________________
૨૧૪
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૫૨
અન્વયાર્થ :
(દીક્ષાના દિવસે) આયંવિત્તે અનિયમો = આંબિલમાં અનિયમ છે. નેત્તિ આવતીર્ ૩ =જેઓની આવલિકાથી જ આફળ્યું – આચીર્ણ છે તે નિયમા = તેઓ નિયમથી ાવૃિતિ = કરાવે છે. તેમાળ વિ ોમા નત્ય ૩ = શેષને પણ = જેઓ નથી કરાવતા તેઓને પણ, દોષ નથી જ.
ગાથાર્થ :
દીક્ષાના દિવસે આંબિલમાં અનિયમ છે, જેઓની પરંપરા વડે જ આચરાયેલ છે, તેઓ નિયમથી કરાવે છે અને જે આચાર્યો નવદીક્ષિત સાધુને આંબિલ નથી કરાવતા તેઓને પણ દોષ નથી જ.
ટીકા :
आचामाम्ले अनियमः प्रवेदने, कदाचित्क्रियते कदाचिन्नेति एतदेवाह - आचरितं येषामावलिकयैव आचार्याणां ते कारयन्ति नियमात्, अन्ये तु कारयन्त्यपि, शेषाणामपि ये न कारयन्ति तेषां नास्त्येव दोष:, सामान्येन आचामाम्लाकरणे वा नास्त्येव दोष इति गाथार्थः ॥ १५२ ॥
ટીકાર્ય :
પ્રવેદનમાં આંબિલમાં અનિયમ છે=ક્યારેક કરાય છે ક્યારેક નહીં. આને જ કહે છે = ઉપર બતાવેલ અનિયમને જ સ્પષ્ટ કરે છે- જે આચાર્યોની આવલિકાથી જ = પરંપરાથી જ, આચરાયેલ છે તેઓ નિયમથી કરાવે છે; વળી અન્યો=જેઓની પરંપરાથી આચરિત નથી તેવા આચાર્યો, કરાવે પણ છે. શેષોને પણ = જેઓ નથી કરાવતા તેઓને પણ,દોષ નથી જ અથવા સામાન્યથી આંબિલના અકરણમાં દોષ નથી જ. એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પ્રવેદનમાં અર્થાત્ દીક્ષાના દિવસમાં, આયંબિલ ક૨વા વિષયક અનિયમ છે, અને તે અનિયમ એ છે કે આંબિલ કયારેક કરાવાય છે, ક્યારેક નથી કરાવાતું. એ અનિયમને જ સ્પષ્ટ કરે છે કે જે આચાર્યોની પરંપરાથી આચરિત છે તેઓ નિયમથી આંબિલ કરાવે છે, વળી જેઓની પરંપરામાં નવદીક્ષિતને આંબિલ આચરિત નથી, તેઓ કરાવે પણ છે અને ‘અ’િ શબ્દથી એ પ્રાપ્ત થાય કે નથી પણ કરાવતાં. આ પ્રકારનો દીક્ષાના દિવસે તપના વિષયમાં અનિયમ છે.
અહીં પ્રશ્ન થાય કે જે લોકોની પરંપરામાં આચરિત છે તેઓ આંબિલ તપ નિયમથી કરાવે છે, પરંતુ જેઓ નથી કરાવતા તેઓને દોષ નહીં થાય ? તેથી કહે છે કે જેઓ નથી કરાવતા તેઓને પણ દોષ નથી જ અથવા તો સામાન્યથી આંબિલના અકરણમાં દોષ નથી જ.
અહીં ‘પ્રવેદન’ શબ્દથી દીક્ષાનો દિવસ ગ્રહણ કરેલ હોવો જોઇએ, વિશેષાર્થ બહુશ્રુત જાણે; અને જે આચાર્યો નિયમથી આંબિલ કરાવે છે તેઓના મત પ્રમાણે નવદીક્ષિત સાધુ દીક્ષાના દિવસે ઉપવાસ પણ કરે, એમાં દોષ નથી. માટે ગ્રંથકારે કહ્યું છે કે સામાન્યથી દીક્ષાના દિવસે આયંબિલ નહીં કરવામાં દોષ નથી જ.૧૫૨॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org