SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૧૩૭ થી ૧૩૯ વળી, પૂર્વપક્ષીએ ગાથા -૧૩૫ ના ઉત્તરાર્ધમાં કહેલ કે રજોહરણથી પ્રમાર્જના કરવાને કારણે કીડીઓના દરનું સ્થગન, સંસર્ગ વગેરેથી તેઓને ઉપઘાત થશે, તે દોષોનો પરિહાર કરતાં કહે છે મુનિ દીક્ષા ગ્રહણ કર્યા પછી સંયમની આરાધના અર્થે રાખેલ ઉપકરણરૂપ શરીરનો, સંયમની વૃદ્ધિ થાય તે રીતે આહારાદિ લેવા દ્વારા ઉપયોગ કરતા હોવાથી દેહરૂપ ઉપકરણ રાખવા છતાં સાધુને દોષ લાગતો નથી, તેમ સંયમયોગોના સાધનરૂપ રજોહરણનો વિધિપૂર્વક પરિભોગ કરવાથી સંસર્જનાદિ દોષો થતા નથી; પરંતુ અવિધિથી સંયમને ઉપષ્ટભક ન હોય તેવો અસમંજસ આહાર કરવાથી ઉપકરણરૂપ દેહથી પણ જેમ હિંસાદિ દોષો થાય છે, તેમ અવિધિથી પરિભોગ કરવામાં સંયમના સાધનરૂપ રજોહરણથી પણ સંસર્જનાદિ દોષો થાય છે. આમ, સંસર્જનાદિ દોષોને કારણે રજોહરણ રાખવાનો નિષેધ કરનાર દિગંબરે દેહનું પણ પાલન કરવું જોઇએ નહીં; કેમ કે દેહથી પણ હિંસાદિ દોષો થાય છે.માટે જેમ સાધુને દેહના પાલનનો નિષેધ કરી શકાય નહિ, પરંતુ અવિધિથી દેહના પાલનનો નિષેધ કરી શકાય; તેમ રજોહરણ રાખવાનો નિષેધ કરી શકાય નહિ, પરંતુ રજોહરણનો અવિધિથી પરિભોગ કરવાનો નિષેધ કરી શકાય. II૧૩૭ના અવતરણિકા : रजोहरणमिति व्याख्यातम्, अष्टा इति व्याचिख्यासुराह - અવતરણિકાર્ય : ગાથા-૧૨૯ થી ૧૩૧ માં શિષ્યને રજોહરણ આપવાની વિધિ દર્શાવી, ત્યારબાદ ગાથા-૧૩૨-૧૩૩માં ‘રજોહરણ’ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ જણાવવા દ્વારા રજોહરણને સંયમયોગના કારણ તરીકે સ્થાપન કર્યું; ત્યાં ગ્રંથકારને પ્રાસંગિક રીતે દિગંબરમતનું સ્મરણ થયું કે કેટલાક દિગંબરો રોહરણને જીવોના ઉપઘાતનું કારણ માને છે, તેથી રજોહરણને સંયમયોગના કારણરૂપે સ્થિર કરવા માટે ગ્રંથકારે ગાથા-૧૩૪થી ૧૩૭માં દિગંબરમત બતાવીને તેનું યુક્તિથી નિરાકરણ કર્યું. આ રીતે પ્રાસંગિક કથનપૂર્વક ‘રજોહરણ’ એ પ્રકારનું દ્વાર વ્યાખ્યાન કરાયું; હવે ‘અષ્ટા’ એ પ્રકારનું દ્વાર વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે ગાથા : 'अह वंदिरं पुणो सो भाइ गुरुं परमभत्तिसंजुत्तो । इच्छाकारेणऽम्हे मुंडावेह त्ति सपणामं ॥ १३८ ॥ Jain Education International ૧૯૯ इच्छामो त्ति भणित्ता मंगलगं कड्डिऊण तिक्खुत्तो । गिues गुरू उवउत्तो अट्ठा से तिन्नि अच्छिन्ना ॥ १३९॥ दारं ॥ * ‘વાર' શબ્દ અષ્ટા દ્વારની સમાપ્તિ અર્થે છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy