SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૪૨-૧૪૩ અન્વચાર્યું : =અહીં દીક્ષા ગ્રહણ કરવાની ક્રિયામાં, (ગુરુ) સામામં=સામાયિકને હૂ=બોલે છે, મMાઇ ચ= અને પોતાને વ ચ્ચે મન્નતો=કૃતકૃત્ય માનતો, યુદ્ધપરિણામો સીલો શુદ્ધ પરિણામવાળો શિષ્ય તરી ચેવ= તે રીતે જ=જે રીતે ગુરુ બોલે છે તે રીતે જ, મણુક પાછળ બોલે છે. ગાથાર્થ : . કાઉસગમાં લોગરસસૂત્રનું ચિંતવન કરીને અસંભ્રાંત એવા ગુરુ નવકાર દ્વારા કાઉસગ્ગ પારે છે. અને ત્યારપછી નવકારપૂર્વક ત્રણ વાર દીક્ષા ગ્રહણ કરવાની ક્રિયામાં ગુરુ કરેમિભંતે સૂત્ર બોલે છે, અને સામાજિક પ્રાપ્ત થવાથી પોતાને કૃતકૃત્ય માનતો એવો શુદ્ધ પરિણામવાળો શિષ્ય, જેવી રીતે ગુરુ બોલે છે તેવી રીતે જ ગુરુની પાછળ કરેમિ ભંતે સૂત્ર બોલે છે. ટીકા : तत्र लोकस्योद्योतकरं चिन्तयित्वा उत्सारयति संयमयोगं तदनन्तरभाविक्रियासेवनेन असम्भ्रान्तः सन् नमस्कारेण-"नमो अरहंताणं" इत्यनेन, कायोत्सर्ग इति व्याख्यातं। साम्प्रतं सामायिकत्रयपाठ इति प्रतिपादयन्नाह-तत्पूर्वकं च=नमस्कारपूर्वकं च वारास्ततस्तिस्र इति गाथार्थः ॥१४२॥ सामायिकमिह पठति गुरुः, शिष्यकोऽप्यनुपठति तथैव = गुरु विधिना, किंविशिष्टः सन्नित्याह-आत्मानं कृतकृत्यं निष्ठितार्थं मन्यमानः शुद्धपरिणाम इति गाथार्थः ॥१४३॥ ટીકાર્ય : ત્યાં=કાયોત્સર્ગમાં, લોકના ઉદ્યોતકરનેકલોગસ્સસૂત્રને, ચિંતવીને ત્યારપછી થનારી ક્રિયાના આસેવનરૂપે અસંભ્રાંત છતા ગુરુ “નમો અરિહંતાણં” એ પ્રકારના નમસ્કાર વડે સંયમયોગનેરકાયોત્સર્ગને, મારે છે. કાયોત્સર્ગ એ પ્રકારનું દ્વાર વ્યાખ્યાન કરાયું. હવે સામાયિકત્રયપાઠ એ પ્રકારના દ્વારને પ્રતિપાદન કરતાં કહે છેઅને ત્યારપછી તેના પૂર્વક નમસ્કારપૂર્વક, ત્રણ વાર શું? તે આગળ બતાવે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અહીં-દીક્ષાગ્રહણની ક્રિયામાં, નમસ્કારપૂર્વક ત્રણ વાર ગુરુ સામાયિકન=કરેમિભંતે સૂત્રને, બોલે છે. શિષ્ય પણ તે રીતે જ=ગુરુની વિધિથી, પાછળ બોલે છે. કેવો વિશિષ્ટછતો શિષ્ય છે? એથી કહે છે- આત્માને કૃતકૃત્યનિતિ અર્થવાળો, માનતો એવો શુદ્ધ પરિણામવાળો શિષ્ય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા-૧૪૧માં કહ્યું કે ગુરુ સામાયિક આરોપણ નિમિત્તે શિષ્યની સાથે કાઉસ્સગ્ન કરે છે. તેમાં લોગસ્સ સૂત્રનું ચિતવન કરીને કાઉસ્સગ્ગ પાર્યા પછી કરવાની ક્રિયાના આસેવનરૂપે અસંભ્રાંત છતા ગુરુ “નમો અરિહંતાણં” એ પ્રકારના વચનના ઉચ્ચારણ દ્વારા કાઉસ્સગ્નની ક્રિયારૂપ સંયમયોગનો ત્યાગ કરે છે. આશય એ છે કે કાઉસ્સગ્નમાં લોગસ્સસૂત્રનું ચિંતવન કરીને કાઉસ્સગ્ગ પાર્યા પછી શિષ્યને સામાયિક ઉચ્ચરાવવાનું છે, એ રૂપ અનંતરભાવિક્રિયાના વિષયમાં અવિસ્મૃતિવાળા ગુરુનવકારના ઉચ્ચારણપૂર્વક કાઉસ્સગ્ન પારે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy