SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૫૩-૧૫૪ ૨૧૫ અવતરણિકા : ગાથા-૧૫૧ માં કહ્યું કે નવદીક્ષિત સાધુ ત્રણ વાર પ્રદક્ષિણા ફરે છે ત્યારે આચાર્યાદિ સર્વ તે શૈક્ષના માથા ઉપર વાસક્ષેપ નાખે છે, હવે પ્રદક્ષિણા કર્યા પછી કરવાની વિધિ બતાવે છે ગાથા : लोगुत्तमाण पच्छा निवडइ चलणेसु तह निसण्णस्स। आयरियस्स य सम्म अण्णेसिं चेव साहूणं ॥१५३॥ અન્વયાર્થ : પછી નોત્તમા = પછી = દીક્ષાની વિધિ પૂરી થયા પછી, (શિષ્ય) લોકોત્તમના = જિનેશ્વરના, વહુ. સમ્ર નિવડ = ચરણોમાં સમ્યગુ પડે છે = વંદન કરે છે, તદ = અને તેવી રીતે નિHOUT માયરિયસ = બેઠેલ આચાર્યને મUmfઉં વેવ સાદૂઈ = અને અન્ય સાધુઓને (ભાવપૂર્વક વંદન કરે છે.) ગાથાર્થ : દીક્ષાની વિધિ પૂરી થયા પછી નૂતન દીક્ષિત ભગવાનને ભાવપૂર્વક વંદન કરે છે, અને તેવી રીતે બેઠેલા આચાર્યને અને અન્ય સાધુઓને ભાવપૂર્વક વંદન કરે છે. ટીકા : लोकोत्तमानां पश्चाद्=उक्तोत्तरकालं, निपतति चरणयोः वन्दनं करोतीत्यर्थः, तथा निषण्णस्य= उपविष्टस्याचार्यस्य च सम्यगिति भावसारमन्येषां चैव साधूनां निपतति चरणयोरिति गाथार्थः ॥१५३॥ ટીકાર્ય : પાછળથી કહેવાયેલથી ઉત્તરકાલને વિષે = ગાથા-૧૫૧માં કહ્યું કે આચાર્યાદિ સર્વ નવદીક્ષિતના માથા ઉપર વાસક્ષેપ નાખે છે ત્યારપછી, લોકોત્તમના = લોકોત્તમ એવા ભગવાનના, ચરણમાં પડે છે =વંદન કરે છે; અને તે રીતે નિષણ = પાસે બેઠેલા, આચાર્યના અને અન્ય સાધુઓના ચરણોમાં સમ્ય = ભાવસાર, પડે છે = વંદન કરે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ત્રણ પ્રદક્ષિણા કર્યા પછી દીક્ષાની વિધિ પૂરી થાય છે. તેથી નવદીક્ષિત સાધુ પ્રથમ ભગવાનને ભાવપૂર્વક વંદન કરે છે, ત્યારબાદ ત્યાં બેઠેલ આચાર્યને અને અન્ય સાધુઓને વંદન કરે છે. વળી, વંદન અત્યંત ભાવપૂર્વક કરવાનું છે, જેથી ગ્રહણ કરેલ સંયમનો પરિણામ સ્થિર થાય. ૧૫૩ ગાથા : वंदंति अज्जियाओ विहिणा सड्वा य साविआओ य। आयरियस्स समीवंमि उवविसइ तओ असंभंतो ॥१५४ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy