SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથ' દ્વાર / ગાથા ૧૩૮-૧૩૯ અન્વયાર્થઃ અહ= =હવે (રજોહરણ લીધા પછી) પુત્તે વંšિ=ફરીથી વંદીને પરમત્તિસંગુત્તો સો=૫૨મ ભક્તિથી સંયુક્ત એવો આ=શિષ્ય, ફારે=ઇચ્છાકારપૂર્વક અદ્રે=અમને મુણ્ડાવેન્દ્=મુંડો, ત્તિ=એ પ્રમાણે સપળામ =સપ્રમાણ પુરું =ગુરુને મળજ્ઞ =કહે છે. ફચ્છામો ત્તિ=અમે ઇચ્છીએ છીએ, એ પ્રમાણે મળત્તા=કહીને તિવ્રુત્તો =ત્રણ વાર મંગલાં=મંગલકને ઙૂિળ=કહીને વત્તો=ઉપયુક્ત ગુરૂ =ગુરુ મે−તેના શિષ્યના, તિન્નિ અચ્છિન્નTM=ત્રણ વાર અસ્ખલિત એવા અઠ્ઠા=અષ્ટા શિન્હુ=ગ્રહણ કરે છે. ગાથાર્થ : રજોહરણ લીધા પછી ફરીથી વંદન કરીને પરમ ભક્તિથી યુક્ત એવો શિષ્ય, “ઇચ્છાપૂર્વક અમારું મુંડન કરો”, એ પ્રમાણે પ્રણામપૂર્વક ગુરુને કહે છે, અને “અમે ઇચ્છીએ છીએ”, એ પ્રમાણે કહીને ત્રણ વાર નમસ્કારરૂપ મંગલ બોલીને ઉપયોગવાળા ગુરુ શિષ્યના ત્રણ વાર અસ્ખલિત અષ્ટા ગ્રહણ કરે છે. ટીકા : अथ अनन्तरं वन्दित्वा पुनरसौ = शिष्यकः भणति गुरु म्=आचार्यं परमभक्तिसंयुक्तः सन् किमित्याहइच्छाकारेणास्मान् मुण्डयतेति सप्रणामं भणतीति गाथार्थः ॥ १३८ ॥ इच्छाम इति भणित्वा गुरुः मङ्गलकमाकृष्य = पठित्वा त्रिकृत्वेति तित्रो वारा इत्यर्थः, गृह्णाति गुरुरुपयुक्तः अष्टाः स्तोककेशग्रहणस्वरूपाः तिस्रः अच्छिन्ना:- अस्खलिता इति गाथार्थः ॥१३९॥ ટીકાર્ય : હવે પછી=રજોહરણ ગ્રહણ કર્યા પછી, ફરી વંદીને પરમ ભક્તિથી સંયુક્ત છતો આ=શિષ્યક, ગુરુને= આચાર્યને, કહે છે. શું? એથી કહે છે- ‘‘ઇચ્છા વડે અમને મુંડો’” એ પ્રમાણે સપ્રણામ=પ્રણામ કરવાપૂર્વક, કહે છે. એ પ્રકારે ગાથાનો અર્થ છે. = ‘અમે ઇચ્છીએ છીએ’’ એ પ્રમાણે કહીને ગુરુ ત્રણ વાર મંગલકને=નવકારને, બોલીને ઉપયુક્ત એવા ગુરુ ત્રણ વાર અસ્ખલિત એવા થોડા વાળને ગ્રહણ કરવા સ્વરૂપ અષ્ટા ગ્રહણ કરે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : Jain Education International ગુરુ પાસેથી રજોહરણ મેળવ્યા પછી શિષ્ય ગુરુ પ્રત્યે પરમ ભક્તિવંત થઇને ગુરુને વંદન કરીને, “હે ભગવંત! આપ ઇચ્છાપૂર્વક મારું મુંડન કરો” એ પ્રમાણે જ્યારે પ્રણામપૂર્વક ગુરુને કહે, ત્યારે ગુરુ “અમે તારું મુંડન કરવા ઇચ્છીએ છીએ’” એમ કહીને ત્રણ વાર પંચનમસ્કાર મંત્ર બોલીને, ઉપયોગપૂર્વક, અટક્યા વિના અસ્ખલિત રીતે, ત્રણ વાર થોડા કેશના ગ્રહણસ્વરૂપ લોચ કરે. II૧૩૮/૧૩૯૫ અવતરણિકા : अष्टा इति व्याख्यातम्, अधुना सामायिकस्योत्सर्ग इति व्याख्यानयन्नाह For Personal & Private Use Only - www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy