SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “કર્થ” દ્વાર | ગાથા ૧૪૬ થી ૧૪૮ ૨૦૦ આશય એ છે કે સામાયિક ઉચ્ચરાવ્યા પછી શિષ્યને ગુરુનું અનુશાસન લેવું છે, તેથી વિનયપૂર્વક શિષ્ય ગુરુને કહે કે “મારે આપને કંઈક કહેવું છે, તેથી મને તમે અનુજ્ઞા આપો”, આ પ્રકારના વિનયથી શિષ્યમાં વિશેષ પ્રકારના ગુણો પ્રગટે છે, અને ગુરુ પણ શિષ્યનો આવો વિવેક જોઇને કહે છે કે “વંદન કરીને તું નિવેદન કર”. આ રીતે શિષ્ય પાસે વિનય કરાવવાથી શિષ્યને મહાલાભ થાય છે, અને શિષ્યને થતા લાભના અર્થે ગુરુ શિષ્યને વંદન કરવાનું કહે છે, પરંતુ પોતાને વંદન કરે તેવી કોઈ આશંસાથી વંદન કરવાનું કહેતા નથી. હવે વંદન કર્યા પછી ગુરુથી અનુજ્ઞા પામેલ શિષ્ય અનુશાસન લેવા માટે આવશ્યક મુદ્રારૂપ અર્ધ નમાવેલા શરીરવાળો થઈને ગુરુએ આપેલ અનુશાસન પોતાનામાં સમ્યગું પરિણામ પામે તદર્થે ઉપયુક્ત થઈને આગળની ગાથામાં કહેવાશે તે કહે છે. ll૧૪૬ll અવતરણિકા : किं तदित्याह - અવતરણિતાર્થ : તે શું છે? અર્થાત ગાથા-૧૪૫ માં બતાવ્યું કે શિષ્ય ગુરુને કહે કે “મને આજ્ઞા આપો હું કંઈક કહું છું”તે શિષ્યનું કથન શું છે? એથી કહે છે ગાથા : तुब्भेहिं समइयं मे आरोवियमिच्छमो उ अणुसटुिं। वासे सेहस्स तओ सिरंमि दितो गुरू आह॥१४७॥ અન્વયાર્થ : તુર્દિ તમારા વડે જે = મારામાં સફર્થ = સામાયિક રોવિર્ય = આરોપાયું, (હવે) અનુદ્દે રૂમો ૩=અનુશાસ્તિને હું ઇચ્છું જ . તો ત્યારપછી સેહરૂ શિપિ = શૈક્ષના શિર ઉપર વારે દ્વિતો વાસને આપતા=વાસક્ષેપ નાખતા એવા, ગુરૂ મદિ= ગુરુ કહે છે : અવતારણિકા : किमाह ? इति उच्यते - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે શૈક્ષના શિર ઉપરવાસક્ષેપ નાખતા ગુરુ કહે છે. ત્યાં પ્રશ્ન થાય કે ગુરુ શું કહે છે? એથી કરીને કહેવાય છે ગાથા : णित्थारगपारगो गुरु गुणेहिं वड्ढाहि वंदिउं सेहो। तुब्भं पवेइअं संदिसह साहूणं पवेएमि ॥१४८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy