________________
૧૯૮
પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૩૦
છે; અને કુશલ એવા તીર્થંકરની અકુશલતાના આપાદનમાં આશાતના થાય છે. “રૂતિ પૂર્વપક્ષીની શંકાના સમાધાનની સમાપ્તિ અર્થે છે.
તોષાન્તર...મદ-દોષાંતરનો પરિહાર કરવાની ઇચ્છા વડે કહે છે, અર્થાત ગાથા-૧૩૫ના પૂર્વાર્ધમાં રજોહરણ રાખવામાં દિગંબર દ્વારા અપાયેલ દોષોનો ગ્રંથકારે ગાથા-૧૩૬ માં પરિહાર કરીને ગાથા-૧૩૭ના પૂર્વાર્ધમાં રજોહરણ નહીં રાખવાથી થતા આત્મ-પરના પરિત્યાગને કારણે શાસ્તાનું બને પણ પ્રકારે અકૌશલ્ય સ્થાપન કર્યું, અને કુશલની અકુશલતાના આપાદનમાં થતી આશાતના જણાવવા દ્વારા ગ્રંથકારે રજોહરણને સંયમયોગોના કારણરૂપે સ્થાપિત કર્યું.
હવે પ્રસ્તુત ગાથાના ઉત્તરાર્ધ દ્વારા દિગંબરે ગાથા-૧૩૫ ના ઉત્તરાર્ધમાં આપેલ અન્યદોષોનું નિરાકરણ કરવાની ઇચ્છાથી ગ્રંથકાર કહે છે
સંસર્ગનવિહોણા શરીરરૂવ આહારનો વિધિપૂર્વક પરિભોગ કરાય છતે જેમ દેહમાં = શરીરમાં, દોષો થતા નથી, તેમ રજોહરણનો વિધિપૂર્વક પરિભોગ કરાયેછતે પૂર્વપક્ષવાદી વડે ગાથા -૧૩૫ ના ઉત્તરાર્ધમાં કહેવાયેલા સંસર્જનાદિ દોષો થતા નથી.
મવિધિના પથાર્થ વળી અવિધિપૂર્વક અસમંજસ આહાર કરનાર સાધુને દેહમાં પણ દોષો=હિંસાદિ દોષો, થાય જ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
પૂર્વમાં કેટલાક દિગંબરવિશેષોએ કહેલ કે રજોહરણથી જીવોનો ઉપઘાત થાય છે, તેથી સાધુએ રજોહરણ રાખી શકાય નહિ. તેને ગ્રંથકાર કહે છે કે કોઈક સાધુ મળત્યાગ કરવાને આશ્રયીને અસહિષ્ણુ હોય અર્થાત્ જયાં સુધી શુદ્ધભૂમિ ન મળે ત્યાં સુધી મળત્યાગ કર્યા વગર રહી શકે તેમ ન હોય, અને તેને મળત્યાગ કરવા માટેની ભૂમિ જીવથી સંસક્ત જ પ્રાપ્ત થતી હોય પરંતુ સર્વથા જીવરહિત ભૂમિ ન મળતી હોય ત્યારે, દયાળુ એવા તે સાધુ માટે બે વિકલ્પો થાય છે. કાં તો મળત્યાગ કરવો, કાં તો મળનો અવરોધ કરવો. આ બંને વિકલ્પોમાં દોષ પ્રાપ્ત થાય છે, કેમ કે તે સાધુ જીવાકુલ ભૂમિમાં મળત્યાગ ન કરે તો મળનિરોધને કારણે પોતાને અસમાધિ થાય, રોગ થાય અને યાવત મૃત્યુ પણ થઈ શકે છે; અને ઝાડો રોકી ન શકવાથી જીવસંસક્ત ભૂમિમાં મળત્યાગ કરે તો ત્યાં રહેલા જીવોનો નાશ થાય છે, તેથી આત્માનો અને પરનો પરિત્યાગ થાય છે. તેથી દિગંબરના ભગવાને ઓશો રાખવાનો કહેલ હોત તો આ બંને દોષો પ્રાપ્ત થાત નહિ; કેમ કે સંસક્ત ભૂમિમાં મળત્યાગ કરવો પડે તેમ હોય ત્યારે સાધુ રજોહરણ દ્વારા પ્રમાર્જના કરીને ત્યાં મળનો ત્યાગ કરી શકત.
આમ, દિગંબરને અભિમત એવા તીર્થકરનું અવશ્ય અકુશળપણું છે; કેમ કે સંયમને અનુકૂળ એવી ઉચિત આરાધનાનો માર્ગ તેમણે બતાવ્યો નથી, આથી જીવરક્ષા કરવા જતાં અસમાધિ અને પોતાના પ્રાણનો નાશ થાય છે. માટે જીવરક્ષાપૂર્વક આત્મરક્ષા થઈ શકે તેવો કલ્યાણનો માર્ગ બતાવવામાં દિગંબરમતના શાસ્તા અકુશલ છે. આ રીતે કુશળ એવા પણ ભગવાન ઓઘો નહીં રાખવાનું કહેતા હોવાથી અકુશળ છે એમ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય; જ્યારે ભગવાન તો સર્વજ્ઞ અને વીતરાગ હોય છે, માટે તેઓને અકુશળ કહેવાથી ભગવાનની આશાતના પ્રાપ્ત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org