદભાવથી યત્ન કરવો જોઇએ.
હવે શીલમાં અપ્રમાદભાવ કરવાનો ઉપાય બતાવવા અર્થે કહે છે કે શુભ અંતઃકરણપૂર્વક સંસારનું નૈર્ગીય વિશેષ રસપૂર્વક ભાવન કરવું જોઇએ; જેથી શીલમાં અપ્રમાદ થઈ શકે. આશય એ છે કે શાસ્ત્રની મતિથી આ સંસારનું સ્વરૂપ સારી રીતે જાણનાર મુનિએ “આ સંસારમાંથી મારે મારા આત્માને બહાર કાઢવા માટે યત્ન કરવા જેવો છે,” એવા શુભ અંત:કરણપૂર્વક સંસારની નિર્ગુણતાનું વિશેષ પ્રકારના રસપૂર્વક ભાવન કરવું જોઇએ, જેથી સંસારનાં બાહ્ય નિમિત્તો તેના ચિત્તને અડી શકે નહિ અને ભગવાને કહેલા ચારિત્રમાં તે અપ્રમાદપૂર્વક યત્ન કરી શકે, જેના દ્વારા તે અલ્પકાળમાં ક્ષાયિકભાવ અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે. ૧૬૨/૧૬૩ અવતરણિકા :
દીક્ષાગ્રહણની વિધિ પૂર્ણ કર્યા પછી નૂતન દીક્ષિતને કરવાનો ઉચિત એવો વંદન આદિનો વ્યવહાર ગાથા૧૫૭-૧૫૪ માં બતાવ્યો અને ગાથા-૧૫૬ થી ૧૬૩ સુધી નૂતન દીક્ષિતને ગુરુ દ્વારા અપાતી હિતશિક્ષાનું સ્વરૂપ બતાવ્યું. આ રીતે દીક્ષાની વિધિનું વર્ણન સંપૂર્ણ થયું.
ત્યાં કોઈને પ્રશ્ન થાય કે ખરેખર દીક્ષાને અને ચૈત્યવંદન આદિ ક્રિયાને શું સંબંધ છે?જેથી દીક્ષાગ્રહણકાળમાં ચૈત્યવંદનાદિ ક્રિયા કરવામાં આવે છે? આ પ્રકારે પૂર્વપક્ષનું ઉદ્દભાવન કરતાં ગ્રંથકાર કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org