________________
૨૨૦
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૫૯
ગાથાર્થ :
ચારિત્રમાં ક્ષાવિકભાવ પ્રધાન છે, ક્ષાવિકભાવમાં પણ કેવલજ્ઞાન પ્રધાન છે. કૈવલ્ય પ્રતિપૂર્ણ પ્રાપ્ત થયે છતે શાશ્વત એવો મોક્ષ થાય છે. ટીકા :
शीले क्षायिकभावः प्रधानः, क्षायिकभावे च केवलं ज्ञानं, प्रतिपक्षयोजना सर्वत्र कार्येति, कैवल्ये प्रतिपूर्णे प्राप्ते परमाक्षरो मोक्ष इति गाथार्थः ॥१५९॥ ટીકાર્ય
શીલમાં ક્ષાયિકભાવ પ્રધાન છે અને ક્ષાયિકભાવમાં કેવલજ્ઞાન પ્રધાન છે. પ્રતિપક્ષ યોજના સર્વ ઠેકાણે કરવીઅર્થાત્ કેવલજ્ઞાન કરતાં ક્ષાયિભાવ જઘન્ય છે, તેનાથી શીલ જઘન્યતર છે, આ રીતે જંગમ–સુધીના એકેકસ્થાનને પૂર્વ-પૂર્વના સ્થાન કરતાં જઘન્ય-જઘન્યતર જાણવું. કેવલપણું પ્રતિપૂર્ણ પ્રાપ્ત થયે છતે પરમાક્ષરરૂપ મોલનાશન પામે એવો મોક્ષ થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
શીલમાં ક્ષાયિકભાવ પ્રધાન છે, ક્ષાયિકભાવમાં કેવલજ્ઞાન પ્રધાન છે. આ રીતે ગાથા-૧૫૬ થી માંડીને અત્યારસુધી કોણ કોના કરતાં પ્રધાન છે ? તે બતાવ્યું. હવે તે ચૌદ સ્થાનોમાં આ રીતે પ્રતિપક્ષ યોજના પણ કરવી જોઇએ. કેવલજ્ઞાન કરતાં ક્ષાયિકભાવ હીન છે, ક્ષાયિકભાવ કરતાં શીલ હીન છે, શીલ કરતાં સમ્યક્ત હીન છે, અંતે ત્રસપણા કરતાં સ્થાવરપણું હીન છે.
આ રીતે કોણ કોના કરતાં હીન છે? અને કોણ કોના કરતાં પ્રધાન છે તેનો સ્પષ્ટ બોધ થાય છે. પરંતુ ક્ષાયિકભાવ વગરનું શીલ નકામું છે, તેનો અર્થ કરવો નહીં; કેમ કે તેનો અર્થ કરીએ તો ક્ષાયિકભાવ વગરના અપ્રમત્તમુનિનું શીલ પણ નકામું માનવું પડે. અને આ પ્રતિપક્ષ યોજના કેવલજ્ઞાન સુધી જ કરવાની છે, તેનાથી આગળના સ્થાનમાં કરવાની નથી. તેથી ટીકામાં “પ્રતિપક્ષોનના સર્વત્ર વાય' એ પ્રકારનું કથન ગાથાના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની વચમાં મૂકેલ છે.
વળી, કેવલજ્ઞાન પ્રતિપૂર્ણ પ્રાપ્ત થાય ત્યારે પરમાક્ષર મોક્ષ થાય છે. આશય એ છે કે કેવલજ્ઞાન ૧૩ મા ગુણસ્થાનકે પ્રગટે છે અને શરીરધારી આત્માનું કેવલજ્ઞાન ૧૩ મા અને ૧૪ મા ગુણસ્થાનકના અંત સુધી હોય છે. તે રૂપ કેવલજ્ઞાન પ્રતિપૂર્ણ થાય ત્યારે જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે, અને મોક્ષ એ જીવની પ્રકૃષ્ટ અક્ષર અવસ્થા છે; કેમ કે “ર ક્ષતિ તિ અક્ષર:” એ પ્રકારની વ્યુત્પત્તિ છે, અને આત્મા સિદ્ધાવસ્થાને પામ્યા પછી ફરી ક્યારેય તે અવસ્થાથી ચુત થઈને સંસારમાં આવતો નથી, તે જણાવવા માટે મોક્ષને પરમ અક્ષરરૂપ કહેલ છે.
કેવલજ્ઞાન સુધીનાં ચૌદ સ્થાનોમાં જ પ્રતિપક્ષ યોજના બનાવવા પાછળનો ગ્રંથકારનો આશય એ છે કે જયાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હજી મોક્ષના ઉપાયોની પૂર્ણ પ્રાપ્તિ થઈ નથી. આથી ક્ષાયિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org