________________
૨૦૮
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ દ્વાર | ગાથા ૧૪-૧૪૮ અન્વચાઈ :
નિત્થારપાર=નિસ્તારક અને પારગ થા, ગુરુપુર્દિવઠ્ઠાદિ =ગુરુગુણો વડે વધ. વંતિક ભેદો-વંદન કરીને શૈક્ષ (કહે છે.) તુષ્મ પડ્યું તમને પ્રવેદન કરાયું, વિસ=આજ્ઞા આપો, દૂUાં પવેમ= સાધુઓને હું પ્રવેદન કરું. ગાથાર્થ :
તમારા વડે મને સામાજિક ઉચ્ચરાવાયું, હવે અનુશાસનને હું ઇચ્છું જ છું.” ત્યારપછી શિષ્યના માથા ઉપર વાસક્ષેપ નાખતાં ગુરુ કહે છે કે “તું પ્રતિજ્ઞાનો વિસ્તારક થા, અને સામાન્ય સાધુના ગુણોનો પાર પામનાર થા, ઉત્કૃષ્ટ જ્ઞાનાદિ ગુણોથી વૃદ્ધિ પામ.” હવે ઇચ્છાપૂર્વક વંદન કરીને શિષ્ય કહે છે કે
તમને મેં જણાવ્યું, મને આજ્ઞા આપો કે હું અન્ય સાધુઓને જણાવું.” ટીકા :
युष्माभिः सामायिकं ममारोपितं न्यस्तं इच्छाम एवानुशास्ति-सामायिकारोपणलक्षणाम्, एवमुक्ते सति वासान् शिष्यकस्य ततः शिरसि ददद् गुरुराह ॥१४७॥
णित्यारेत्यादि, निस्तारगपारग इति निस्तारकः प्रतिज्ञायाः पारगः सामान्यसाधुगुणानाम्, एवंभूतः सन् गुरुगुणैः = प्रकृष्टैर्ज्ञानादिभिर्वर्द्धस्वेति वृद्धि गच्छ, तत इच्छापुरस्सरं वन्दित्वा शिष्यकः आहेति योगः, किं तदिति? तुभ्यं प्रवेदितं = ज्ञापितं, सन्दिशत यूयं साधूनां प्रवेदयामि = ज्ञापयामि एतदिति गाथाद्वयार्थः ॥१४८॥ ટીકાર્થ :
“તમારા વડે મારામાં સામાયિક આરોપાયું=સ્થપાયું. હવે સામાયિકના આરોપણના લક્ષણવાળી અનુશાસ્તિને હું ઈચ્છું જ છું.” એ પ્રમાણે કહેવાય છતે શિષ્યકના શિર ઉપર વાસક્ષેપને આપતા એવા ગુરુ ત્યારપછી કહે છે
નિસ્તારક-પારગ થા = પ્રતિજ્ઞાનો વિસ્તારક થા સામાન્ય સાધુના ગુણોનો પારગ થા, આવા પ્રકારનો થયેલો છતો ગુરુગુણો વડે વધ = પ્રકૃષ્ટ એવા જ્ઞાનાદિ વડે વૃદ્ધને પામ.” ત્યારપછી ઇચ્છાપૂર્વક વંદન કરીને શિષ્યક કહે છે. તે = શિષ્યકનું કથન, શું છે? એ બતાવે છે- “તમને પ્રવેદાયું = જણાવાયું. તમે આજ્ઞા આપો, આ = અનુશાસ્તિને હું ઇચ્છું છું એમ જે મેં તમને પ્રવેદન કર્યું એ, સાધુઓને હું પ્રવેદું = હું જણાવું.” એ પ્રમાણે બે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
| વિનયપૂર્વક ઊભો થયેલ શિષ્ય ગુરુને કહે છે કે “તમે મને સામાયિક આપ્યું, હવે તે સામાયિક મારામાં પરિણમન પામે એવી અનુશાસ્તિને હું ઇચ્છું છું.”
આ પ્રમાણે જયારે શિષ્ય કહે છે, ત્યારે ગુરુ તેના માથા ઉપર વાસક્ષેપ નાખીને આશીર્વાદ આપે છે કે લીધેલી પ્રતિજ્ઞાનો તું નિસ્તાર કરનાર થા અને સામાન્ય રીતે સાધુના ગુણોનો પાર પામનાર થા. વળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org