________________
૨૧૬ .
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૫૪-૧૫૫
અન્વચાઈ :
(ત્યારપછી) મનિયો=આર્કિકાઓન્નસાધ્વીઓ, સંકૂ ય વિમો =શ્રાવકો અને શ્રાવિકાઓ (નવદીક્ષિતને)વિશિTT=વિધિપૂર્વક વંતિ વંદન કરે છે. તો ત્યારપછી મસંબંતો=અસંભ્રાંત એવો નવદીક્ષિત માયરિયર્સ સમીવંનિ=આચાર્યની સમીપમાં ૩વિસ$=બેસે છે. ગાથાર્થ :
ત્યારપછી સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ નવદીક્ષિત સાધુને વિધિપૂર્વક વંદન કરે છે, ત્યારપછી અનન્યચિત્તવાળો શિષ્ય ગુરુની પાસે બેસે છે.
ટીકા :
__ततस्तं प्रव्रजितं वन्दन्ते आर्यिकाः पुरुषोत्तमो धर्म इति कृत्वा, कथमित्याह-विधिना-प्रवचनोक्तेन, किं ता एव? नेत्याह-श्रावकाश्च श्राविकाश्च वन्दन्ते, आचार्यसमीपे चोपविशति ततः तदुत्तरकालं, किंविशिष्टः सन्नित्याह-असम्भ्रान्तः अनन्यचित्त इति गाथार्थः ॥१५४॥ ટીકાર્થ :
ત્યારપછી “પુરુષોત્તમ ધર્મ છે એથી કરીને આર્થિકાઓ તે પ્રવૃતિને વંદે છે. કેવી રીતે? એથી કહે છે- પ્રવચનમાં કહેવાયેલ વિધિ વડે. શું તેઓ જ?=શું માત્ર સાધ્વીઓ જ તે પ્રવૃતિને વંદે છે? ના, એથી કહે છે- શ્રાવકો અને શ્રાવિકાઓ વંદે છે અને ત્યારપછી = તેનાથી ઉત્તરકાલને વિષે = સાધ્વીઓ આદિ તે નવદીક્ષિતને વંદન કરી લે તેનાથી પછીના કાળમાં, આચાર્યની સમીપમાં તે બેસે છે. કેવો વિશિષ્ટ છતો બેસે છે? એથી કહે છે- અસંભ્રાંત = અનન્યચિત્તવાળો, અર્થાત્ અન્ય સ્થાને ચિત્ત નથી જેનું એવો તે નવદીક્ષિત આચાર્યની નજીકમાં બેસે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ધર્મમાં પુરુષની પ્રધાનતા હોવાથી સાધ્વીઓ શાસ્ત્રોક્ત વિધિથી તે નવદીક્ષિત સાધુને વંદન કરે છે અને શ્રાવક-શ્રાવિકાઓ પણ વંદન કરે છે. ત્યારપછી શિષ્ય એકાગ્રચિત્તે હિતશિક્ષા સાંભળવા માટે આચાર્યની નજીકમાં બેસે છે. ૧૫૪ અવતરણિકા :
ततश्च
અવતરણિકાર્ય :
અને ત્યારપછી = શિષ્ય આચાર્યની પાસે બેસે ત્યારપછી, આચાર્ય શું કરે છે? તે બતાવે છે
ગાથા :
भवजलहिपोअभूअंआयरिओ तह कहेइ से धम्मं । जह संसारविरत्तो अन्नोऽवि पवज्जए दिक्खं ॥१५५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org