SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૫૯-૧૬૦ ૨૨૧ સમ્યક્ત્વ પામ્યા પછી પણ કેવલજ્ઞાન ન મળે ત્યાં સુધી મોક્ષ માટે સાધનાની અપેક્ષા રહે છે, જ્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી કાંઇ સાધનાની અપેક્ષા રહેતી નથી; ફક્ત ઉચિત કાળે યોગનિરોધ કરીને કેવલજ્ઞાની જીવો મોક્ષને પ્રાપ્ત કરે છે. ।।૧૫। ગાથા : पण्णरसंगो एसो समासओ मोक्खसाहणोवाओ । एत्थ बहुं पत्तं ते थेवं संपावियव्वं ति ॥ १६०॥ અન્વયાર્થ : સો પળરસંગો=આ=ગાથા-૧૫૬ થી ૧૫૯ માં વર્ણવ્યા એ, પંદર અંગ સમાપ્તો =સમાસથી મોવવસાહનોવાઓ=મોક્ષના સાધનનો ઉપાય છે. પત્થ=અહીં=મોક્ષ સાધવાના ઉપાયમાં, તે=તારા વડે વર્તુ પત્ત=બહુ પમાયું છે, થેવ સંપાવિયર્વાં=થોડું પામવા યોગ્ય છે. * ‘તિ’ કથનની સમાપ્તિ માટે છે. ગાથાર્થ: ગાથા-૧૫૬ થી ૧૫૯ માં વર્ણવ્યા એ પંદર ભેદ સંક્ષેપથી મોક્ષની સાધના કરવાના ઉપાય છે. એમાં તારા વડે ઘણું પ્રાપ્ત કરાયું છે, થોડું પ્રાપ્ત કરવા યોગ્ય છે. ટીકા : पञ्चदशाङ्गः=पञ्चदशभेदः एषः अनन्तरोदितः समासतः = सङ्क्षेपेण मोक्षसाधनोपायः- सिद्धिसाधनमार्गः, अत्र = मोक्षसाधनोपाये बहु प्राप्तं त्वया शीलं यावदित्यर्थः, स्तोकं सम्प्राप्तव्यं क्षायिकभावकेवलज्ञानद्वयमिति ગાથાર્થ: ૫૬૬૦॥ ટીકાર્ય : આ પંદર અંગ=પૂર્વમાં કહેવાયેલ પંદર ભેદ, સમાસથી=સંક્ષેપથી, મોક્ષને સાધવાનો ઉપાય છે=સિદ્ધિને સાધવાનો માર્ગ છે, અહીં=મોક્ષને સાધવાના ઉપાયમાં, તારા વડે ઘણું=શીલ સુધીનું, પ્રાપ્ત કરાયું, હવે થોડું= ક્ષાયિકભાવ અને કેવલજ્ઞાન એ બે, પ્રાપ્ત કરવા યોગ્ય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : આ પંદર ભેદોની પ્રાપ્તિ કેવલજ્ઞાન સુધી જ નથી, પરંતુ પ્રતિપૂર્ણ કેવલજ્ઞાન સુધી છે અને પ્રતિપૂર્ણ કેવલજ્ઞાન ૧૪ મા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. તેથી આ પંદર સ્થાનો મોક્ષના ઉપાય છે; છતાં કોણ કોનાથી જધન્ય છે ? એ પ્રકારની પ્રતિપક્ષ યોજના ગ્રંથકારે કેવલજ્ઞાન સુધી જ કરવાની કહી, અને “પ્રતિપૂર્ણ કેવલજ્ઞાન કરતાં પરમાક્ષર મોક્ષ અધિક છે”, તેમ પણ કહેલ નથી. તેનું તાત્પર્ય એ છે કે જીવે કેવલજ્ઞાન સુધી મોક્ષમાર્ગની સાધનામાં પ્રયત્ન કરવાનો છે, અને કેવલજ્ઞાન ન મળે ત્યાં સુધી ક્ષાયિકભાવનું સમ્યગ્દર્શન મળ્યું હોય તોપણ કેવલજ્ઞાન માટે સાધના કરવાની બાકી રહે છે, તેથી મોક્ષનાં કારણો પંદર હોવા છતાં પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy