________________
૨૧૦
ટીકા :
7
अन्ये तु आचार्या अत्रान्तरे वासान् ददति जिनादीनां न चैवमपि कश्चिद् दोष:, किन्तु तत्र = प्रागुक्ते स्थाने दीयमानेऽप्येष गुणः, सम्यग् = द्रव्यपरिच्छेदपूर्वकं गुरु रपि निस्तारकादि = आशीर्वादरूपं निर्वचनवाक्यं तत्पूर्वकं = वासप्रदानपूर्वकं भणतीति गाथार्थः ॥ १४९॥
ટીકાર્ય :
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૧૪૯
વળી અન્ય આચાર્યો આ અવસરે−શિષ્ય ગુરુ પાસે અનુશાસ્તિ માંગે એ વખતે, જિનાદિને વાસને= વાસક્ષેપને, આપે છે. અને આ રીતે પણ=ગાથા-૧૪૪ માં બતાવેલ સ્થાને જિનાદિને વાસક્ષેપ આપવામાં તો કોઇ દોષ નથી; પરંતુ શિષ્ય અનુશાસન માંગે એ વખતે આચાર્ય જિનાદિને વાસ આપે એ રીતે પણ, સ્વીકારવામાં કોઇ દોષ નથી. પરંતુ ત્યાં=પહેલાં કહેવાયેલ સ્થાનમાં=ગાથા-૧૪૪ માં બતાવેલ સ્થાનમાં, જિનાદિને વાસક્ષેપ અપાયે છતે પણ આ ગુણ છે=પ્રસ્તુત ગાથાના ઉત્તરાર્ધમાં દર્શાવે છે એ લાભ છે.
ગુરુ પણ સમ્યક્ તત્પૂર્વક=દ્રવ્યપરિચ્છેદપૂર્વક વાસપ્રદાનપૂર્વક, અર્થાત્ ભગવાનની વાસક્ષેપથી પૂજા કરવારૂપ દ્રવ્યસ્તવપૂર્વક શિષ્યના મસ્તક ૫૨ વાસક્ષેપ નાખવાપૂર્વક, નિસ્તારકાદિને=આશીર્વાદરૂપ સંપૂર્ણ વાક્યને, કહે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
જ્યારે ગુરુને શિષ્ય કહે કે “તમે મારામાં સામાયિક આરોપ્યું, હવે હું અનુશાસનને ઇચ્છું છું”, ત્યારે અન્ય આચાર્યો ભગવાનની વાસક્ષેપથી પૂજા કરીને સાધુ વગેરેને વાસક્ષેપ આપે છે.
ત્યાં પ્રશ્ન થાય કે ગાથા-૧૪૪ માં બતાવેલ સ્થાનમાં વાસક્ષેપથી ભગવાનની પૂજા કરવાને બદલે અને સાધુ આદિને વાસક્ષેપ આપવાને બદલે, શિષ્ય ગુરુ પાસે અનુશાસન માંગે તે વખતે કેમ અન્ય આચાર્યો ભગવાનની પૂજા કરે છે અને સાધુ આદિને વાસક્ષેપ આપે છે ? તેથી ગ્રંથકાર કહે છે કે આ રીતે પણ કોઇ દોષ નથી. અર્થાત્ ગુરુ સાથે શિષ્ય સામાયિકસૂત્ર ત્રણ વાર બોલે ત્યારપછી ગુરુ વાસક્ષેપ અભિમંત્રીને જિનેશ્વરના ચરણમાં વાસક્ષેપ મૂક્યા પછી સર્વ સાધુ આદિને વાસક્ષેપ આપીને પછી ગાથા-૧૪૫ થી ૧૪૭ ના પૂર્વાર્ધ સુધી બતાવેલ સર્વ વિધિ કરે, તો તો કોઇ દોષ નથી જ, પરંતુ ગાથા-૧૪૫ થી ૧૪૭ ના પૂર્વાર્ધ સુધી બતાવેલ સર્વ વિધિ કર્યા પછી જિનાદિને વાસક્ષેપ આપે તો પણ કોઇ દોષ નથી.
વળી, આ રીતે પણ કરવામાં દોષ કેમ નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે ગાથા-૧૪૪ માં બતાવેલ સ્થાનમાં જિનાદિને વાસક્ષેપ આપવા છતાં પણ આ જ કાર્ય છે. અર્થાત્ ગાથા-૧૪૪ માં બતાવેલ સ્થાનમાં જિનાદિને વાસક્ષેપ આપ્યો હોય કે શિષ્ય અનુશાસન માંગે ત્યારે આપ્યો હોય; છતાં શિષ્ય ગુરુને કહે કે “હું અનુશાસનને ઇચ્છું છું” ત્યારપછી જ શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાખવા દ્વારા ગુરુ આશીર્વચનો કહેવાના છે, માટે જિનાદિને વાસક્ષેપ પહેલાં આપો કે પછી; પરંતુ બંનેની ઉત્તરવર્તી પ્રવૃત્તિ તો એક છે. આથી બંને પ્રકારે વાસપ્રદાન સ્વીકારવામાં કોઇ વાંધો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org